IPS રશ્મિ શુક્લા બન્યા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા DGP, ફોન ટેપિંગના આરોપ બાદ ચર્ચામાં આવ્યા હતા

રશ્મિ શુક્લા રાજ્યના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક બન્યા છે. રશ્મિ શુક્લા 1988 બેચના IPS અધિકારી છે. તેમના પર રાજકીય નેતાઓના ફોન ટેપિંગનો આરોપ લાગ્યો હતો. જે બાદ ચર્ચામાં આવ્યા હતા. રશ્મિ શુક્લા નાયબ મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના ગણાય છે.

IPS રશ્મિ શુક્લા બન્યા મહારાષ્ટ્રના પ્રથમ મહિલા DGP, ફોન ટેપિંગના આરોપ બાદ ચર્ચામાં આવ્યા હતા
IPS Rashmi Shukla
| Updated on: Jan 04, 2024 | 10:34 PM

IPS રશ્મિ શુક્લાને મહારાષ્ટ્રના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફોન ટેપિંગ કેસમાં તેમનું નામ આવ્યા બાદ તે ચર્ચામાં આવ્યા હતા. રાજ્યના સૌથી વરિષ્ઠ IPS અધિકારી હોવાના કારણે તેમને આ કમાન્ડ આપવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગે આ અંગે આદેશ જારી કર્યો છે. તેઓ રજનીશ શેઠનું સ્થાન લેશે. રશ્મિ શુક્લા 1988 બેચના IPS અધિકારી છે.

કોણ છે રશ્મિ શુક્લા ?

1988 કેડરના IPS અધિકારી રશ્મિ શુક્લાનો જન્મ 15 ઓગસ્ટ 1965ના રોજ થયો હતો. તેમના લગ્ન IPS ઉદય શુક્લા સાથે થયા હતા. ઉદય શુક્લાનું છેલ્લું પોસ્ટિંગ 2018માં પશ્ચિમ રેલવેમાં થયું હતું. આ પછી તેમનું કાર્ડિયાક અરેસ્ટથી મૃત્યુ થયું હતું. રશ્મિ શુક્લા મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છે. વર્ષ 2013માં તેમને ઉત્કૃષ્ટ સેવાઓ માટે રાષ્ટ્રપતિ ચંદ્રક મળ્યો હતો.

રશ્મિ શુક્લા રાજ્યના પ્રથમ મહિલા પોલીસ મહાનિર્દેશક બન્યા છે. તેમના પર રાજકીય નેતાઓના ફોન ટેપિંગનો આરોપ લાગ્યો હતો. જે બાદ ચર્ચામાં આવ્યા હતા. રશ્મિ શુક્લા નાયબ મુખ્યપ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નજીકના ગણાય છે.

કાર્યકાળ છ મહિનાનો રહેશે

સેન્ટ્રલ પબ્લિક સર્વિસ કમિશનની બેઠક શુક્રવારે 29 ડિસેમ્બરે યોજાઈ હતી. આ સમયે તેમણે ડાયરેક્ટર જનરલના પદ માટે ત્રણ અધિકારીઓના નામની યાદી મોકલી હતી. આમાં પહેલું નામ રશ્મિ શુક્લાનું હતું. આ અંગે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ નિર્ણય લેવાનો હતો. આખરે આજે સરકારે શુક્લાની નિમણૂકનો આદેશ જારી કર્યો હતો. રશ્મિ શુક્લાને 6 મહિનાનો કાર્યકાળ મળશે. જો કે આ પછી રાજ્ય સરકાર તેમને વધારી શકે છે.

આ પણ વાંચો ભારત જોડો ન્યાય યાત્રાથી લઈને મહારાષ્ટ્રમાં ગઠબંધન સુધી- જાણો ખરગે રાહુલની બેઠકમાં શું બની રણનીતિ