OMG : આકાશમાંથી પડ્યો સોનાનો પથ્થર ! આ ખેડુત રાતો-રાત બની ગયો કરોડપતિ

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના (Osmanabad district) વાશિમ ગામમાં એક અજીબ ઘટના બની છે.જ્યારે એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક આકાશમાંથી એક સોનાનો પથ્થર પડ્યો. આ ચમત્કાર જોઈને ખેડુત પણ ચોંકી ગયો.

OMG : આકાશમાંથી પડ્યો સોનાનો પથ્થર ! આ ખેડુત રાતો-રાત બની ગયો કરોડપતિ
Golden Stone (File Photo)

Maharashtra : ‘દેને વાલા જબભી દેતા, દેતા છપ્પડ ફાડ કે’ તમે આ કહેવત સાંભળી જ હશે. પરંતુ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે કે એક ખેડૂત આકાશમાં વરસાદની રાહ જોઈને બેઠો હોય, પરંતુ વરસાદ પડવાને બદલે આકાશમાંથી સોનાનો પથ્થર (Golden Stone) પડે. મહારાષ્ટ્રના એક ખેડૂત સાથે પણ કંઈક આવું જ થયું છે. આ ચમત્કાર જોઈને ખેડુતની આંખોને પણ વિશ્વાસ નથી આવી રહ્યો.

આકાશમાંથી પડ્યો સોનાનો પથ્થર

તમને જણાવી દઈએ કે, આ ઘટના મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લાના (Osmanabad district)વાશિમની છે. શુક્રવારે જ્યારે એક ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક આકાશમાંથી એક પથ્થર પડ્યો.ખેડૂતથી સાત-આઠ ફૂટના અંતરે પડેલા આ પથ્થર જોઈને ખેડુત ડરી ગયો. પરંતુ બાદમાં ખેડુતે જોયુ તો તેની આંખો ખુલ્લી રહી ગઈ, કારણ કે તે કોઈ સામાન્ય પથ્થર નહોતો. પરંતુ સોનાનો પથ્થર હતો.

આવી ઘટના પહેલા ક્યારેય બની નથી

આ ઘટનાએ સમગ્ર ઉસ્માનબાદમાં કોતુહલ સર્જ્યુ છે. જંગલમાં લાગેલી આગની જેમ આ સમાચાર સોશિયલ મીડિયા (Social Media) પર પણ વાયરલ થવા લાગ્યા. મળતા અહેવાલ અનુસાર એકદમ સોનાની ચમક ધરાવતો આ પથ્થર (Golden Stone) કિલ્લાઓનો છે. ત્યારે આ ઘટના હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે.ખેડુતના ખેતરમાં પડેલ આ સોનાનો પથ્થર શું ભગવાનનો કોઈ ચમત્કાર છે ? પરંતુ ગામલોકોના મતે આ વિસ્તારમાં ક્યારેય પણ આ પ્રકારની ઘટના બની નથી.

આકાશમાંથી પથ્થર પડતા ખેડુત ગભરાઈ ગયો

હાલમાં આ પથ્થર તહસીલ કચેરીમાં જમા કરાવવામાં આવ્યો છે. જે ખેડૂતના ખેતરમાં થયેલો આ ચમત્કાર છે કે કોઈ ભૌગોલિક ઘટના તે અંગે લોકો જાણવા ઉત્સુક છે.મહારાષ્ટ્રના (Maharashtra) ઉસ્માનબાદ જિલ્લામાં ભારે વરસાદ થયો છે. આથી જ્યારે ખેડુત પોતાનો પાક લેવા માટે ખેતરે ગયો હતો,ત્યારે આ ઘટના બની હતી.બાદમાં તેણે તરત જ આ અંગેની જાણ તહસીલ કચેરીને કરી હતી.

ભૂ વૈજ્ઞાનિકોનું આ વિશે શું કહેવું છે?

હાલમાં, આ પથ્થરની (Golden Stone) પ્રાથમિક તપાસ બાદ, તેને ભારતના ભૂ વૈજ્ઞાનિક વિભાગને મોકલવામાં આવ્યો છે. શરૂઆતમાં, ભૂસ્તરશાસ્ત્રીઓ તેને ઉલ્કાની ઘટના તરીકે વિચારી રહ્યા છે. પથ્થરની લંબાઈ 7 ઇંચ અને પહોળાઈ 6 ઇંચ છે. તેની જાડાઈ લગભગ સાડા ત્રણ ઇંચ છે.

 

આ પણ વાંચો: કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે, મહારાષ્ટ્રમાં ઓક્સિજનને લઈને જાહેર કરવામાં આવી ગાઈડલાઈન

આ પણ વાંચો:  Maharashtra : સવારે સ્કૂલો અને રાત્રે મંદિરો ખોલવા અંગે મહત્વની જાહેરાત, નવરાત્રી પહેલા સરકારે આપ્યો હેપીનેસનો ડબલ ડોઝ !

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati