નાસિક પાસે ટ્રેન દુર્ઘટના, એલટીટી-જયનગર એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતર્યા

નાસિક પાસે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. એલટીટી-જયનગર એક્સપ્રેસ ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અરાજકતા સર્જાઈ હતી.

નાસિક પાસે ટ્રેન દુર્ઘટના, એલટીટી-જયનગર એક્સપ્રેસના ઘણા ડબ્બા પાટા પરથી ઉતર્યા
Nasik Train AccidentImage Credit source: ANI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 6:55 PM

મહારાષ્ટ્રના (Maharashtra) નાસિક પાસે એક ટ્રેન અકસ્માત (Train Accident) થયો છે. એલટીટી-જયનગર એક્સપ્રેસ ટ્રેનના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી જતાં ગભરાટ ફેલાયો હતો. એલટીટી-જયનગર એક્સપ્રેસ મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસથી બિહારના જયનગર તરફ જઈ રહી હતી. આ દરમિયાન ટ્રેન પાટા પરથી ઉતરી (Train Derail) ગઈ હતી. તેના કેટલાક કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટના આજે બપોરે 3.10 વાગ્યાની આસપાસ લહવિત અને દેવલાલી વચ્ચે બની હતી. ઘટનાની માહિતી મળતા જ અકસ્માત રાહત ટ્રેન અને મેડિકલ વાન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ જાણકારી સેન્ટ્રલ રેલવેના CPRO દ્વારા આપવામાં આવી છે.

CPRO-CR દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ટ્રેનના લગભગ 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. જેના કારણે આ રૂટ પર આવતી અન્ય ટ્રેનો રદ કરવામાં આવી છે અને કેટલાક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ મૃત્યુના સમાચાર નથી. યુપી લાઇન ટ્રાફિક માટે ઉપલબ્ધ છે. પ્રાથમિક દ્રષ્ટિએ કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

હેલ્પલાઇન નંબર

CSMT- 022-22694040, CSMT- 022-67455993, નાશિક રોડ – 0253-2465816, ભુસાવલ – 02582-220167 54173, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ.

મુસાફરો માટે બીજી ટ્રેનની વ્યવસ્થા

રેલવે પ્રશાસન સંપૂર્ણપણે સક્રિય

ટ્રેન પાટા પરથી ઉતરી ગયા બાદ રેલવે પ્રશાસન સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગયું છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. જોકે ઘણા લોકો ઘાયલ થયાના સમાચાર છે. રેલવેને હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. આ સાથે અનેક ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે.

આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?
ગુજરાતમાં ક્યાં છે ભાજપના પરશોત્તમ રૂપાલાનું ઘર, જુઓ તસવીર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">