Maharashtra: કોંગ્રેસના વરિષ્ઠ નેતા હુસૈન દલવાઈનું નિધન, રાજકીય જગતમાં શોકની લહેર

હુસૈન દલવાઈ1952માં તેઓ કોંગ્રેસમાં જોડાયા, આ પછી તેઓ જીવનભર કોંગ્રેસ(Congress Party) સાથે જોડાયેલા રહ્યા. તેમને કાયદાનું ઘણું સારું જ્ઞાન હતું.

Maharashtra: કોંગ્રેસના વરિષ્ઠ નેતા હુસૈન દલવાઈનું નિધન, રાજકીય જગતમાં શોકની લહેર
Hussain Dalwai passed away
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 17, 2022 | 9:53 AM

Maharashtra:  કોંગ્રેસના વરિષ્ઠ નેતા, (Congress Leaer) કાયદા નિષ્ણાત, ગાંધીવાદી અને પૂર્વ મંત્રી હુસૈન દલવાઈનું(Hussain Dalwai) નિધન થયું છે. 99 વર્ષની વયે તેમણે તેમના મુંબઈના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તમને જણાવી દઈએ કે, તેઓ 16 વર્ષ સુધી વિધાનસભાના સભ્ય હતા. વસંતદાદા પાટિલની કેબિનેટમાં તેઓ કાયદા પ્રધાન હતા. એડવોકેટ હુસૈન દલવાઈના પરિવારમાં પુત્ર દિલાવર, ફિરોઝ, મુશ્તાક અને બે પુત્રીઓ રેહાના અને શહનાઝ છે. હુસૈન દલવાઈનો જન્મ 17 ઓગસ્ટ 1922ના રોજ મહારાષ્ટ્રના ચિપલુણ તાલુકાના મિરોલી ગામમાં (Miroli Village) થયો હતો.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા હુસૈન દલવાઈ

એડવોકેટ હુસૈન દલવાઈએ બીએ, એલએલબીનું શિક્ષણ(Education)  મેળવ્યું હતું. ઉપરાંત 1940 થી 1946 સુધી તેમણે રાષ્ટ્રીય સેવા દળ સાથે કામ કર્યું. 1952માં તેઓ કોંગ્રેસમાં જોડાયા. આ પછી તેઓ જીવનભર કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા. તેમને કાયદાનું ઘણું સારું જ્ઞાન હતું. તેમણે કેટલાક દાયકાઓ સુધી બોમ્બે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પ્રેક્ટિસ કરી હતી.

હુસૈન દલવાઈ NCP પ્રમુખ શરદ પવારના નજીકના હતા

એડવોકેટ હુસૈન દલવાઈના સ્વર્ગસ્થ યશવંતરાવ ચવ્હાણ, વસંતદાદા પાટિલ અને NCP ના વડા શરદ પવાર સાથે સારા સંબંધો હતા. તેમજ તેઓ મુંબઈમાં યશવંતરાવ ચવ્હાણ પ્રતિષ્ઠાન સાથે સંકળાયેલા હતા. તેમણે અનેક આંતરરાષ્ટ્રીય પરિષદોમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

 હુસૈનને કેટલીક સામાજિક ચળવળો સાથે જોડાયેલા હતા

કાયદાનું શિક્ષણ મેળવ્યા બાદ તેમણે કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી. આ સાથે સામાજિક કાર્યોમાં હુસૈનને ખૂબ રસ હોવાને કારણે તેઓ કેટલીક સામાજિક ચળવળો સાથે જોડાયેલા હતા. આ રીતે તેમની રાજકીય કારકિર્દી(Political Career)  શરૂ થઈ. તે કાયદાનું ઘણુ જ્ઞાન ધરાવતા હતા. તેઓ ભારતના બંધારણથી પણ ખૂબ જ વાકેફ હતા. તેઓ કોંગ્રેસના નેતા પણ છે. તમને જણાવવું રહ્યું કે,હુસૈનના પિતરાઈ ભાઈ રાજ્યસભાના સભ્ય છે.

એડવોકેટ હુસૈન દલવાઈને સામાજિક અને રાજકીય જીવનમાં ખૂબ જ ઉચ્ચ કદ અને ખૂબ જ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું. તેઓ કોંકણ પ્રદેશની નવ કોંકણ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હતા. ભરત સેવક સોસાયટીના ડાયરેક્ટર હતા. તેઓ 1962 થી 78 સુધી વિધાનસભાના(Maharashtra Assembly)  સભ્ય હતા. તેઓ એપ્રિલ 1984માં રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">