નહેરુ, ઈન્દિરા ગાંધી દ્વારા બનાવવામાં આવેલી સિસ્ટમ પર ભારત ટકી રહ્યું છે, સામનામાં લખાયો તંત્રીલેખ

શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં મોદી સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. આ સંપાદકીયમાં લખાયું છે કે આજના નેતાઓની ખોટી નીતિઓને કારણે આત્મનિર્ભાર ભારતને નાના દેશોની મદદ લેવી પડશે.

નહેરુ, ઈન્દિરા ગાંધી દ્વારા બનાવવામાં આવેલી સિસ્ટમ પર ભારત ટકી રહ્યું છે, સામનામાં લખાયો તંત્રીલેખ

શિવસેનાના મુખપત્ર સામનાના તંત્રી લેખમાં મોદી સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. આ સંપાદકીયમાં લખાયું છે કે આજના નેતાઓની ખોટી નીતિઓને કારણે આત્મનિર્ભાર ભારતને નાના દેશોની મદદ લેવી પડશે. સેનાએ પંડિત નહેરુ, શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પી.વી.નરસિંહા રાવ, મનમોહન સિંઘનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમની નીતિઓને કારણે આજે દેશ બચી રહ્યો છે.

 

 

“દેશ હાલમાં પંડિત નેહરુ, લાલ બહાદુર શાસ્ત્રી, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, પી.વી. નરસિંહા રાવ, મનમોહન સિંઘની અગાઉની સરકારો દ્વારા કરાયેલા વિકાસના કામો અને તેમના દ્વારા આપવામાં આવેલા વિશ્વાસ અને આત્મવિશ્વાસને કારણે બચી રહ્યો છે.”- સામના

 

 

શિવસેનાએ તેના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં શનિવારે મોદી સરકારની આકરી ટીકા કરી હતી અને લખ્યું હતુ કે દેશની કોવિડ 19 રોગચાળાની સ્થિતિને સંભાળવામાં મોદી સરકાર નિષ્ફળ રહી છે. સંપાદકીયમાં જણાવાયું છે કે તે સમયે જ્યારે ભારત ‘આત્મનિર્ભર’ બનવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે તેણે નેપાળ, શ્રીલંકા જેવા નાના દેશોની મદદ લેવી પડશે.

 

તંત્રી લેખમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કે નહેરુ-ગાંધી દ્વારા બનાવવામાં આવેલી સિસ્ટમ પર ભારત ટકી રહ્યું છે. ઘણા ગરીબ દેશો ભારતને મદદ આપી રહ્યા છે. પહેલા પાકિસ્તાન, રવાન્ડા અને કોંગો જેવા દેશો બીજાઓની મદદ લેતા હતા. પરંતુ આજના સરકારની ખોટી નીતિઓને કારણે ભારત હવે તે સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.

 

તંત્રીલેખમાં સરકારી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેનું કામ રોગચાળાની વચ્ચે ચાલી રહ્યું છે, કેમ કે તેને આવશ્યક સેવા જાહેર કરવામાં આવી છે. વૈશ્વિક રોગચાળાની પરિસ્થિતિ વિશે વાત કરતાં સેનાએ કહ્યું કે વિશ્વ હવે ભારતથી ડરશે કારણ કે ભારતે યુએસ અને બ્રાઝિલને ખૂબ પાછળ છોડી દીધું છે.

 

સંવેદનશીલ અને રાષ્ટ્રવાદી સરકારે રાજકીય ફાયદાઓ વિશે વિચાર્યું ન હોત અને રોગચાળાને હરાવવાના માર્ગો પર ચર્ચા કરવા તમામ મુખ્ય રાજકીય પક્ષોની રાષ્ટ્રીય પેનલ ઉભી કરવાની જરૂર છે. વધુમાં તેમા લખ્યું હતું કે વડાપ્રધાને ઘણી મહેનત કરવી પડશે અને દેશને રોગચાળોમાંથી બહાર આવવા માટે મોદી સરકાર પર બિન રાજકીય રાષ્ટ્રવાદ વિશે વિચારવા કટાક્ષ કર્યો છે.