Maharashtra Lockdown : મહારાષ્ટ્રમાં 31 મે સુધી વધી શકે છે લોકડાઉન, સીએમ ઉદ્ધવ ઠાકરે લગાવશે આખરી મહોર

કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં ફરી એકવાર Lockdownનો સમયગાળો વધારવાનું લગભગ નિશ્ચિત છે. આ વખતે લોકડાઉન  31 મે સુધી વધારવામાં આવી શકે છે.  જેની સાથે જ રાજ્યમાં પહેલાની જેમ જ જરૂરી સેવાઓ માટે આપવામાં આવતી છૂટ ચાલુ રહેશે. લોકડાઉન સંબંધિત મહત્વની બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રાલયે તેને 31 મે સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

Maharashtra Lockdown : મહારાષ્ટ્રમાં 31 મે સુધી વધી શકે છે લોકડાઉન, સીએમ ઉદ્ધવ ઠાકરે લગાવશે આખરી મહોર
મહારાષ્ટ્રમાં 31 મે સુધી વધી શકે છે લોકડાઉન
Follow Us:
| Updated on: May 12, 2021 | 10:51 PM

Maharashtra Lockdown : કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રમાં ફરી એકવાર Lockdownનો સમયગાળો વધારવાનું લગભગ નિશ્ચિત છે. આ વખતે લોકડાઉન  31 મે સુધી વધારવામાં આવી શકે છે.  જેની સાથે જ રાજ્યમાં પહેલાની જેમ જ જરૂરી સેવાઓ માટે આપવામાં આવતી છૂટ ચાલુ રહેશે. લોકડાઉન સંબંધિત મહત્વની બેઠકમાં રાજ્યના આરોગ્ય મંત્રાલયે તેને 31 મે સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

મહારાષ્ટ્રમાં ફરી એક વાર લોકડાઉન વધારો લગભગ નિશ્ચિત છે. કેબિનેટની બેઠકમાં આરોગ્ય મંત્રાલય અને મંત્રીઓએ Lockdownને આગામી 15 દિવસ સુધી લંબાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે બુધવારે કહ્યું છે કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે તેના પર અંતિમ નિર્ણય લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉદ્ધવ ઠાકરેએ પણ આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને ઔપચારિકતાઓ બાકી છે.

રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે જણાવ્યું હતું કે ઘણા જિલ્લાઓમાં કોરોના ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને કેબિનેટ મંત્રીઓએ એક બેઠકમાં પ્રસ્તાવ મૂક્યો હતો કે Lockdown જેવા નિયંત્રણો આવતા બે અઠવાડિયા સુધી લંબાવાશે. તેમણે કહ્યું કે રાજ્યમાં પ્રતિબંધો 16 થી 31 મે સુધી વધારવાનો પ્રસ્તાવ છે. રાજ્યમાં હાલના પ્રતિબંધોની મુદત શનિવારે સમાપ્ત થઈ રહી છે.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ટોપે કહ્યું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેના પર અંતિમ નિર્ણય લેશે અને તે પ્રમાણે જ આદેશ આપવામાં આવશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી આગામી 2-3- 2-3 દિવસમાં નિર્ણય લઈ શકે છે. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકાર એવા સમયે કોરોના લોકડાઉન વધારવાની છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં કોરોના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે, મોતનો આંકડો હજી પણ ચિંતાનું કારણ છે.

રાજ્યમાં, બુધવારે કોરોના ચેપના 46,781 નવા દર્દીઓ મળી આવ્યા, ત્યારબાદ 24 કલાકમાં 816 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. રાજ્યમાં કોરોના ચેપનો કુલ આંકડો 52,26,710 રહ્યો છે, અત્યાર સુધીમાં કુલ 78 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હજી પણ 5,46,129 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રમાં Corona વાયરસના નવા કેસોમાં ઉતાર- ચઢાવ જોવા મળી રહ્યો  છે. જેમાં મંગળવારની તુલનામાં બુધવારે ફરીથી નવા કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 46781 નવા કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆંકમાં પણ વધારો થયો છે. બુધવારે રાજ્યમાં કોરોના વાયરસને કારણે 816 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાહતની વાત છે કે નવા કેસોની તુલનામાં બુધવારે 58805 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">