મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અધ્યક્ષે ઓપરેશન ગંગાને ઢોંગ ગણાવ્યુ, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો વીડિયો શેર કરીને કેન્દ્રની મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અધ્યક્ષે ઓપરેશન ગંગાને ઢોંગ ગણાવ્યુ, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓનો વીડિયો શેર કરીને કેન્દ્રની મોદી સરકાર પર ઉઠાવ્યા સવાલ
'Operation Ganga' has been run for the return of Indians trapped in Ukraine

એક વીડિયો શેર કરીને મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ મોદી સરકારના ઓપરેશન ગંગા અભિયાનને ઢોંગ ગણાવ્યું છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Mar 05, 2022 | 9:57 PM

રશિયા યુક્રેન યુદ્ધના (Russia Ukraine War) કારણે યુક્રેનમાં ફસાયેલા ઘણા ભારતીય વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં તેમના વતન પરત લાવવામાં આવ્યા છે. ઘણા વિદ્યાર્થીઓને યુક્રેનની સરહદે આવેલા દેશોમાં લાવવામાં આવ્યા છે. ત્યાંથી તેમને વતન પરત લાવવામાં આવશે. આ દરમિયાન ગત સપ્તાહે 6 હજાર 222 વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે ભારત લાવવામાં આવ્યા છે. આ માહિતી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઓપરેશન ગંગા’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ અભિયાનને લઈને એક વીડિયો શેર કરતા મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પટોલેએ કેન્દ્રની મોદી સરકારના આ અભિયાનને ઢોંગ ગણાવ્યું છે.

નાના પટોલેએ વીડિયો શેર કરીને લખ્યું કે, ‘ઓપરેશન ગંગા મોદી સરકારનો ઢોંગ છે. વિદ્યાર્થીઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને 600 કિલોમીટર ચાલીને બોર્ડર પર જઈ રહ્યા છે.

વીડિયોમાં ભારતીય વિદ્યાર્થીઓ ગુસ્સામાં શું કહી રહ્યા છે?

આ વીડિયોમાં ભારતીય વિદ્યાર્થીઓ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. તેઓ કહે છે, ‘અમે સુમી સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છીએ. આજે યુદ્ધનો 10મો દિવસ છે. રશિયાએ લોકોને યુક્રેન છોડવા માટે થોડા કલાકો માટે યુદ્ધ રોકી દીધું છે. આ સલામત માર્ગોમાંથી એક મેરીયુપોલમાં હાજર છે. સુમીથી મરીયુપોલ 600 કિમી છે. સવારથી જ અહીં હુમલાઓ થઈ રહ્યા છે.

અમે બધા ગભરાયેલા છીએ. અમે ભારતીય દૂતાવાસની મદદ માટે લાંબા સમય સુધી રાહ જોઈ હતી. હવે અમે વધુ રાહ જોઈ શકતા નથી. અમે અમારો જીવ જોખમમાં મુકીને યુક્રેનની સરહદ તરફ જઈ રહ્યા છીએ. જો અમારા જીવન સાથે કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી ભારત સરકાર અને ભારતીય દૂતાવાસની રહેશે. અમારી સાથે જે પણ થશે, તેને ઓપરેશન ગંગાની નિષ્ફળતા માનવામાં આવશે.

‘આ અમારો છેલ્લો વીડિયો છે…’

આગળ આ વિદ્યાર્થીઓ કહે છે, ‘સુમી સ્ટેટ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો આ છેલ્લો વીડિયો છે. તમે જાણો છો કે અમે સરહદ તરફ આગળ વધી રહ્યા છીએ. એટલા માટે અમે આ વીડિયો શેર કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : Maharashtra: NCPના આ નેતાએ લગાવ્યો દેવેન્દ્ર ફડણવીસ પર અંડરવર્લ્ડ ડોન ઈકબાલ મિર્ચી કનેક્શનને લઈને આરોપ, EDને પત્ર લખી કરી ધરપકડની માગ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati