Maharashtra: શિવસેનામાં ચોથી વખત બળવો થયો, જાણો છેલ્લા 32 વર્ષમાં વિધાનસભા ચૂટણીમાં શિવસેનાની સ્થિતિ શું રહી

એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલ બળવો પાર્ટીના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી મહારાષ્ટ્રમાં પાર્ટીની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારનું પતન થયું.

Maharashtra: શિવસેનામાં ચોથી વખત બળવો થયો, જાણો છેલ્લા 32 વર્ષમાં વિધાનસભા ચૂટણીમાં શિવસેનાની સ્થિતિ શું રહી
Shiv Sena
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 30, 2022 | 8:17 PM

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતૃત્વવાળી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારમાં ઉથલપાથલ ચાલી રહી હતી અને આજે તમામ અટકળોનો અંત આવ્યો. શિવસેનાના નેતૃત્વમાં બળવો કોઈ નવી વાત નથી. શિવસેનાને ભૂતકાળમાં પણ તેના મુખ્ય કાર્યકર્તાઓ તરફથી બળવોનો સામનો કરવો પડ્યો છે. તેમાંથી ત્રણ બળવો શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના સમયમાં થયા હતા. એકનાથ શિંદે (Eknath Shinde) પાર્ટીમાં નવા બળવાખોર નેતા બન્યા. શિવસેનાના ધારાસભ્યોના જૂથ સાથે બળવો કરનાર કેબિનેટ મંત્રી એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલ બળવો પાર્ટીના 56 વર્ષના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી મહારાષ્ટ્રમાં પાર્ટીની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારના પતનનો ભય હતો. બીજી તરફ શિવસેનામાં રાજ્યમાં પાર્ટી સત્તામાં ન હતી ત્યારે પણ અન્ય બળવા થયા છે.

જો છેલ્લા 32 વર્ષની વાત કરીએ તો કુલ 288 વિધાનસભા સીટમાંંથી 1995 માં શિવસેનાની સ્થિતિ સૌથી મજબૂત રહી અને તેને 73 સીટો પર જીત હાંસલ કરી હતી. ત્યારબાદ 2009 માં 45 સીટ પર જીત મેળવી હતી. જો કોંગ્રેસની વાત કરીએ તો 1990 માંં તેની સ્થિતિ મજબૂત રહી અને 141 સીટ પર જીત મેળવી હતી. ત્યારબાદ સતત કોંગ્રેસ નબળી થતી રહી. ભાજપે 1990 માં 42 સીટ જીતી અને મજબૂતી સાથે આગળ વધતા 2014 માંં 122 સીટ જ્યારે 2019 માં 105 સીટ પર જીત મેળવી હતી. એનસીપીએ 1999 માં 58 સીટ પર જીત મેળવી જ્યારે 2004 માં સૌથી વધારે 71 પર જીત મેળવી હતી. 2009 માં આરપીઆઈએ 14 અને એમએનએસએ 13 સીટ પર જીત હાંસલ કરી હતી.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

1991 માં છગન ભુજબળે પાર્ટી છોડી

છગન ભુજબળે શિવસેનાને મહારાષ્ટ્રના ભાગોમાં મોટી સંખ્યામાં બેઠકો જીતવામાં મદદ કરી હતી, પરંતુ તેમ છતાં બાળ ઠાકરેએ મનોહર જોશીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્ત કર્યા. નાગપુરમાં શિયાળુ સત્રમાં ભુજબળે શિવસેનાના 18 ધારાસભ્યો સાથે પાર્ટી છોડી હતી અને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતું. તે સમયે રાજ્યમાં કોંગ્રેસનું શાસન હતું. જો કે, 12 બળવાખોર ધારાસભ્યો તે જ દિવસે શિવસેનામાં પાછા ફર્યા હતા. ભુજબળ અને અન્ય બળવાખોર ધારાસભ્યોને વિધાનસભાના તત્કાલિન અધ્યક્ષ દ્વારા અલગ જૂથ તરીકે માન્યતા આપવામાં આવી હતી.

2005 માં નારાયણ રાણેએ સાથ છોડ્યો

વર્ષ 2005માં શિવસેનાને વધુ એક ઝટકો લાગ્યો જ્યારે પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા. રાણેએ પાછળથી કોંગ્રેસ છોડી દીધી અને હાલમાં ભાજપના રાજ્યસભા સભ્ય છે અને કેન્દ્રીય મંત્રી પણ છે.

2006 માં રાજ ઠાકરેએ ઝટકો આપ્યો

વર્ષ 2006માં ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ પાર્ટી છોડીને પોતાનું રાજકીય સંગઠન – મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) બનાવવાનું નક્કી કર્યું. ત્યારે રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેમની લડાઈ શિવસેનાના નેતૃત્વ સાથે નથી, પરંતુ પાર્ટીના નેતૃત્વની આસપાસના અન્ય લોકો સાથે છે. 2009માં, 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં MNSએ 13 બેઠકો જીતી હતી.

2022 માં એકનાથ શિંદેએ બળવો કર્યો

એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલ બળવો પાર્ટીના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી મહારાષ્ટ્રમાં પાર્ટીની આગેવાની હેઠળની મહા વિકાસ અઘાડી (MVA) સરકારનું પતન થયું અને એકનાથ શિંદે હવે રાજ્યના મુખ્યમંત્રી હશે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આગામી સમયમાં શિવસેના વધારે નબળી પડી શકે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">