Maharashtra Political Crisis: મહારાષ્ટ્રની રાજનીતિનું હાલ કેન્દ્રસ્થાન ગુવાહાટી(Guwahati) બન્યું છે. મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો હાલ ગુવાહાટીમાં હોટલમાં (HOTEL) રોકાયેલા છે. પરંતુ, આ ધારાસભ્યોને ફાઇવસ્ટાર હોટલમાં (cost of the hotel)રોકાણનો ખર્ચો સાંભળીને ચોંકી જવાશે. આ બળવાખોરોને હાલ ખર્ચો કરોડોમાં પહોંચી ગયો છે. એક અહેવાલ અનુસાર, શિંદે અને અન્ય બળવાખોર શિવસેના ધારાસભ્યો જ્યાં રોકાયા છે તે ફાઇવ સ્ટાર હોટલના 70 રૂમ 1.12 કરોડ રૂપિયામાં 10 દિવસ માટે બુક કરવામાં આવ્યા છે.
ગુવાહાટીની ફાઇવ સ્ટાર હોટેલ ‘રેડિસન બ્લુ’ આ સમયે મહારાષ્ટ્રની રાજનીતિનું કેન્દ્ર બનેલી છે. શિવસેનાના બળવાખોર ધારાસભ્યો અહીં રોકાયા છે. મુંબઈથી લગભગ 3,000 કિલોમીટર દૂર આ લક્ઝરી હોટલમાં મહા વિકાસ અઘાડી અને સીએમ ઉદ્ધવ ઠાકરેના રાજકીય ભવિષ્યની સ્ક્રિપ્ટ લખવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હોટલમાં 10 દિવસ માટે 70 રૂમ બુક કરવામાં આવ્યા છે.
હોટલના સૂત્રો અને સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર આ 70 રૂમનું સાત દિવસનું ભાડું 1.12 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે. આ સિવાય ભોજન અને અન્ય સુવિધાઓ માટે 8 લાખ રૂપિયાનો અલગથી ખર્ચ છે. જણાવવામાં આવી રહ્યું છે કે એકનાથ શિંદે સહિત શિવસેનાના બળવાખોર ધારાસભ્યો જ્યાં રોકાયા છે તે હોટલમાં 196 રૂમ છે. જેમાંથી ધારાસભ્યો માટે 70 રૂમ બુક કરવામાં આવ્યા છે.
ચાર્ટર્ડ ફ્લાઇટ અને ટ્રાન્સપોર્ટ ચાર્જ અલગ છે
સુરતથી ગુવાહાટીની ચાર્ટર્ડ ફ્લાઈટ પણ સસ્તી ન હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. દેશમાં મોટાભાગની ચાર્ટર સેવાઓ, જેમ કે જેટ સેટ ગો, એમ્બ્રેર ERJ-135LR એરક્રાફ્ટની કિંમત નક્કી કરે છે જે સુરતથી ગુવાહાટી ફ્લાઇટ માટે 30થી વધુ લોકોને લઈ જવા માટે સક્ષમ છે જે રૂ. 50 લાખથી વધુ હોવાનું કહેવાય છે. આમાં હોટલ અને અન્ય પરિવહન વ્યવસ્થાનો ખર્ચ પણ ઉમેરાયો છે, ઉપરાંત અન્ય ખર્ચાઓ જે અત્યાર સુધી જાણી શકાયા નથી.
સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ બળવાખોર ધારાસભ્યોના કારણે હોટેલ મેનેજમેન્ટ નવું બુકિંગ પણ નથી લઈ રહ્યું. અહીં, હોટેલમાં અન્ય લોકો-પ્રવાસીઓ માટે ભોજન સમારંભ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જે લોકો હોટલોમાં રોકાયા છે તેમના માટે રેસ્ટોરન્ટ પણ ખોલવામાં આવી રહી છે.
એકનાથ શિંદેનો દાવો, 46 ધારાસભ્યો મારી સાથે છે
બળવાખોર વિધાયક દળના નેતા એકનાથ શિંદેએ કહ્યું છે કે મારી સાથે 46 ધારાસભ્યો છે. શિંદેએ શિવસેના પાસે એનસીપી અને કોંગ્રેસ સાથે ગઠબંધન તોડવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે MVAને કારણે શિવસેનાને ઘણું નુકસાન થયું છે. શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરવું જોઈએ. 10 દિવસ માટે બળવાખોર ધારાસભ્યોની હોટલ બુકિંગ દર્શાવે છે કે આ રાજકીય લડાઈ લાંબા સમય સુધી ચાલશે.