મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 597 કેસ, કુલ કેસની સંખ્યા 9915 થઈ

મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 597 કેસ, કુલ કેસની સંખ્યા 9915 થઈ


મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસ બેકાબૂ બની રહ્યો છે. કોરોના વાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 10 હજારને નજીક પહોંચી ગઈ છે. બુધવારના દિવસની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં નવા 597 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે 34 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં 26 લોકો મુંબઈના છે જ્યારે 3 પૂણે શહેરના છે. રાજ્યમાં કુલ કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યા 9915 પહોંચી ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

maharashtra-live-updates-corona-cases-mumbai-pune-ahmadnagar-nagpur-aurangabad-nashik-jalgaonઆ પણ વાંચો :  કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે રાહતના સમાચાર, અમદાવાદની SVPમાંથી 14 દર્દીઓ ડિસ્ચાર્જ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો મુંબઈના ધારાવી સ્લમ વિસ્તારમાં 42 નવા કેસ સામે આવ્યા છે. આ અત્યાર સુધીમાં કોરોના વાઈરસના સૌથી વધારે આંકડો છે. જ્યારે 19 લોકોએ કોરોના વાઈરસના લીધે ધારાવી વિસ્તારમાં જીવ ગુમાવ્યો છે. કોરોનાના સંક્રમણમાં જોવા જઈએ તો મહારાષ્ટ્ર દેશમાં સૌથી વધારે કેસ સાથે પ્રથમ ક્રમાંકે છે. મુંબઈમાં આ કેસને પહોંચી વળવા માટે ડિસ્પેન્સરી વેન શરૂ કરવામાં આવી છે અને તેઓ લોકોના ઘરે ઘરે જઈને તપાસ કરી રહ્યાં છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

કોટામાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા માટે મહારાષ્ટ્ર સરકારે 100 બસ રવાના કરી છે. આ બસ મધ્યપ્રદેશના થઈને કોટા પહોંચશે. જે રુટથી બસ રવાના કરવામાં આવી છે તે જ રુટથી પરત લાવવામાં આવશે. મહારાષ્ટ્રમાં પરત આવનારા વિદ્યાર્થીઓનો ટેસ્ટ કરવામાં આવશે અને 14 દિવસ સુધી ક્વોરન્ટાઈન ફેસેલિટીમાં રાખવામાં આવશે. 14 દિવસ બાદ ફરીથી ટેસ્ટ કરવામાં આવશે અને જેમનો રિપોર્ટ નેગેટિવ હશે તેને જ ઘરે મોકલવામાં આવશે. આ સિવાય મુંબઈ શહેરમાં પોલીસકર્મીઓના વધારે પોઝિટિવ રિપોર્ટ આવી રહ્યાં હોવાથી જેની ઉંમર 55 વર્ષ કરતાં વધારે હશે તેને ઘરે જ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઈરસના લીધે મુંબઈ પોલીસના 3 જવાનોએ જીવ ગુમાવ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Click on your DTH Provider to Add TV9 Gujarati