Maharashtra: ગુજરાત વિકાસના પંથે છે તો સીએમ કેમ બદલાયા? જાણો ભાજપે શિવસેનાના આ હુમલાનો શું આપ્યો જવાબ

શિવસેનાએ ગુજરાતમાં મુખ્યમંત્રીના પરિવર્તન પર સવાલ ઉઠાવ્યો હતો કે 'ગુજરાત વિકાસના પંથે છે, તો સીએમ કેમ બદલવા પડ્યા ? શું આ ગુજરાત મોડેલ છે? ' ભાજપે આ હુમલાનો મજબૂતીથી સામનો કર્યો. નિતેશ રાણેએ પ્રહરમાં જવાબ આપતા કહ્યું કે 'કોરોના સમયગાળા દરમિયાન તમે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર કેમ બદલ્યા? શું આ મુંબઈનું મોડેલ છે? '

Maharashtra: ગુજરાત વિકાસના પંથે છે તો સીએમ કેમ બદલાયા? જાણો ભાજપે શિવસેનાના આ હુમલાનો શું આપ્યો જવાબ
નિતેશ રાણે અને સંજય રાઉત

ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) સોમવારે જ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હવે નાયબ મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓની પસંદગી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહની (Amit Shah) સલાહથી કરવામાં આવનાર છે.

 

તેમની સામે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવાનો પડકાર છે. ગુજરાતના મુખ્યમંત્રી બદલવાના આ નિર્ણય પર મહારાષ્ટ્રમાં શિવસેના સાંસદ સંજય રાઉતે ‘સામના’ (Shivsena MP Sanjay Raut in Saamana)માં કટાક્ષ કર્યો છે. ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ (Nitesh Rane BJP) શિવસેનાની ટિપ્પણીનો જવાબ ટ્વીટ કરીને આપ્યો છે.

 

સામનાના તંત્રીલેખમાં લખ્યું છે કે ભૂપેન્દ્ર પટેલ ધારાસભ્યોની સંમતિથી ચૂંટાયા હતા, પરંતુ ભૂપેન્દ્રને પણ ખબર નહોતી કે તેઓ મુખ્યમંત્રી બનવાના છે. છેલ્લા 4 વર્ષમાં તેમને સામાન્ય મંત્રી પણ બનાવવામાં આવ્યા ન હતા. તેઓ સીધા મુખ્યમંત્રી બન્યા.

 

આ નામ દિલ્હીથી આવ્યું હતું અને ભાજપ વિધાનસભા પક્ષ દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. જો ધારાસભ્યોએ નેતાની ચૂંટણી માટે મત આપ્યો હોત તો સંમતિની મહોર અન્ય કોઈ નામ પર જ લગાવવામાં આવી હોત. કોંગ્રેસ પક્ષમાં પણ આવું જ થાય છે અને આને આપણે અહીં લોકશાહી કહેવી પડે છે.

 

ભાખરી (મહારાષ્ટ્રમાં પ્રખ્યાત ચોખાની રોટલી) ફેરવવી પડે છે, શું આ ગુજરાત મોડેલ છે?

શિવસેનાએ આગળ તંત્રીલેખમાં લખ્યું “લોકશાહી, શાસન અને વિકાસના ગુજરાત મોડેલનો બલૂન અચાનક આવા પરપોટાની જેમ ફૂટી ગયો છે. જો ગુજરાત રાજ્ય વિકાસ, પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યું હતું તો પછી રાતોરાત આ રીતે મુખ્યમંત્રી બદલવાની જરૂર કેમ થઈ?

 

એ જ રીતે ઉત્તરાખંડ, કર્ણાટકના મુખ્યમંત્રીઓ પણ થોડા દિવસો પહેલા બદલાયા હતા. મધ્યપ્રદેશમાં પણ ફેરફાર કરવામાં આવશે, એવા સંકેતો છે. માત્ર મુખ્યમંત્રી જ નહીં, પરંતુ જે રાજ્યોમાં ભાજપની સરકાર નથી, ત્યાં નેતૃત્વ પરિવર્તન થશે, આવી માહિતી છે.

 

સામનાના તંત્રીલેખમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે જ્યારે બધું સારું હતું, ત્યારે મુખ્યમંત્રીને બદલવાની જરૂર કેમ પડી? સંજય રાઉત લખે છે કે “ક્યાં શું બદલવું છે, તે પક્ષની આંતરિક બાબત છે. ભાખરી ફેરવવી પડતી હોય છે. પરંતુ જ્યારે કોઈ રાજ્યને વિકાસ અથવા પ્રગતિના ‘મોડેલ’ તરીકે સાબિત કરવા માટે હંગામો કરવામાં આવતો હોય છે, ત્યારે અચાનક નેતૃત્વ પરિવર્તન લોકોના મનમાં શંકા પેદા કરે છે.

 

હવે ગુજરાતનો બોજ ભૂપેન્દ્ર પટેલ પર આવી ગયો છે. આગામી વર્ષે  વિધાનસભાની ચૂંટણીઓ છે. પટેલને આગળ રાખીને નરેન્દ્ર મોદીએ જ લડવું પડશે. ગુજરાત મોડેલ કહેવામાં આવી રહ્યું છે, તે આ જ છે કે શું?

 

નિતેશ રાણેએ વળતો પ્રહાર કર્યો, કમિશનર બદલવા પડ્યા, શું આ જ મુંબઈ મોડલ છે?

ભાજપે પણ શિવસેનાના હુમલાનો મજબૂતીથી ‘સામનો’ કર્યો છે. ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ શિવસેના પર જવાબી ‘પ્રહાર’ કર્યો છે. નિતેશ રાણેએ ટ્વીટ કરીને શિવસેનાને પૂછ્યું છે કે કોરોના સમયગાળા દરમિયાન તમે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર(BMC Commissioner) કેમ બદલ્યા? શું આ જ મુંબઈ મોડલ છે? તમારા પેટની નીચે જુઓ કે શું બળી રહ્યું છે?  તમને જણાવી દઈએ કે ‘પ્રહાર’ રાણે પરિવાર દ્વારા પ્રકાશિત મરાઠી અખબાર છે.

 

આ પણ વાંચો :  Maharashtra : કોલેજોમાં એક નવેમ્બરથી શરૂ થશે નવું સત્ર, શું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે ?

Click on your DTH Provider to Add TV9 Gujarati