ધારાસભ્યો પહેલા કોરોના યોદ્ધાઓને ઘર આપો, ભાજપના આ ધારાસભ્યની ઠાકરે સરકારને સલાહ

ધારાસભ્યો પહેલા કોરોના યોદ્ધાઓને ઘર આપો, ભાજપના આ ધારાસભ્યની ઠાકરે સરકારને સલાહ
BJP leader Ram Kadam (file photo)

ઘણા ધારાસભ્યોએ માગ કરી હતી કે મુંબઈ શહેરમાં તેમના હકનું નાનું ઘર હોવું જોઈએ. હાલમાં મનોરા છાત્રાલયનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘણા ધારાસભ્યો હોટલોમાં રોકાયા છે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Mar 25, 2022 | 9:48 PM

મહારાષ્ટ્રમાં (Maharashtra) ધારાસભ્યો સમક્ષ કોવિડ યોદ્ધાઓને (Corona Warriors)  ઘર આપવાની માગ છે. ભાજપના પ્રવક્તા અને ધારાસભ્ય રામ કદમે ઠાકરે (BJP spokesperson Ram Kadam) સરકાર પાસે માગ કરી છે કે, મુંબઈમાં સરકાર દ્વારા મ્હાડાના માધ્યમથી મુંબઈ અને MMR પ્રદેશની બહારના ધારાસભ્યો માટે 300 મકાનો બાંધવામાં આવશે. તે ઘર એવા યોદ્ધાઓને આપવા જોઈએ જેમણે કોવિડમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભાજપના ધારાસભ્ય રામ કદમે આવી માંગણી કરી છે. કદમના જણાવ્યા અનુસાર, “સરકારે પહેલા તેની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ અને કોવિડ યોદ્ધાઓ, જેમણે લોકોની સેવા કરતા પોતાનો જીવ ગુમાવ્યો અને હવે તેમના પરિવાર પાસે છત નથી, આવા પરિવારોને મફત મકાનો આપવામાં આવે.”

કદમે વધુમાં કહ્યું કે હું એ પણ કહેવા માંગુ છું કે અમે ધારાસભ્યોને ઘર આપવાના વિરોધમાં નથી, પરંતુ પહેલા કોવિડમાં જીવ ગુમાવનારા ડોકટરો, નર્સો, BMC સ્ટાફના પરીવારને ઘર આપવામાં આવે. ગુરુવારે ગૃહ નિર્માણ વિષય પર ચર્ચા કરતી વખતે મંત્રી જિતેન્દ્ર આવ્હાડે જાહેરાત કરી હતી કે, જે ધારાસભ્યો મુંબઈ અથવા MMR વિસ્તારમાંથી ચૂંટાઈને આવ્યા નથી, મ્હાડા આવા ધારાસભ્યો માટે 300 ઘર બનાવશે. તેઓએ આ ઘર ખરીદવું પડશે. મ્હાડા, જે મહારાષ્ટ્ર સરકારનો એક ભાગ છે, તે મુંબઈ અને MMR પ્રદેશમાં પોસાય તેવા મકાનો બનાવે છે. સરકાર મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં 300 ઘર બનાવવા જઈ રહી છે.

મનોરા હોસ્ટેલના પુનઃનિર્માણને કારણે હોટલમાં રોકાયેલા ધારાસભ્ય

ઘણા ધારાસભ્યોએ માગ કરી હતી કે મુંબઈ શહેરમાં તેમના હકનું નાનું ઘર હોવું જોઈએ. હાલમાં મનોરા છાત્રાલયનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘણા ધારાસભ્યો હોટલોમાં રોકાયા છે. દૂર-દૂરના વિસ્તારોમાંથી આવેલા ધારાસભ્યો જેમની પાસે મુંબઈમાં કોઈ ઘર નથી તેમને સમસ્યા છે, તેથી જ સરકારે આ નિર્ણય લીધો છે.

તાજેતરમાં, રામ કદમે સીએમ ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને લતા મંગેશકરનું અંતિમ સંસ્કાર સ્થળ શિવાજી પાર્કમાં સ્મારક બનાવવા વિનંતી કરી હતી. પત્રમાં રામ કદમે લખ્યું છે કે જેમ તમે જાણો છો, દિવાંગલ ભારત રત્ન લતા દીદીના અંતિમ સંસ્કાર મુંબઈના શિવાજી મેદાન (શિવાજ પાર્ક) દાદરમાં રાજ્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. આ કારણોસર, લતા દીદીના કરોડો ચાહકો, સંગીતપ્રેમીઓ અને શુભેચ્છકો વતી મારી નમ્ર વિનંતી છે કે શિવાજી પાર્કમાં સ્વર્ગસ્થ ભારત રત્ન લતા દીદીનું સ્મારક તેમના સ્થાને બનાવવામાં આવે. જ્યાં તેઓ પંચતત્વમાં વિલિન થયા.

આ પણ વાંચો :  મહારાષ્ટ્રના નાસિકમાંથી પકડાયો મહાઠગ, એક હજાર કરોડની છેતરપિંડી કરનાર આ રીતે આવ્યો દિલ્હી પોલીસના સકંજામાં

આ પણ વાંચો : નીતિ આયોગના નિકાસ સંબંધિત સૂચકાંકમાં ગુજરાતે સતત બીજી વખત બાજી મારી, મહારાષ્ટ્ર બીજા ક્રમે 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati