JAIL TOURISM: હવે શોખથી ખાઈ શકશો આ રાજ્યમાં જેલની રોટલી, જોકે નહી કરવો પડે એના માટે ગુનો

JAIL TOURISM : આપણા મનમાં જેલને લઈને એક ખરાબ છાપ જ છે. સમાજમાં જે લોકોએ કોઈ ગુનો કર્યો હોય તે લોકોને જેલ(JAIL) માં રાખવામાં આવે છે. જે લોકો જેલમાં જાય છે તેની સમાજમાં બદનામી થઇ જાય છે.

JAIL TOURISM: હવે શોખથી ખાઈ શકશો આ રાજ્યમાં જેલની રોટલી, જોકે નહી કરવો પડે એના માટે ગુનો
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 25, 2021 | 5:27 PM

JAIL TOURISM: આપણા મનમાં જેલને લઈને એક ખરાબ છાપ જ છે. સમાજમાં જે લોકોએ કોઈ ગુનો કર્યો હોય તે લોકોને જેલ(JAIL) માં રાખવામાં આવે છે. જે લોકો જેલમાં જાય છે તેની સમાજમાં બદનામી થઇ જાય છે. પરંતુ હવે ‘જેલમાં જવા’ અંગે લોકોનો અભિગમ બદલાશે. હવે લોકો શોખ સાથે જેલમાં જઈ શકશે અને જેલની રોટલી પણ ખાઇ શકશે. જેલમાં જવા માટે લોકોને કોઈ ગુનો કરવો પડશે નહીં.

મહારાષ્ટ્ર સરકાર દ્વારા જેલ ટુરિઝમને( JAIL TOURISM)લઈને એક નવી યોજના બનાવી છે. આ યોજના 26 જાન્યુઆરીના રોજ શરૂ થશે. પ્રજાસત્તાક દિવસે (REPUBLIC DAY) મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર (AJIT PAWAR) મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખની (ANIL DESHMUKH) હાજરીમાં પુણેમાં(PUNE) યરવાડા જેલ ‘જેલ ટૂરિઝમ’ થી શરૂઆત કરશે. અનિલ દેશમુખના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રમાં જેલ ટૂરિઝમ પૂણેની યરવાડા જેલથી શરૂ કરવામાં આવશે. આ જેલ આઝાદી પહેલા અને પછીની અનેક ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી રહી છે. રાજ્યના અધિક પોલીસ મહાનિરીક્ષક અને જેલના મહાનિરીક્ષક સુનીલ રામાનંદના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રની ઘણી જેલો સ્વતંત્રતા ચળવળની સાક્ષી રહી છે. તે સમયની યાદો પણ આ જેલોમાં સંગ્રહિત છે.

પૂનાની યરવાડા જેલ આઝાદીની લડત દરમિયાન ખૂબ પ્રખ્યાત રહી છે. 1922માં બ્રિટીશ સરકારના વિરોધમાં લેખ લખવાના આરોપસર મહાત્મા ગાંધીને સાબરમતી આશ્રમમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ બાદ ગાંધીજીને યરવાડા જેલમાં રાખવામાં આવ્યા હતા. આ પછી ગાંધીજીને 1932માં મુંબઇ (તે સમયે બોમ્બે) થી ધરપકડ કરવામાં આવી અને તેમને યરવાડા જેલમાં રાખવામાં આવ્યા. આ જેલમાં તેમણે ‘ફોર્મ યરવડા મંદિર’ નામનું પુસ્તક પણ લખ્યું હતું.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

યરવડા જેલમાં મહાત્મા ગાંધી ઉપરાંત લોકમાન્ય બાલ ગંગાધર તિલક, જવાહર લાલ નેહરુ, મોતી લાલ નેહરુ, સરદાર પટેલ, વાસુદેવ બળવંત ફાડકે, ચાફેકર બંધુ જેવા સ્વાતંત્ર્ય સેનાનીઓને રાખવામાં આવ્યા હતા. મહાત્મા ગાંધીની બેરેકને આ જેલમાં ખાસ રાખવામાં આવી છે. અહીં કેદીઓ માટે વર્ષનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. જેમાં ગાંધીજીના વિચારો વિશે માહિતી આપવામાં આવે છે.

1992નાં મુંબઇ બ્લાસ્ટ દરમિયાન ઘરે શસ્ત્રો રાખવા બદલ દોષિત ઠરેલા અભિનેતા સંજય દત્તને પણ આ જ જેલમાં લાંબા સમય પસાર કરવો પડ્યો હતો. આ જેલમાં સંજય દત્ત કેદી નંબર સી -15170 તરીકે ઓળખાતા હતા. મુંબઈ પર હુમલો કરવા આવેલા પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને આ જેલમાં ફાંસી આપવામાં આવી હતી.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">