Maharashtra Politics: શિંદે જૂથના ધારાસભ્યોને મળવા તાજ હોટલ પહોંચ્યા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના રાજકારણમાં (Maharashtra Politics) નવી સરકારનો ઉદય થયો છે. એકનાથ શિંદે હવે રાજ્યના નવા મુખ્યમંત્રી છે અને હવે તેમની સામે આગામી મોટો પડકાર ફ્લોર ટેસ્ટ પાસ કરવાનો છે.

Maharashtra Politics: શિંદે જૂથના ધારાસભ્યોને મળવા તાજ હોટલ પહોંચ્યા મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ
Devendra Fadnavis (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 10:15 PM

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દીવસોથી ચાલી રહેલા રાજકીય સંકટનો (Maharashtra Political Crisis) અંત આવ્યો છે. નવી સરકારનો ઉદય થયો છે. નોંધનીય છે કે, આવતીકાલથી મહારાષ્ટ્રમાં બે દિવસીય વિધાનસભા સત્ર શરૂ થવાનું છે, ત્યારે ગોવાહાટીમાં રહેલા શિંદે જુથના ધારાસભ્યો મુંબઈ પહોચ્યા છે. તમામ ધારાસભ્યોને તાજ હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલ છે કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ (Deputy CM Devendra Fadnavis) શિંદે જૂથના ધારાસભ્યોને મળવા તાજ હોટલ પહોંચ્યા હતા.

એકનાથ શિંદેએ બહુમતી સાબિત કરવી પડશે

મહારાષ્ટ્રના રાજ્યપાલે રવિવાર અને સોમવારે બે દિવસનું વિશેષ વિધાનસભા સત્ર બોલાવ્યું છે. આ વિધાનસભા સત્ર ખાસ છે કારણ કે નવનિયુક્ત મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે આ બે દિવસીય વિધાનસભા સત્રમાં બહુમતી સાબિત કરવાની છે. એકંદરે, આ બે દિવસીય વિધાનસભા સત્ર એકનાથ શિંદે સરકારની ફ્લોર ટેસ્ટ છે. મળતી માહિતી મુજબ, એકનાથ શિંદે સરકાર સોમવારે ફ્લોર ટેસ્ટ આપવાની છે. બીજી તરફ રવિવારે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે. શનિવારે સ્પીકર માટે નોમિનેશન ભરવાનો છેલ્લો દિવસ હતો.

શિંદેની બહુમતી પહેલા સ્પીકરની ચૂંટણી ચિત્ર સ્પષ્ટ કરશે

નવનિયુક્ત મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સરકારને સોમવારે ફ્લોર ટેસ્ટમાંથી પસાર થવું પડશે, પરંતુ નવી નિયુક્ત સરકારની પ્રથમ કસોટી સ્પીકરની ચૂંટણી છે, જે નવી સરકારની બહુમતીનું ચિત્ર સ્પષ્ટ કરશે. વાસ્તવમાં મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી રવિવારે યોજાવાની છે. જેના માટે ભાજપે ધારાસભ્ય રાહુલ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા છે. તો શિવસેનાએ રાજન સાલ્વીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ ચૂંટણીમાં જે પણ રાજકીય પક્ષ જીતે તેની તરફેણમાં સોમવારે ફ્લોર ટેસ્ટ થવાની સંભાવના છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ઉદ્ધવ સાથે બળવો કર્યા પછી, શિંદે ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા

એકનાથ શિંદેએ ભાજપના સમર્થનથી મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. જો કે શિવસેનાના બળવાખોર ધારાસભ્યો પણ તેમની તરફેણમાં છે. 20 જૂને એકનાથ શિંદેએ શિવસેના પ્રમુખ અને તત્કાલીન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો હતો. જે બાદ તેમણે ઘણા ધારાસભ્યો પોતાના પક્ષમાં હોવાનો દાવો કર્યો હતો. જેમ જેમ દિવસ આગળ વધતા ગયા તેમ તેમ શિંદેને સમર્થન આપનારા ધારાસભ્યોની સંખ્યા 37 થી વધીને 40 થઈ ગઈ. જે બાદ રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરે સરકારને ફ્લોર ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું, જેને બાદમાં સુપ્રીમ કોર્ટે પણ મંજૂરી આપી હતી, પરંતુ કોર્ટના નિર્ણય બાદ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જે બાદ એકનાથ શિંદેએ બળવાખોર ધારાસભ્યો અને બીજેપીના સમર્થનમાં સરકાર બનાવી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">