એક સમયે આ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત અને ઉજ્જડ હતો, તેને હરિયાળા જંગલમાં ફેરવી નાખ્યો… પ્રકૃતિ પ્રેમીઓએ 4 વર્ષમાં આ રીતે કરી કમાલ

સંગઠને વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડૉક્ટરો અને ખેડૂતોને આ અભિયાનમાં સામેલ કર્યા હતા. બધા લોકો દર અઠવાડિયે સ્થળની મુલાકાત લેતા હતા અને વૃક્ષારોપણ કરતી વખતે પ્રાસંંગીક સામાજિક વિષયો પર ચર્ચા કરતા હતા.

એક સમયે આ વિસ્તાર દુષ્કાળગ્રસ્ત અને ઉજ્જડ હતો, તેને હરિયાળા જંગલમાં ફેરવી નાખ્યો… પ્રકૃતિ પ્રેમીઓએ 4 વર્ષમાં આ રીતે કરી કમાલ
મરાઠી અને હિન્દી સહિત અનેક ભાષાઓની ફિલ્મોમાં અભિનય કરનાર શયાજી શિંદેના NGOની આ પહેલ છે. (સાંકેતીક ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 11:01 PM

મહારાષ્ટ્ર (Maharashtra)ના લાતુર (Latur) જિલ્લામાં આવેલું રામવાડી ગામ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ગણાતું હતું. 4 વર્ષ પહેલા સુધી અહીંની જમીન બંજર ગણાતી હતી. પરંતુ આજે તમે ત્યાં પહોંચશો તો એ જ પર્વતીય વિસ્તાર લીલાછમ વૃક્ષોથી ભરેલો દેખાશે. આ કમાલ શયાજી શિંદેના એનજીઓએ કર્યો છે, જે મરાઠી અને હિન્દી સહિત ઘણી ભાષાઓમાં ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેતા છે.

એક અનોખી પહેલમાં NGO સાથે સંકળાયેલા પ્રકૃતિપ્રેમીઓના જૂથે મહારાષ્ટ્રના દુષ્કાળગ્રસ્ત લાતુર જિલ્લામાં એક ઉજ્જડ પર્વતીય વિસ્તારને છેલ્લા ચાર વર્ષમાં 30,000થી વધુ વૃક્ષો વાવીને લીલાછમ જંગલમાં પરિવર્તિત કર્યો છે. વન વિભાગના અધિકારક્ષેત્ર હેઠળનો પર્વતીય ભાગ લાતુર જિલ્લા મુખ્યાલયથી લગભગ 45 કિમી દૂર રામવાડી ગામ પાસે આવેલો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

હવે પ્રશાસન પણ આપશે સહકાર

સયાજી શિંદે દ્વારા સંચાલિત એનજીઓ ‘સહ્યાદ્રી દેવરાઈ’ના બેનર હેઠળ પ્રકૃતિ પ્રેમીઓએ 2018થી જિલ્લાના ચકુર તાલુકાની બાલાઘાટ રેન્જમાં લગભગ 25 હેક્ટર ઉજ્જડ પહાડી વિસ્તાર પર વૃક્ષો વાવ્યા હતા. આ પ્રયાસની પ્રશંસા કરતાં ચાકુરના તાલુકા અધિકારી (મહેસૂલ અધિકારી) ડૉ. શિવાનંદ બિડવેએ જણાવ્યું હતું કે સ્થાનિક વહીવટીતંત્ર આ અભિયાનમાં તેમનો ટેકો અને સહકાર આપશે. તાલુકા અધિકારી બિડવેએ ડુંગરાળ વિસ્તારમાં 25 હેક્ટર વિસ્તારમાં સંસ્થાના વૃક્ષારોપણની પ્રસંશા કરી હતી. બિડવેએ વૃક્ષારોપણની ઝુંબેશ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ પૃથ્વીરાજ બીપીની પણ પ્રશંસા કરી હતી.

400 વર્ષ જૂના વટવૃક્ષથી મળી પ્રેરણા

NGOના લાતુર જિલ્લા સંયોજક સુપર્ણ જગતાપે એક સમાચાર એજન્સીને જણાવ્યુ હતું કે શિંદેએ 2018માં લાતુરના ચાકુર તાલુકાના જરી (ખુર્દ) ગામમાં 400 વર્ષ જૂનું એક વિશાળ વડનું ઝાડ જોયું અને તે વૃક્ષ નીચે વર્કશોપ કર્યો. જે બાદ તેમણે પર્યાવરણવાદીઓને આ મુદ્દો ઉઠાવવા માટે પ્રેરિત કર્યા.

સંસ્થામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડૉક્ટરો અને ખેડૂતો સહિત જીવનના વિવિધ ક્ષેત્રના લોકો સામેલ હતા. તેઓ દર અઠવાડિયે આ સ્થળની મુલાકાત લેતા હતા, શારીરિક કસરત જેવી પ્રવૃત્તિઓમાં જોડાતા હતા અને વૃક્ષારોપણ કરતી વખતે પ્રાસંગીક સામાજિક વિષયો પર ચર્ચા કરતા હતા. જગતાપે જણાવ્યું હતું કે તેમણે પર્વતીય પ્રદેશમાં બરડ, લીમડો અને પીપલ સહિત લગભગ 60 જાતોના 35,000થી વધુ વૃક્ષો વાવ્યા છે અને તેમાંથી 30,000 જેટલા વૃક્ષો બચી ગયા છે અને મોટા થઈ ગયા છે.

એક લાખ વૃક્ષો વાવવાનું લક્ષ્ય છે

જગતાપે કહ્યું, અમારું 1 લાખ વૃક્ષો વાવવાનું અભિયાન છે અને પછીથી આ વિસ્તારને એક અભ્યાસ કેન્દ્ર અને બધા માટે પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું છે. સંસ્થાના કાર્યકર ભીમ ડુંગવેએ કહ્યું અભિનેતા સયાજી શિંદેએ લોકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી આ ચળવળ શરૂ કરી હતી. પર્યાવરણને બચાવવા માટે પર્યાવરણની જાળવણી માટે લોકોએ આગળ આવવું જોઈએ અને સમાજમાં તેના વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ.

સ્થાનિક પર્યાવરણવાદી અને ટીમના સભ્ય શિવશંકર ચાપુલેએ જણાવ્યું હતું કે ઘણા વિસ્તારોમાં વૃક્ષો કાપવાથી પક્ષીઓની વિવિધ પ્રજાતિઓની વસ્તીમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે અગાઉ પક્ષીઓ હાનિકારક જંતુઓ ખાતા હતા જે પાકનો નાશ કરે છે.

પરંતુ હવે પક્ષીઓની વસ્તીમાં ઘટાડો થવાને કારણે ખેડૂતો તેમના પાકને બચાવવા માટે જંતુનાશકો અને રસાયણોનો છંટકાવ કરે છે જે બદલામાં માણસો અને તેમના જીવનને અસર કરે છે. તેમણે કહ્યું કે તેથી જ અમે આ પહાડી વિસ્તારને જંગલના આવરણમાં પરિવર્તિત કરવાનો અને સમાજમાં પ્રકૃતિ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો :  “ગોસાવીએ પ્રભાકરનો નંબર સમીર વાનખેડેના નામથી સેવ કર્યો હતો”, આર્યન ડ્રગ્સ કેસમાં સેમ ડિસૂઝાનો ચોંકાવનારો ખુલાસો

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">