AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MAHARASHTRA : મહારાષ્ટ્રમાં આગામી 15 દિવસ લાગુ રહેશે કડક પ્રતિબંધો, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત

MAHARASHTRA : મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં 15 દિવસના કડક પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી છે.

MAHARASHTRA : મહારાષ્ટ્રમાં આગામી 15 દિવસ લાગુ રહેશે કડક પ્રતિબંધો, મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કરી જાહેરાત
CM uddhav thackeray
| Updated on: Apr 13, 2021 | 9:41 PM
Share

MAHARASHTRA :  દેશમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના હોટસ્પોટ બનેલા મહારાષ્ટ્રમાં આખરે કડક પ્રતિબંધોની જાહેરાત થઇ ગઈ છે. મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં 15 દિવસ સુધી કડક પ્રતિબંધોની જાહેરાત કરી છે. આ પ્રતિબંધો 14 એપ્રિલ રાત્રે 8 થી 30 એપ્રિલ સુધી લાગુ રહેશે. આ કડક પ્રતિબંધોમાં મેડીકલ સેવાઓ અને આવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવી છે.પ્રતિબંધોના ભંગ કરવ બદલ એપેડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધાશે.

કઈ કઈ સેવા શરૂ રહેશે ? MAHARASHTRA માં આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે માત્ર આવશ્યક સેવાઓ 15 દિવસ સુધી ચાલુ રહેશે. કોઈપણ જરૂરિયાત વિના ટ્રાફિક બંધ રહેશે સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ થશે. બિનજરૂરી રીતે ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે. લોકલ અને અન્ય બસો દોડતી રહેશે. ઓટો-ટેક્સી સેવાઓ પણ શરૂ રહેશે.

12 લાખ મજૂરો માટે આર્થિક સહાયની જાહેરાત મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી કે 12 લાખ મજૂરોને 1500-1500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. તેમણે કહ્યું કે રિક્ષાચાલકોને પણ 1500 રૂપિયા પણ આપવામાં આવશે. આ ઉપરાંત આદિવાસીઓને 2000 રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવશે. અમે ફક્ત કોવિડ સંબંધિત સુવિધાઓ માટે 3 હજાર 3 સો કરોડ રૂપિયા રાખ્યા છે. ઉદ્ધવ સરકારે સાડા પાંચ હજાર કરોડની આર્થિક સહાયનું પેકેજ તૈયાર કર્યું છે.

ઉદ્ધવ ઠાકરે સરકારના મહત્વના નિર્ણયો

1) અવર-જવર પર પ્રતિબંધ, બુધવારથી સમગ્ર રાજ્યમાં કલમ 144 લાગુ થશે

2) બુધવારે રાત્રે 8 વાગ્યાથી શરૂ થશે  ‘સાંકળ તોડો’ અભિયાન

3) મીડિયા કાર્યકરોને રાજ્યમાં મુસાફરી કરવાની છૂટ આપવામાં આવશે

4) રેશનકાર્ડ ધારકોને ત્રણ મહિના માટે મફત રેશન આપવામાં આવશે

5) લોકલ ટ્રેન અને બસ સેવા ફક્ત આવશ્યક સેવાઓ માટે રહેશે.

6) બેંકિંગ અને ઇ-કોમર્સ સેવાઓ ચાલુ રહેશે, પેટ્રોલ પમ્પ ખુલ્લા રહેશે

7) આર્થિક મદદ માટે સાડા પાંચ હજાર કરોડ રૂપિયાનું પેકેજ

8) 12 લાખ મજૂરોને રૂ.1500 ની આર્થિક સહાય આપવામાં આવશે

9) રાજ્યના રિક્ષાચાલકોને 1500 રૂપિયાની રોકડ સહાય મળશે

10) આદિવાસીઓને 2000 રૂપિયાની આર્થિક સહાય આપવાનો નિર્ણય

11) રાજ્યના નોંધાયેલા ફેરીવાળાઓને પણ સરકાર આર્થિક મદદ કરશે

12) શિવ ભોજન થાળી માટે કોઈ ચાર્જ વસુલવામાં આવશે નહીં

સરકારે તમામ પ્રયત્નો કર્યા : સીએમ ઉદ્ધવ ઠાકરે રાજ્યને સંબોધન કરતાં સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. અહીં કોરોના વાયરસ નિયંત્રણ બહાર ગયો છે. કોરોના માટે બનાવવામાં આવેલી બધી સુવિધાઓ ટૂંકી પડવા માંડી છે. પરિસ્થિતિ ખૂબ જ ડરામણી બની છે. મહારાષ્ટ્રની હોસ્પિટલોમાં જબરદસ્ત દબાણ છે.

સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત છે.અમે કેન્દ્ર સરકાર પાસે વધુ ઓક્સિજનની માંગ કરી છે. અમે બાકીના રાજ્યોમાંથી પણ ઓક્સિજનની માંગ કરી રહ્યા છીએ. આવી સ્થિતિમાં, કેન્દ્ર સરકાર મહારાષ્ટ્રમાં માર્ગ કનેક્ટિવિટી તેમજ હવાઈ માર્ગે પૂરા પાડવા માટે સક્ષમ છે.

g clip-path="url(#clip0_868_265)">