Coal Crisis in Maharashtra: ફક્ત બે દિવસ ચાલે તેટલો જ બચ્યો છે કોલસો, વીજ સંકટ અંગે ઉર્જા રાજ્ય મંત્રીએ માહિતી આપી

મહારાષ્ટ્રના ઉર્જા રાજ્યમંત્રી પ્રાજક્ત તનપુરેએ કહ્યું છે કે રાજ્યમાં માત્ર બે દિવસની વીજળી પેદા કરવા માટે પૂરતો કોલસો છે. જો કે તેમણે એ પણ ખાતરી આપી હતી કે તહેવારો સમયે પ્રજાને દરેક સંભવિત રીતે લોડ શેડિંગથી બચાવવામાં આવશે.

Coal Crisis in Maharashtra: ફક્ત બે દિવસ ચાલે તેટલો જ બચ્યો છે કોલસો,  વીજ સંકટ અંગે ઉર્જા રાજ્ય મંત્રીએ માહિતી આપી
Coal Crisis India

મહારાષ્ટ્ર અંધકાર તરફ આગળ (Power Crisis in Maharashtra) વધી રહ્યું છે. રાજ્યમાં માત્ર બે દિવસ ચાલે તેટલો કોલસાનો સ્ટોક બાકી છે. રાજ્યના થર્મલ પાવર પ્લાન્ટમાં (thermal power plants) વીજળી પેદા કરવા માટે કોલસો નથી. અત્યારે બે દિવસ પછીની કોઈ તૈયારી નથી. પ્રયાસો ચાલુ છે. પરંતુ અત્યાર સુધી પરિસ્થિતિ એવી છે કે બે દિવસ પછી વીજળી કેવી રીતે ઉત્પન્ન થશે તેનો કોઈ પ્લાન ચાર્ટ તૈયાર નથી.

 

મહારાષ્ટ્રના  ઉર્જા રાજ્યમંત્રી પ્રાજક્ત તનપુરેએ (Prajakt Tanpure, Minister of State for Energy) પોતે આ વાત કહી છે. તનપુરેએ કહ્યું છે કે રાજ્યમાં માત્ર આટલો જ કોલસો (Coal Crisis in Maharashtra) છે, જેનાથી  બે દિવસ ચાલે તેટલી વીજળી પેદા થઈ શકશે. જો કે, મંત્રીએ એવી ખાતરી પણ આપી છે કે જનતા પરેશાન ન થાય. તહેવાર દરમિયાન, જનતાની માથે વીજળીનું સંકટ નાખવામાં આવશે નહીં.

 

કોલસાની અછત અંગે તનપુરેએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘દેશભરમાં થયેલી કોલસાની અછતની કટોકટીએ મહારાષ્ટ્રને પણ અસર કરી છે. કેન્દ્ર સરકારના નિયંત્રણ હેઠળની કોલસાની ખાણોમાં કામ કરતા કામદારો ઓગસ્ટ મહિનામાં હડતાલ પર ઉતર્યા હતા. આ પછી મુશળધાર વરસાદમાં પણ કામ બંધ કરવામાં આવ્યું હતું. તેના કારણે કોલસાની અછતની સમસ્યા ઉભી થઈ છે.

 

‘આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કોલસાની કિંમત બમણી થઈ ગઈ’

ઉર્જા રાજ્યમંત્રી પ્રાજક્ત તનપુરેએ વધુમાં જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય બજારમાં કોલસાની કિંમત બમણી થઈ ગઈ છે. તેની અસર થર્મલ પાવર પ્લાન્ટ્સને પુરા પાડવામાં આવતા કોલસાના પુરવઠા પર પણ પડી છે. અમે કેન્દ્ર સરકારને રાજ્યમાં કોલસાનો વધુ સ્ટોક મોકલવા અપીલ કરી છે. મહારાષ્ટ્રમાં વીજળીનું સંકટ ન આવે તે માટે અમે દરેક પ્રયાસ કરી રહ્યા છીએ. લોડ શેડિંગની જરૂર ન પડે, રાજ્ય સરકાર તેના માટે પુરતા પ્રયાસ કરી રહી છે. તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

 

દેશના ગૃહમંત્રી અમિત શાહે વીજળી સંકટ અંગે મહત્વની બેઠક યોજી હતી

જણાવી દઈએ કે સોમવાર (11 ઓક્ટોબર)ના રોજ ગૃહમંત્રી અમિત શાહે પણ કોલસાની અછતને કારણે દેશમાં સર્જાય રહેલા ઉર્જા સંકટ અંગે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી આર.કે. સિંહ (R.K.Singh) અને કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ પણ હાજરી આપી હતી.

 

આ સાથે નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન (NTPC)ના અધિકારીઓ પણ જોડાયા હતા. બેઠકમાં કોલસા સ્ટોકની સ્થિતિનું નિરીક્ષણ કરતી કોર મેનેજમેન્ટ ટીમ (CMT)એ ખાતરી આપી હતી કે ત્રણ દિવસ પછી કોલસાની ડીસ્પેચ પ્રતિ દીન 1.7 મેટ્રીક ટન સુધી પહોંચવાની શક્યતા છે. આનાથી કોલસા પુરવઠા અને વીજળીની સ્થિતિમાં સુધારો થશે.

 

આ પણ વાંચો :  Maharashtra Bandh: અમૃતા ફડણવીસે મહારાષ્ટ્ર બંધ વચ્ચે ટ્વીટ કરીને પૂછ્યું- ‘આજે વસુલી ચાલુ છે કે બંધ?’

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati