Maharashtra: મુંબઈને અડીને આવેલા થાણેના રાબોડીમાં ચાર માળની ઈમારતનો સ્લેબ ધરાશાયી, 2ના મોત, 1 ગંભીર

મુંબઈને અડીને આવેલા થાણેના રાબોડીમાં ચાર માળની ઈમારતનો સ્લેબ ધરાશાયી થયો છે. રાબોડીના ખત્રી એપાર્ટમેન્ટમાં સ્લેબ પડવાની આ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે. 1ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. બિલ્ડિંગમાં અને આસપાસના 75 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

Maharashtra: મુંબઈને અડીને આવેલા થાણેના રાબોડીમાં ચાર માળની ઈમારતનો સ્લેબ ધરાશાયી, 2ના મોત, 1 ગંભીર
મુંબઈને અડીને આવેલા થાણેના રાબોડીમાં 4 માળની ઇમારતનો સ્લેબ ધરાશાયી થયો હતો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 6:04 PM

મુંબઈ (Mumbai)ને અડીને આવેલા થાણે (Thane)ના રાબોડીમાં ચાર માળની ઈમારતનો સ્લેબ ધરાશાયી થયો છે. રાબોડીના ખત્રી એપાર્ટમેન્ટમાં સ્લેબ પડવાની આ ઘટનામાં બે લોકોના મોત થયા છે. 1ની હાલત નાજુક હોવાનું કહેવાય છે. 75 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોની સારવાર શરૂ કરવામાં આવી છે.

થાણેના રાબોડી વિસ્તારમાં ખત્રી એપાર્ટમેન્ટ્સ નામની 4 માળની ઈમારત છે. આજે (12 સપ્ટેમ્બર, રવિવાર) સવારે 6 વાગ્યે આ બિલ્ડિંગના ત્રીજા માળની છતનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો. આ અચાનક થયેલા અકસ્માતમાં ત્રણ લોકો કાટમાળ નીચે દટાયા હતા. સ્લેબ પડ્યો ત્યારે મોટો અવાજ આવ્યો હતો.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ અવાજ સાંભળીને બાકીના લોકો તરત જ જાગી ગયા અને બહાર દોડી ગયા. આ પછી તરત જ જ્યારે મામલો સમજાયો, લોકોએ કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. આ પછી ટીડીઆરએફની (TDRF) ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેઓએ કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને તરત જ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા.

મૃતકોના નામ રમીઝ શેખ અને ગૉસ તંબોલી

રમીઝ શેખ (ઉંમર 32), ગૉસ તંબોલી (ઉંમર 38) અને અરમાન તંબોલી (ઉંમર 14)ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી રમીઝ શેખ અને ગૉસ તંબોલીનું છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન મોત થયું હતું. અરમાનની સારવાર શરૂ થઈ ગઈ છે. પરંતુ અરમાનની હાલત પણ નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે.

બિલ્ડિંગના રહેવાસીઓને મસ્જિદમાં રાખવામાં આવ્યા 

આ અકસ્માતની માહિતી મળતા જ ટીડીઆરએફ (TDRF)ની ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગની ટીમ, તેમજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ત્રણેય ટીમોએ મળીને બચાવ અને મદદની કામગીરી શરૂ કરી. મકાનનો કાટમાળ સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. કાટમાળ નીચે કોઈ ફસાયેલું હોવાની શક્યતાને સ્થાનિક રહેવાસીઓ અને બચાવ ટીમોએ નકારી કાઢી છે.

જે બિલ્ડિંગમાં અકસ્માત થયો તે ત્રણ વિંગો ધરાવે છે. આ ત્રણેય ઈમારતો વિશે કહેવામાં આવી રહ્યું છે કે તે જર્જરિત અને જોખમી ઈમારતો છે. અહીં રહેતા લોકોએ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન (TMC) પાસે સલામત સ્થળે ખસેડવાની માંગ કરી છે. આ દરમિયાન બિલ્ડિંગને સંપૂર્ણપણે ખાલી કરી દેવામાં આવી છે. બિલ્ડિંગમાં અને આસપાસના 75 લોકોને ત્યાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બિલ્ડિંગમાં રહેતા ઘણા લોકોને નજીકની મસ્જિદમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો :  Rain Updates : દિલ્હી સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, રાયગઢ, પૂણે સહિત મધ્ય મહારાષ્ટ્રમાં એલર્ટ

આ પણ વાંચો :  શું દિલ્હીની નિર્ભયાની યાદ અપાવે છે મુંબઈની સાકીનાકા બળાત્કારની ઘટના? ક્યા પહોંચી તપાસ? મુંબઈ પોલીસ કમિશ્નરે જણાવી વિગત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">