Maharashtra: મહારાષ્ટ્રની બધી શાળા ફી માં આપે 15 ટકાની રાહત, ઉદ્ધવ ઠાકરે સરકારે કર્યો ફેંસલો

મહારાષ્ટ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં સ્કૂલની ફીમાં 15 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

Maharashtra: મહારાષ્ટ્રની બધી શાળા ફી માં આપે 15 ટકાની રાહત, ઉદ્ધવ ઠાકરે સરકારે કર્યો ફેંસલો
Uddhav Thackeray government decides to give 15 per cent relief in all school fees in Maharashtra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 9:21 AM

Maharashtra:  મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Govt) એક મોટો નિર્ણય લીધો છે. બુધવારે મળેલી કેબિનેટની બેઠક(Cabinet Meeting)માં સ્કૂલની ફી (School Fee)માં 15 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી બાળકોના વાલીઓને રાહત (Relief for Parents) મળી છે. મહારાષ્ટ્રના શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી.

શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યું કે રાજ્ય સરકાર ટૂંક સમયમાં ખાનગી શાળાઓમાં 15 ટકા ફી ઘટાડા અંગે વટહુકમ લાવશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં બુધવારે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષા ગાયકવાડે કહ્યું કે જે રીતે રાજસ્થાનમાં ખાનગી શાળાઓની ફીમાં કાપ મૂકવામાં આવ્યો છે, તે જ રીતે મહારાષ્ટ્રમાં પણ સુપ્રીમ કોર્ટની સૂચના પર ખાનગી શાળાઓની ફીમાં 15 ટકાનો કાપ મૂકવામાં આવશે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે.

લેખિતમાં નિર્ણય બે કે ત્રણ દિવસમાં આવી જશે

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડનાં જણાવ્યા પ્રમાણે આ સંબંધમાં લેખિતમાં નિર્ણય બે કે ત્રણ દિવસમાં આવી જશે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને પ્રાઈવેટ શાળાઓની ફીમાં રાજસ્થાનની જેમ 15% કાપ મુકવાનો આદેશ કર્યો હતો. સાથે જ કોરોના કાળમાં શાળા દ્વારા વધારવામાં આવેલી સ્કુલ ફી રદ કરવાનાં આદેશ રાજ્ય સરકારને આપ્યા હતા જેનું પાલન હવે તે કરી રહી છે.

22 જુલાઈનાં રોજ સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો

ફીમાં કાપ અને વધેલી ફી રદ કરવાનો આદેશ સુપ્રીમે 22 જુલાઈનાં રોજ આપ્યો હતો. એજ્યુકેશનને ધંધામાં ફેરવી નાખનારી શાળા અને તેને મદદ કરનારા અધિકારી અને નેતાઓની ઝાટકણી કાઢતા આ આદેશ આપ્યો હતો. જો કે ખાનગી શાળાઓની પી રાજ્ય સરકાર નક્કી નથી કરતી પરંતુ કોરોના કાળમાં શાળા બંધ હોવાના કારણે ફીમાં કાપ મુકવાનો નિર્ણય રાજ્ય સરકારનાં માધ્યમથી લેવાયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">