હવે પાક વીમા યોજનામાં ઘણા ફેરફારો કરવાની જરૂર, મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન દાદા ભૂસેનું નિવેદન

મહારાષ્ટ્રના કૃષિ મંત્રી દાદા ભુસેએ પોતાનો પ્રતિભાવ આપતા કહ્યું કે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં ઘણા ફેરફારો કરવાની જરૂર છે.

હવે પાક વીમા યોજનામાં ઘણા ફેરફારો કરવાની જરૂર, મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન દાદા ભૂસેનું નિવેદન
Symbolic Image
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Nov 19, 2021 | 5:41 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) મોટો નિર્ણય લેતા 3 કૃષિ કાયદાઓ (Farmer Law) પાછા ખેંચવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે ‘ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચી લેવામાં આવશે. જે બાદ મહારાષ્ટ્રના ખેડૂત નેતા અજીત નવેલેએ કહ્યું કે ત્રણ કૃષિ કાયદા પાછી ખેંચવાની જાહેરાત ખેડૂતોના આંદોલનની મોટી જીત છે. 

છેલ્લા એક વર્ષથી ખેડૂતો સંઘર્ષ કરી રહ્યા છે અને ઘણા ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યો છે અને દેશભરમાંથી ખેડૂતો આ આંદોલન સાથે જોડાયેલા છે. ત્યારે મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન દાદા ભૂસે (Maharashtra Agriculture Minister Dada Bhuse) એ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે જો કેન્દ્ર સરકારે આ નિર્ણય અગાઉ લીધો હોત તો ઘણા ખેડૂતોના જીવ બચી શક્યા હોત.

મહારાષ્ટ્રના કૃષિ મંત્રી દાદા ભુસેએ શું કહ્યું?

દાદા ભુસેએ કહ્યું કે ખેડૂતો છેલ્લા એક વર્ષથી આંદોલન કરી રહ્યા છે, હવે આ 3 કાયદાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેનો બધો શ્રેય આંદોલનકારી ખેડૂતોને જાય છે જેમણે વરસાદ અને તડકામાં પણ આંદોલન ચાલુ રાખ્યું હતું.

ભૂસેએ કહ્યું કે જો વડાપ્રધાને ખેડૂતોની હાજરીમાં આ નિર્ણય લીધો હોત તો ઘણું સારું હોત, નિર્ણય મોડો લેવાયો છે જો પહેલા લેવાયો હોત તો કદાચ ઘણા ખેડૂતોના જીવ બચી શક્યા હોત. પરંતુ હવે અમે આ નિર્ણયને આવકારીએ છીએ. આ સિવાય દાદા ભૂસેએ કહ્યું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ઘણા ફેરફારો કરવાની જરૂર છે.

શું કહેવું છે ખેડૂત નેતાનું 

3 કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની જાહેરાત બાદ મહારાષ્ટ્રના ખેડૂત નેતા અજિત નવેલેનું કહેવું છે કે ત્રણ કૃષિ કાયદા રદ્દ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ખેડૂતોના આંદોલનની મોટી જીત છે. આ આંદોલનની સિદ્ધિ ચોક્કસપણે ખેડૂતોના આંદોલનની તાકાતમાં વધારો કરશે.

નવેલેએ વધુમાં જણાવ્યું હતું કે કૃષિ કાયદાને પાછો ખેંચવાની સાથે આ આંદોલનની માંગ છે કે ખેત પેદાશોના દોઢ ગણા ભાવ મળે, કેન્દ્ર સરકારે આ અંગે પણ નિર્ણય લેવો જોઈએ.

નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પ્રતિક્રિયા

ત્રણ કેન્દ્રીય કૃષિ કાયદા પાછા ખેંચવાનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો નિર્ણય ખેડૂતોની એકતા અને મહાત્મા ગાંધી દ્વારા બતાવેલ અહિંસાના માર્ગ સત્યાગ્રહનો વિજય છે. હું યોગ્ય નિર્ણય માટે વડાપ્રધાનનો આભાર માનું છું અને ખેડૂતોને પણ અભિનંદન આપું છું કે આ તેમની જીત છે. અજિત પવારે કહ્યું કે લોકશાહીમાં જનતાની ઈચ્છાશક્તિની જીત થાય છે તે ફરી એકવાર સાબિત થઈ ગયું છે.

ખેડૂતોએ ફટાકડા ફોડી નિર્ણયને આવકાર્યો 

3 કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના નિર્ણયથી મહારાષ્ટ્રના અહમદનગર અને પૂણે સહિત ઘણા જિલ્લાના ખેડૂતોએ ફટાકડા ફોડીને અને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે કાયદો પાછો ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે ખેડૂતોની લડતની સફળતા છે. અમે ખુશ છીએ કે ભલે એક વર્ષ પછી પણ આ કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : મુંબઈમાં આગનો સિલસિલો યથાવત : શહેરના વિલે પાર્લે વિસ્તારમાં ત્રણ માળની ઈમારતમાં ભીષણ આગ, ફાયર ફાઈટરનો કાફલો ઘટના સ્થળે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati