Maharashtra Political Crisis: ‘એક તરફ ડુક્કર, ગટર કહેવું અને બીજી તરફ ભાવનાત્મક અપીલ કરવાનો અર્થ શું છે?’, શિંદેનો સીએમ ઠાકરેને સવાલ 

સીએમ ઉદ્ધવ ઠાકરેની (CM Uddhav Thackeray) ભાવુક અપીલ અને પછી એકનાથ શિંદેના ટ્વીટ પછી સંજય રાઉત અને આદિત્ય ઠાકરેએ તેમની જીભ પર લગામ લગાવી છે અને ગિયર બદલ્યા છે.

Maharashtra Political Crisis: 'એક તરફ ડુક્કર, ગટર કહેવું અને બીજી તરફ ભાવનાત્મક અપીલ કરવાનો અર્થ શું છે?', શિંદેનો સીએમ ઠાકરેને સવાલ 
Eknath Shinde & CM Uddhav Thackrey Image Credit source: File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 11:30 PM

મંગળવાર (28 જૂન) મહારાષ્ટ્રના રાજકીય સંકટનો આઠમો (Maharashtra Plitical Crisis) દિવસ હતો. બપોરે સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને એક ભાવનાત્મક પત્ર લખ્યો હતો. આ પછી, બળવાખોર ધારાસભ્યોના નેતા એકનાથ શિંદેએ (Eknath Shinde) સાંજે એક ટ્વિટ કર્યું. આ ટ્વીટમાં તેમણે સીએમ ઉદ્ધવ ઠાકરેને સવાલ કર્યો કે એક તરફ તેમને અને તેમના સમર્થકોને ડુક્કર, ગટરની ગંદકી, કૂતરો કહીને સંબોધવામાં આવી રહ્યા છે તો બીજી તરફ તેઓ શિવસૈનિકોને આવીને ચર્ચા કરવા ભાવુક અપીલ કરી રહ્યા છે. આ બેવડું વલણ અપનાવવા પાછળનું કારણ શું છે?

એકનાથ શિંદેએ લખ્યું છે કે ‘એક તરફ અમારા બાળકો અને પૂજનીય બાળાસાહેબના શિવસૈનિકોને ભૂંડ, ગટરની ગંદકી, ભેંસ, કૂતરો, જાહીલ અને લાશ કહેવામાં આવી રહ્યા છે. અમારા આટલા બાપ- તેટલા બાપના ટોણા મારવામાં આવે છે તો બીજી તરફ, હિંદુ વિરોધી મહા વિકાસ આઘાડી સરકારને બચાવવા માટે આ ધારાસભ્યોને આવીને ચર્ચા કરીને ઉકેલ લાવવાની ભાવુક અપીલ કરવામાં આવી રહી છે. આનો અર્થ શું છે?’ શિંદેએ તેમના ટ્વિટમાં આ પ્રશ્નો ઉઠાવ્યા છે. એટલે કે એ સ્પષ્ટ છે કે એકનાથ શિંદેએ સીએમ ઉદ્ધવ ઠાકરેની અપીલને ફગાવી દીધી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આદિત્ય ઠાકરે અને સંજય રાઉતની ભાષા બેલગામ, શિંદેની કસી કમાન

એકનાથ શિંદેએ તેમના ટ્વીટમાં જે શબ્દો કહ્યા છે તે તમામ શબ્દોનો આદિત્ય ઠાકરે અને સંજય રાઉતે ઉપયોગ કર્યો છે. મુંબઈમાં શિવસેનાની રેલીને સંબોધતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે જે થયું તે સારું થયું, વરસાદ પહેલા ગટરોની ગંદકી સાફ થઈ ગઈ. સંજય રાઉતે કહ્યું હતું કે ગુવાહાટીમાં ભેંસોની બલી ચઢાવવામાં આવે છે. 40 અહીંથી પણ ગયા છે. તેઓ પાછા નહીં ફરે, તેમના મૃતદેહો પાછા આવશે. તેમનો અંતરાત્મા મરી ગયો છે, તેઓ એક જીવંત શબ છે. રાઉતે બળવાખોરોને જાહીલ પણ કહ્યા અને તેમની સરખામણી કૂતરાઓ સાથે કરી હતી.

હવે બદલાયો ગિયર, ‘MVA માંથી બહાર આવવા તૈયાર, આવીને વાત તો કરો ડિયર’

પરંતુ સીએમ ઉદ્ધવ ઠાકરેની લાગણીસભર અપીલ અને પછી એકનાથ શિંદેના ટ્વિટ પછી સંજય રાઉત અને આદિત્ય ઠાકરેએ પોતાની જીભ પર લગામ લગાવી છે અને ગિયર બદલ્યા છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે જે લોકો આવીને અમારી સાથે વાત કરવા માગે છે તેમના માટે દરવાજા ખુલ્લા છે. સંજય રાઉતે અલીબાગની રેલીમાં કહ્યું, ‘અમે મહા વિકાસ અઘાડીમાંથી બહાર આવવા તૈયાર છીએ. મુંબઈ આવીને ચર્ચા તો કરો.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">