IRCTC એ જાહેર કર્યુ જબરદસ્ત ટુર પેકેજ, ફક્ત આટલા રૂપિયામાં ફરી શક્શો કાશ્મીર

IRCTC Tour Package : IRCTC ટૂરિઝમે મુંબઈથી કાશ્મીર સુધીનું ટૂર પેકેજ જાહેર કર્યું છે. ફક્ત થોડાં રૂપીયામાં ફરી શક્શો આખુ કાશ્મીર. ચાલો જાણીએ આ પેકેજની સંપૂર્ણ માહીતી.

IRCTC એ જાહેર કર્યુ જબરદસ્ત ટુર પેકેજ, ફક્ત આટલા રૂપિયામાં ફરી શક્શો કાશ્મીર
IRCTC એ જાહેર કર્યું મુંબઈથી શ્રીનગર માટે 6 દિવસીય ટૂર પેકેજ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:45 PM

આઈઆરસીટીસી (IRCTC) ટૂરિઝમે તાજેતરમાં જ મુંબઈથી શ્રીનગર સુધી પાંચ રાત અને છ દિવસ માટે ટૂર પેકેજ જાહેર કર્યા છે, ભારતીય રેલવે તરફથી આ શ્રીનગરના પ્રવાસમાં ગુલમર્ગ, સોનમાર્ગ અને પહેલગામના સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા જાહેર કરવામાં આવેલ આ પ્રવાસ 25-26 સપ્ટેમ્બરથી મુંબઈથી શરૂ થશે. જેની કિંમત પ્રતિ વ્યક્તિ દિઠ 27,300 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

IRCTC ટુરિઝમ વેબસાઈટ ઉપર આપવામાં આવેલી માહીતી મુજબ મુંબઈથી શ્રીનગર સુધીની યાત્રા ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા થશે. ચાલો જાણીએ આ 6 દિવસીય ટૂર પેકેજની વિગતવાર માહીતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પહેલો દિવસ, મુંબઈ – શ્રીનગર

પ્રથમ દિવસે પ્રવાસીઓને ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા મુંબઇથી શ્રીનગર લઇ જવામાં આવશે. શ્રીનગર પહોંચ્યા બાદ પ્રવાસીઓ શંકરાચાર્ય મંદિરની મુલાકાત લેશે.

અહીં પ્રખ્યાત ડાલ લેક હાઉસબોટમાં ચેક-ઇન કરવાનું રહેશે.  બપોરનો સમય પ્રવાસીઓ આરામથી પસાર કરી શક્શે. જ્યારે સાંજે પ્રવાસીઓ ડાલ લેક (સ્વ ખર્ચે) પર શિકારા સવારીનો આનંદ પણ માણી શક્શે. અહીં રાત્રિભોજન હાઉસબોટમાં જ આપવામાં આવશે.

બીજો દિવસ, શ્રીનગર-પહેલગામ

શ્રીનગરમાં નાસ્તો કર્યા પછી બીજા દિવસે પ્રવાસીઓને પહેલગામની મુલાકાતે લઈ જવામાં આવશે. રસ્તામાં બેતાબ ખીણ, અવંતીપુરા ખંડેર, ચંદનવાડી અને અરુ ખીણની મુલાકાત પણ લઈ શકાશે. આ રીતે, પ્રવાસી કુદરતી સૌંદર્યનો પણ આનંદ માણી શકશે.

જો પ્રવાસીઓ અહીં ટટ્ટુ સવારીનો આનંદ લેવા માંગશે , તો તે સ્વખર્ચે કરવાનું રહેશે. પહેલગામમાં જ રાત્રિભોજન અને રાત્રી રોકાણની વ્યવસ્થા કરવામાં આવશે.

ત્રીજો દિવસ, પહેલગામ – ગુલમર્ગ – શ્રીનગર

સવારના નાસ્તા પછી, પ્રવાસીઓ ગુલમર્ગ તરફ પ્રયાણ કરશે. રસ્તામાં ફૂલોના ખેતરોનો આનંદ માણી શકશે. જો પ્રવાસી ગુલમર્ગમાં સ્થાનિક સ્થળોનો આનંદ માણવા માટે ગોંડોલા પર સવારી કરવા ઈચ્છશે, તો તે સ્વખર્ચે કરવું પડશે. ત્યારબાદ  શ્રીનગર પરત ફરવાનું રહેશે, રાત્રિભોજન અને રોકાણની વ્યવસ્થા શ્રીનગરની એક હોટલમાં કરવામાં આવશે.

ચોથો દિવસ, શ્રીનગર – સોનમાર્ગ – શ્રીનગર

સવારનો નાસ્તો કર્યા પછી, પ્રવાસીઓને શ્રીનગરથી સોનમાર્ગ લઈ જવામાં આવશે. શિયાળા દરમિયાન અહીંના પર્વતો બરફની  સફેદ ચાદરથી ઢંકાય જાય છે.

પ્રવાસીઓ ઈચ્છે તો  થાજીવાસ ગ્લેશિયર સુધી મુસાફરી કરવા માટે ટટ્ટુ ભાડે રાખી શકે છે, જે ઉનાળા દરમિયાન મુખ્ય આકર્ષણ છે. ત્યારબાદ, શ્રીનગર પરત ફરવાનું રહેશે, રાત્રિભોજન અને રોકાણની વ્યવસ્થા શ્રીનગરની એક હોટલમાં કરવામાં આવશે.

પાંચમો દિવસ, શ્રીનગર

નાસ્તા પછી શ્રીનગરના સ્થાનિક સ્થળો જેમ કે મુગલ ગાર્ડન, નિશાત બાગ, શાલીમાર ગાર્ડન વગેરેની મુલાકાત લેવામાં આવશે. આ મુલાકાત બાદ દાલ તળાવના કિનારે આવેલા પ્રખ્યાત હઝરતબાલ તીર્થની મુલાકાત પણ લઈ શકાય છે. સાંજે પ્રવાસીઓ ઈચ્છે તો શ્રીનગરમાં ખરીદીનો આનંદ માણી શકે છે. ત્યારબાદ, નક્કી કરેલી હોટલમાં પરત ફરવાનું રહેશે.

છઠ્ઠા દિવસે, મુંબઈ માટે રવાના 

સવારે નાસ્તો કર્યા બાદ પ્રવાસીઓને ઘણો સમય મળશે. આ પછી હોટેલમાંથી ચેક આઉટ કરવાનું રહેશે અને પછી સાંજે 5:35 વાગ્યે શ્રીનગર એરપોર્ટ પરથી મુંબઈની ફ્લાઇટ પકડવાની રહેશે.

આ પણ વાંચો : ટ્વિટરે રાહુલ, કોંગ્રેસના એકાઉન્ટ બ્લોક કરવા માટે કર્યો આ ખુલાસો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">