Maharashtra: માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિજનોને 23 લાખનું વળતર, આ રીતે થયું હતું મૃત્યું

માર્ગ અકસ્માતમાં (road accident) વિદ્યાર્થીના મૃત્યુ બાદ તેના માતા-પિતાને 23.81 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. MACT એ 2018 માં એક માર્ગ અકસ્માતમાં વિદ્યાર્થીના મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોને વળતરની જાહેરાત કરી છે.

Maharashtra: માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિજનોને 23 લાખનું વળતર, આ રીતે થયું હતું મૃત્યું
Road Accident (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 5:19 PM

થાણે મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ (MACT) એ 2018 માં થયેલા એક માર્ગ અકસ્માતમાં (Road Accident) મૃત્યુ પામેલા વિદ્યાર્થીના માતા-પિતાને 23.81 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ આપ્યો છે. એમએસીટીના પ્રમુખ અભય જે. મંત્રીના આ આદેશની નકલ શનિવારે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. મંત્રીએ અકસ્માત માટે જવાબદાર વાહનના માલિક અને વીમા કંપનીને દાવો દાખલ કર્યાની તારીખથી સાત ટકા વ્યાજ સાથે સંયુક્ત રીતે અને વ્યક્તિગત રીતે દાવેદારને ચૂકવણી (Payment) કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રિબ્યુનલે (Thane Motor Accident Claims Tribunal) દાવેદારને જે રકમ આપવાનો આદેશ આપ્યો છે, તેમાં 40 ટકા રકમ ભવિષ્યની સંભાવનાઓને થતા નુકસાનના બદલામાં આપવાનું કહેવામાં આવ્યું છે.

દાવેદાર કિશોર ટી. પંસારે અને મંગલ કિશોર પંસારે વતી હાજર થયેલા એડવોકેટ સંબાજી ટી કદમે ટ્રિબ્યુનલને જણાવ્યું કે 31 ઓગસ્ટ, 2018ના રોજ યશ કિશોર પંસારે તેના એક મિત્ર સાથે સ્કુટર પર પાછળ બેસીને ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે મહારાષ્ટ્રના નવી મુંબઈમાં ખૈરને પાસે પાછળથી પુરપાટ ઝડપે આવતી એક ટ્રકે ટુ વ્હીલરને ટક્કર મારી હતી. જેના કારણે યશ નીચે પડી ગયો હતો અને ટ્રકે તેને કચડી નાખ્યો હતો.

મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરી રહ્યો હતો વિદ્યાર્થી

અકસ્માતના કારણે વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તે સમયે યશ 18 વર્ષનો હતો અને તે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરી રહ્યો હતો. યશના માતા-પિતાએ ટ્રિબ્યુનલ સમક્ષ રજૂઆત કરી હતી કે તેમના પુત્રના મૃત્યુને કારણે તેમની ભાવિ આવકને નુકસાન થયું છે. ટ્રિબ્યુનલે વિદ્યાર્થીના માતા-પિતાને 23.8 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

અન્ય એક પરિવારને 13 લાખનું વળતર

થાણે મોટર એક્સિડન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલ (MACT) એ બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ (BEST) ને 2017માં એક માર્ગ અકસ્માતમાં તેની બસની ટક્કરથી જીવ ગુમાવનાર 20 વર્ષીય યુવકના પરિવારને 13.21 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. બેસ્ટ મુંબઈ, નવી મુંબઈ, થાણે અને મીરા ભાયંદર વિસ્તારોમાં બસ પરિવહન સેવાઓ પૂરી પાડે છે. 19 મેના રોજ પસાર કરાયેલા એક ઓર્ડરમાં, MACT સભ્ય એમએમ વલીમોહમ્મદે બેસ્ટને દાવો દાખલ કર્યાની તારીખથી બે મહિનાની અંદર વાર્ષિક 7 ટકાના વ્યાજ દર સાથે દાવેદારોને ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">