Maharashtra Politics Crisis : દેવેન્દ્ર ફડણવીસ સીધા મુંબઈ આવ્યા અને રાજભવન પહોંચ્યા, ભાજપના સરકાર રચવાના સંકેત

Maharashtra Politics Crisis : મહારાષ્ટ્રમાં સતત ગરમાયેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપ સક્રિય બન્યું છે. જેમાં અમિત શાહ અને નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ સીધા મુંબઈ આવ્યા  હતા અને તેમના નિવાસ પર બેઠક બાદ  સીધા રાજભવન પહોંચ્યા છે. જે   ભાજપના સરકાર બનાવવાના સંકેત આપ્યા છે.

Maharashtra Politics Crisis :  દેવેન્દ્ર ફડણવીસ સીધા મુંબઈ આવ્યા અને રાજભવન પહોંચ્યા, ભાજપના સરકાર રચવાના સંકેત
Devendra fadnavis Meet Governor Bhagat Singh Koshyari
TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Jun 28, 2022 | 10:30 PM

Maharashtra Politics Crisis : મહારાષ્ટ્રમાં (Maharashtra) સતત ગરમાયેલા રાજકીય સંકટ વચ્ચે ભાજપ સક્રિય બન્યું છે. જેમાં અમિત શાહ અને નડ્ડા સાથે મુલાકાત કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ(Devendra fadnavis )  સીધા મુંબઈ આવ્યા  હતા અને તેમના નિવાસ પર બેઠક બાદ  સીધા રાજભવન(Rajbhavan)  પહોંચ્યા છે. જે   ભાજપના સરકાર બનાવવાના સંકેત આપ્યા છે.એકનાથ શિંદે જૂથના બળવા બાદ મહા વિકાસ અઘાડીની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે 38 ધારાસભ્યોએ મહા વિકાસ અઘાડીને સમર્થન પાછું ખેંચી લીધું છે. જેની નકલ રાજ્યપાલને આપવામાં આવશે. જેની બાદ દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલને તેમની બહુમતી સાબિત કરવાનો આદેશ આપવા માટે અપીલ કરશે. દેવેન્દ્ર ફડણવીસ વિધાન પરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દરેકર સાથે રાજભવન પહોંચ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસે દિલ્હી જઈને આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

મહા વિકાસ અઘાડી લઘુમતીમાં હોવાનો દાવો કરીને, દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલની દરમિયાનગીરી માંગી શકે છે અને મહા વિકાસ અઘાડીને બહુમતી સાબિત કરવા માટે અપીલ કરી શકે છે. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે દિલ્હી જઈને આજે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ બેઠક લગભગ અડધો કલાક ચાલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફડણવીસ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પણ મળ્યા હતા. આ પછી દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે વાત કરી ન હતી અને એરપોર્ટથી સીધા જ મુંબઈ ગયા હતા. મુંબઈ આવતાની સાથે જ ભાજપના નેતાઓ તેમને મળવા સાગર બંગલા સ્થિત તેમના ઘરે પહોંચ્યા હતા. ટૂંકી બેઠક બાદ દેવેન્દ્ર ફડણવીસ સીધા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળવા રાજભવન પહોંચ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ સમક્ષ ચાર બાબતો મૂકી શકે છે

ફડણવીસ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી સમક્ષ ચાર બાબતો મૂકી શકે છે. એક, ફડણવીસ રાજ્યપાલ સમક્ષ સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથની અરજીની નકલ રાજ્યપાલને આપી શકે છે. બીજી આ અરજીના આધારે તેઓ મહા વિકાસ અઘાડી લઘુમતીમાં હોવાનો દાવો કરી શકે છે. ત્રીજી સરકાર લઘુમતીમાં છે તેથી રાજ્યપાલને હસ્તક્ષેપ કરવા માંગ કરી શકે છે. ચોથી વાત બહુમતી સાબિત કરવા માટે મહા વિકાસ અઘાડીને આદેશ આપવા રાજ્યપાલને વિનંતી કરી શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati