PFIના વિરોધ પ્રદર્શનમાં લાગ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા, CM શિંદેએ કહ્યું- આ સહન નહીં થાય

મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) કહ્યું હતું કે રાજ્યમાં આવા સૂત્રોચ્ચાર સહન કરવામાં આવશે નહીં, જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ સૂત્રોચ્ચારમાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં.

PFIના વિરોધ પ્રદર્શનમાં લાગ્યા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા, CM શિંદેએ કહ્યું- આ સહન નહીં થાય
cm-eknath-shinde
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2022 | 10:12 PM

મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના વિરોધ પ્રદર્શન દરમિયાન કથિત રીતે ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવવામાં આવ્યા હતા . નારા લગાવનાર પ્રદર્શનકારીઓનો એક વીડિયો સામે આવ્યો છે. આ ઘટના બાદ મહારાષ્ટ્ર સરકારે તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું હતું કે નારા લગાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) કહ્યું હતું કે રાજ્યમાં આવા નારા સહન કરવામાં આવશે નહીં, જ્યારે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ સૂત્રોચ્ચારમાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં. સામે આવેલા વીડિયો મુજબ અટકાયતમાં લેવાયેલા પીએફઆઈ કાર્યકરોને પોલીસ વાહનમાં લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાન ઝિંદાબાદના નારા ઘણી વખત લગાવવામાં આવ્યા હતા.

પુણેમાં ડીએમ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન

આ ઘટના બાદ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ આવા નારા લગાવનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પુણે પોલીસે કહ્યું છે કે તેઓ તેની તપાસ કરી રહ્યા છે. પીએફઆઈના પરિસર પર રાષ્ટ્રવ્યાપી દરોડાઓના વિરોધમાં સંગઠને શુક્રવારે પુણે શહેરમાં જિલ્લા મેજિસ્ટ્રેટની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

આ દરમિયાન પોલીસે લગભગ 40 જેટલા પ્રદર્શનકારીઓને કસ્ટડીમાં લીધા હતા. પોલીસ દ્વારા વાહનમાં બેઠેલી વખતે પ્રદર્શનકારીઓએ કથિત રીતે પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યારે આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે પોલીસે કહ્યું કે તે આ મામલે તપાસ કરી રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

પાકિસ્તાનના સમર્થનમાં લગાવ્યા નારા

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સાગર પાટીલે કહ્યું હતું કે, “અમે પહેલાથી જ પીએફઆઈ સભ્યો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રદર્શન કરવા બદલ કેસ નોંધ્યો છે અને અમે નારા લગાવનાર લોકોની તપાસ કરી રહ્યા છીએ.” આ દરમિયાન ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ ટ્વિટર પર કહ્યું કે જે લોકોએ પાકિસ્તાન તરફી નારા લગાવ્યા છે તેઓએ યાદ રાખવું જોઈએ કે તેમને બક્ષવામાં આવશે નહીં.

રાણેએ કહ્યું, “પુણેમાં પીએફઆઈના સમર્થનમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવનારા તમામ લોકોને પકડી પકડીને મારવામાં આવશે… તે યાદ રાખો. પીએફઆઈને પ્રતિબંધિત કરો. બીજેપીના અન્ય ધારાસભ્ય રામ સતપુતેએ પણ નારા લગાવનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">