મહારાષ્ટ્રમાં બળાત્કારની 4 ઘટનાઓથી હાહાકાર, મહિલાઓની સલામતી ગંભીર પ્રશ્ન બન્યો

મુંબઈના સાકીનાકામાં બળાત્કારની ઘટના (Mumbai Sakinaka Rape) બાદ પીડિતાનું મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં (Rajawadi Hospital) મોત થયું હતું. મુંબઈમાં આ ઘટના દરમિયાન મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડ, અમરાવતી અને વસઈમાંથી પણ બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી છે.

મહારાષ્ટ્રમાં બળાત્કારની 4 ઘટનાઓથી હાહાકાર, મહિલાઓની સલામતી ગંભીર પ્રશ્ન બન્યો
પ્રતીકાત્મક તસવીર

એક પછી એક બળાત્કારની ચાર ઘટનાઓએ સમગ્ર મહારાષ્ટ્ર અને દેશને સ્તબ્ધ કરી દીધો છે. મુંબઈના સાકીનાકામાં થયેલી બળાત્કારની ઘટના (Mumbai Sakinaka Rape) બાદ પીડિતાનું મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં (Rajawadi Hospital) મોત થયું હતું.

 

મુંબઈમાં બનેલી આ ઘટના દરમિયાન મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડ, અમરાવતી અને વસઈમાંથી પણ બળાત્કારની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આ રીતે મહારાષ્ટ્રમાં મહિલાઓની સલામતી સંબંધિત એક ખૂબ જ ગંભીર પ્રશ્ન ઉભો થયો છે. આરોપીઓને કડક સજા કરવાની માંગ ઉઠી છે.

 

દિલ્હીના ‘નિર્ભયા’ની યાદ અપાવી દેતી મુંબઈની સાકીનાકામાં થયેલી બળાત્કારની ઘટના, પીડિતાનું મોત

મુંબઈના સાકીનાકામાં 10 તારીખે મધ્યરાત્રિએ બળાત્કાર થયા બાદ પીડિતાનું આજે (11 સપ્ટેમ્બર) બપોરે 12 વાગ્યે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. નરાધમે બળાત્કાર બાદ આ 34 વર્ષીય મહિલાને લોખંડના સળિયાથી માર માર્યો હતો અને સળિયાને તેના પ્રાઈવેટ પાર્ટમાં નાખી દીધો હતો. અતિશય રક્તસ્રાવને કારણે પીડિતાનું મૃત્યુ થયું.

 

આરોપીને આજે બાંદ્રા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. દરમિયાન, પીડિતાનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મુંબઈના જે જે હોસ્પિટલ (J.J.H Hospital)માં મોકલવામાં આવ્યો હતો. પીડિતા વેન્ટિલેટર સપોર્ટ પર હતી. પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું નથી કારણ કે તે સતત બેભાન અવસ્થામાં હતી. પરંતુ પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે. જેમાં આરોપી પીડિતાને લોખંડના સળિયાથી ક્રૂર રીતે મારતો જોવા મળે છે.

 

પૂણેને અડીને આવેલા પિંપરી વિસ્તારમાં વર્દીનો રૂઆબ બતાવીને  શિક્ષિકા સાથે બળાત્કાર

મુંબઈની જેમ પૂણેને અડીને આવેલા પિંપરી વિસ્તારમાં પણ નિવૃત્ત મદદનીશ પોલીસ કમિશ્નર હોવાનો રૂઆબ બતાવીને એક નરાધમે એક શિક્ષિકા સાથે બળાત્કારનું કૃત્ય કર્યું છે. સંબંધિત શિક્ષિકાને પૈસાની જરૂર હતી. તેની ઓળખ આરોપી વિકાસ અવસ્થી સાથે હતી. આ કારણે મહિલાએ તેની પાસે પૈસાની માંગણી કરી હતી.

 

આરોપીએ મહિલાને 10 ટકા વ્યાજ પર પૈસા આપવાનું કહીને ઘરે બોલાવી અને બે કોરા ચેક અને બે કોરા કાગળો પર તેની સહી કરાવી લીધી. આ પછી તેણે સંબંધિત શિક્ષિકાને નશાની ગોળીઓ નાખીને સોફ્ટ ડ્રિંક પીવા આપ્યું અને બળાત્કાર કર્યો. આ દરમિયાન આરોપીઓએ મહિલાની નગ્ન હાલતમાં તસવીરો પણ લીધી અને તેને વાયરલ કરીને બદનામ કરવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું.

 

જ્યારે આરોપી વિકાસ અવસ્થી પીડિતાને બાઈક પર બેસાડીને પાછો ડ્રોપ કરવા જતો હતો, તે સમયે પીડિતાએ નારાજગી વ્યક્ત કરી હતી અને ફરિયાદ કરવાની વાત કરી હતી. આના પર આરોપીએ સંબંધિત મહિલાને ધમકી આપી કે તે મહિલા અને તેના પરિવારના સભ્યોને મારી નાખશે. તેમણે કહ્યું કે તે નિવૃત્ત મદદનીશ પોલીસ કમિશ્નર છે અને તેને કંઈપણ નુકસાન પહોંચાડી શક્શે નહીં. દરમિયાન સાંગવી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

 

અમરાવતીમાં સગીર ગર્ભવતી છોકરી પર બળાત્કાર, પીડિતાએ કરી આત્મહત્યા

ત્યારે અમરાવતી જિલ્લાના દરિયાપુર તાલુકાના યેવાડા પોલીસ સ્ટેશનમાંથી પણ આવા જ એક સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અહીં પણ આરોપીએ સગીર છોકરી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો છે. પીડિત યુવતી 17 વર્ષની હતી. મહત્વની વાત એ છે કે પીડિતા માત્ર સગીર જ નહોતી પણ તેના પેટમાં 7 મહિનાની ગર્ભાવસ્થા હતી. ઘટના બાદ પીડિતાએ નિંદાના ડરથી ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. યેવડા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ પોસ્કો (POSCO) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

 

થાણેના વસઈમાં સગીર અને માનસિક વિકલાંગ બાળકી પર બળાત્કાર

મુંબઈને અડીને આવેલા થાણેના વસઈ વિસ્તારમાં માનસિક વિકલાંગ બાળકી પર બળાત્કારની ઘટના પ્રકાશમાં આવી છે. છોકરીની ઉંમર 16 વર્ષ છે. આરોપીએ બાળકીને બળજબરીથી તેના બાઈક પર તેના ઘરની નજીક બેસાડી હતી અને અજાણી જગ્યાએ લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

 

 

આ ઘટના 7 સપ્ટેમ્બરના રોજ બપોરે 2થી 11 વાગ્યાની વચ્ચે બની હતી. આ ઘટનાના બે દિવસ પછી પ્રકાશમાં આવ્યો જ્યારે છોકરીના સંબંધીઓએ વાલીવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ નોંધાયા બાદ વિરાર ક્રાઈમ બ્રાંચ પોલીસે 24 કલાકની અંદર 31 વર્ષીય આરોપીની નાલાસોપારા પૂર્વ વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. પોલીસે આરોપી દ્વારા આ કામ નશાની હાલતમાં કર્યુ હોવાની માહિતી આપી છે.

 

આ પણ વાંચો : એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ કરાવી ગણપતિ દાદાની ગજબ એન્ટ્રી, Video જોઈને તમે પણ બોલશો ‘ગણપતિ બાપ્પા મોરિયા’

Click on your DTH Provider to Add TV9 Gujarati