Maharashtra: વેક્સિન માટે મારામારી ! મુંબઈમાં વેક્સિનેશન કેન્દ્રોની બહાર ઉમટી હજારોની ભીડ, જુઓ વીડિયો

મહારાષ્ટ્ર સરકાર ધારાવીને લઈ સતર્ક છે અને હવે ધારાવીની આખી વસ્તીને 2 થી 3 મહિનાની અંદર કોરોના વેક્સિન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સીકરણ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

Maharashtra: વેક્સિન માટે મારામારી ! મુંબઈમાં વેક્સિનેશન કેન્દ્રોની બહાર ઉમટી હજારોની ભીડ, જુઓ વીડિયો
વેક્સિન માટે મારામારી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 10:16 AM

મહારાષ્ટ્રમાં (Maharashtra) કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેરને કારણે સૌથી વધુ નુકસાન થયું છે. હજી પણ મહારાષ્ટ્રમાં અન્ય તમામ રાજ્યો કરતા વધુ કોરોનાના સક્રિય કેસ છે. કોરોના સંક્રમણથી (Corona) બચવા માટે સરકાર વેક્સિનેશનનું (Vaccination) કામ ખૂબ ઝડપથી કરી રહી છે. સરકાર આ સમયે ધારાવી પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જેથી જો આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર આવે તો અહીંના લોકોને સંક્રમણથી બચાવી શકાય.

આ દરમિયાન શિવસેનાના સાંસદ રાહુલ શેવાલે કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર ધારાવીને લઈ સતર્ક છે અને હવે ધારાવીની આખી વસ્તીને 2 થી 3 મહિનાની અંદર કોરોના વેક્સિન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રસીકરણ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.

શિવસેનાના સાંસદે જણાવ્યું કે, ધારાવીના લોકોને કુલ ત્રણ તબક્કામાં વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં, ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ માટે 10,000 સ્લોટ બુક કરાયા છે. જ્યારે બીજા અને ત્રીજા તબક્કા માટે 30,000 સ્લોટ બુક કરાયા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ આ રસીકરણ કાર્યક્રમ પહેલા ખાનગી હોસ્પિટલોમાં શરૂ થશે. જ્યાં હોસ્પિટલોમાં સ્લોટ બુક કરાયા છે તેમને ઓર્ડર આપવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ગતિ થોડી ધીમી પડી છે. શનિવારે કોરોના વાયરસના 8,296 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 179 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. નવા કેસ આવવાની સાથે રાજ્યમાં કુલ કેસ વધીને 61,49,264 પર પહોંચી ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 6,026 દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો: Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જાણો વિગત

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ અને સાણંદમાં વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">