Maharashtra: સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કોરોના ધારણ કરી રહ્યો છે વિકરાળ સ્વરૂપ, લોકડાઉન અંગે કહી આ વાત

 મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને રાજ્યના લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે લોકડાઉનથી આર્થિક સ્થિતિ નબળી પડશે અને લોકડાઉન લોકોના હિતમાં નથી.

Maharashtra: સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કોરોના ધારણ કરી રહ્યો છે વિકરાળ સ્વરૂપ, લોકડાઉન અંગે કહી આ વાત
સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કોરોના ધારણ કરી રહ્યો છે વિકરાળ સ્વરૂપ
Follow Us:
| Updated on: Apr 02, 2021 | 9:36 PM

Maharashtra: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને રાજ્યના લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે લોકડાઉનથી આર્થિક સ્થિતિ નબળી પડશે અને લોકડાઉન લોકોના હિતમાં નથી.

મહારાષ્ટ્રમાં સાત દિવસમાં કોરોનામાં કેસ સતત વધ્યા છે. તેમજ લોકોએ એકજૂથ થઈને કોરોના સામે લડવાની જરૂર છે. તેમણે કહ્યું કે લોકડાઉનથી આર્થિક સ્થિતિ નબળી પડશે. મહારાષ્ટ્રમાં આજે ૫૦૦ લેબમાં કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. લોકડાઉન જનતાના હિતમાં નથી. તેમણે કહ્યું કે કોરોનાના ટેસ્ટ વધારવાની જરૂર છે. મહારાષ્ટ્રમાં ૭૦ ટકા ટેસ્ટ આરટીપીસીઆર કરવામાં આવે છે. જયારે કોરોના શરૂ થઈ ત્યારે બે લેબ હતી. આજે લેબની સંખ્યા વધી છે.

Maharashtra:ના પૂનામાં નાઇટ કર્ફ્યુની જાહેરાત

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

દેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. જેમાં સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. જેમાં મહારાષ્ટ્રના પૂનામાં નાઇટ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે, જે દેશમાં કોરોનાની નવી લહેરથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર છે. આ નિર્ણય શનિવાર 3 એપ્રિલથી અમલમાં આવશે અને આવતા શુક્રવારે તેની સમીક્ષા કરવામાં આવશે. આ રાત્રિ કર્ફ્યુ સાંજે 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. દેશના ઘણા શહેરોમાં લાદવામાં આવેલા નાઇટ કર્ફ્યુની તુલનામાં આ સૌથી લાંબો કર્ફ્યુ હશે.

બાર, હોટલ, રેસ્ટોરન્ટ પણ આગામી 7 દિવસ માટે બંધ રહેશે

પુનાના વિભાગીય કમિશનર સૌરભ રાવે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, બાર, હોટલ, રેસ્ટોરન્ટ પણ આગામી 7 દિવસ માટે બંધ રહેશે. આ ઉપરાંત લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય કોઈપણ પ્રકારના જાહેર કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. 50 થી વધુ લોકોને લગ્નમાં એકત્ર થવાની મંજૂરી આપવામાં આવશે નહીં અને 20 થી વધુ લોકો અંતિમવિધિમાં ભાગ લઈ શકશે. આ સમય દરમિયાન તમામ ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ બંધ રહેશે.

થાણેમાં કોરોનાના 4,350 નવા કેસ 18 લોકોના મોત

Maharashtra:ના થાણે જિલ્લામાં કોરોના ના 4,350 નવા કેસ નોંધાયા બાદ ચેપગ્રસ્ત કેસોની સંખ્યા વધીને 3,23,661 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 18 દર્દીઓનાં મોતને લીધે જિલ્લામાં મૃત્યુઆંક 6,510 પર પહોંચી ગયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લામાં કોવિડ -19 નો મૃત્યુ દર 1.99 ટકા છે. અત્યાર સુધીમાં 2,83,849 દર્દીઓ સાજા થયા છે અને સાજા થવાનો દર 87 87.99 ટકા રહ્યો છે.

આઠ રાજયોમાં કોરોનાના 84.61 ટકા કેસ

ભારતમાં કોરોનાએ ફરીથી તેની ગતિ વધારી છે. જેના પગલે કેન્દ્ર સરકાર શુક્રવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કેબિનેટ સચિવની બેઠક કરી રહી છે. કેબિનેટ સચિવો વિડીયો કોન્ફરન્સ દ્વારા અસરગ્રસ્ત રાજ્યો સાથે વાતચીત કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બેઠક બાદ કેન્દ્ર રાજ્યો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડશે.

દેશના આઠ રાજયોમાં કોરોનાના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, કેરળ, પંજાબ, તમિલનાડુ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. આ રાજ્યોમાં કોરોનાના 84.61 ટકા કેસ નોંધાયા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">