maharashtra lock down: મહારાષ્ટ્રમાં આજથી કડક લોકડાઉનની અમલવારી, કામ વગર ઘરમાંથી નિકળ્યા તો 10 હજારનો દંડ

maharashtra lock down: મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જ જાય છે. કડક પ્રતિબંધો બાદ પણ મહારાષ્ટ્રની સ્થિતિ બદથી બદતર થઇ રહી છે. ત્યારે હવે ઉદ્ધવ સરકારે નિયમોમાં વધારે કડકાઈ લાવીને તેને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો છે.

| Updated on: Apr 22, 2021 | 9:20 AM

maharashtra lock down: મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિવસે ને દિવસે વધતુ જ જાય છે. કડક પ્રતિબંધો બાદ પણ મહારાષ્ટ્રની સ્થિતિ બદથી બદતર થઇ રહી છે. ત્યારે હવે ઉદ્ધવ સરકારે નિયમોમાં વધારે કડકાઈ લાવીને તેને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો છે. મહારાષ્ટ્રની કેબિનેટની બેઠકમાં તમામ પ્રધાનોએ સીએમ ઉધ્ધવ ઠાકરેને પ્રથમ ચરણની માફક જ સંપૂર્ણ અને કડક લોકડાઉન લગાવવા ભલામણ કરી હતી જો કે  મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાને કહ્યું કે આજે રાત્રીનાં 8 વાગ્યાથી કડક લોકડાઉનની અમલવારી શરૂ કરવામાં આવે. જાણો કેવા પ્રકારનાં નવા નિયમો મહારાષ્ટ્ર સરકાર દ્વારા લગાડવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં મિનિ લોકડાઉન થયા છતાં સતત કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. વધતા કોરોનાના સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં એક વખત ફરી કડક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. સરકારે લોકડાઉનની નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. ગાઈડલાઈન્સ મુજબ સામાન્ય લોકો માટે મેટ્રો અને લોકલ ટ્રેન બંધ રહેશે. આ નવા નિયમ 22 એપ્રિલ સવારે 8 વાગ્યાથી લાગૂ થશે. લોકડાઉન જેવા આ કડક પ્રતિબંધ 1 મે સુધી લાગૂ રહેશે.

હાલમાં રાજ્યની સ્થિતિ ખુબ ગંભીર છે, ત્યારે મહારાષ્ટ્ર સરકાર આ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં કોરોનાની ચેઈન તોડવા માટે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. લોકડાઉનના આ નિર્ણયથી રાજ્યમાં ક્યાંક કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાય તે આશ્રયથી સરકારે લોકડાઉન લગાવ્યું હોઈ શકે. જો મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 7,000થી પણ વધુ કેસ રાજ્યમાં નોંધાયા છે.

લગ્ન સમારોહમાં માત્ર 25 લોકો જ સામેલ થઈ શકે છે અને જ્યાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હશે તે 2 કલાક સુધી જ ચાલશે, આ નિયમ નહીં પાડનારને 50000 રૂપિયાનો દંડ લગાવવામાં આવશે. ત્યારે પ્રાઈવેટ બસો 50 ટકા કેપેસિટી સાથે ચલાવવામાં આવી શકે છે.

એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં બસ ચલાવવા માટે લોકલ ઓથોરિટીને જાણકારી આપવી પડશે અને જે પણ મુસાફર એક જિલ્લાથી બીજા જિલ્લામાં જશે તે 14 દિવસ ક્વોરન્ટાઈનનો સ્ટેમ્પ લગાવવામાં આવશે. જો કે આ અધિકાર લોકલ ઓથોરિટીને આપવામાં આવ્યો છે કે ક્વોરન્ટાઈનનો સ્ટેમ્પ લગાવવાનો નિર્ણય લોકલ ઓથોરિટી લઈ શકે.

લોકલ ટ્રેન, મોનો અને મેટ્રોનો ઉપયોગ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને લોકલ ઓથોરિટીના સ્ટાફની સાથે સાથે ડોક્ટર અને જરૂરી સેવાઓથી જોડાયેલા લોકો જ કરી શકે છે. તે સિવાય સ્ટેટ અને લોકલ ઓથોરિટીની બસો 50 ટકાની ક્ષમતામાં જ ચલાવવામાં આવી શકે છે. લોકલ ટ્રેનને મેડિકલ ઈમરજન્સી માટે પણ ઉપયોગ કરવામાં આવી શકે છે, સાથે જ જે વ્યક્તિને મેડિકલ ઈમરજન્સી છે, તે વ્યક્તિની સાથે જે હાજર રહેશે, તેને પણ પરમિટ કરવામાં આવશે.

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">