AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi In IOC : ‘2036 ઓલિમ્પિક્સના આયોજનમાં ભારત કોઈ કસર છોડશે નહીં’, વડાપ્રધાન મોદીએ IOCના 141મા સત્રમાં કહ્યું

ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના 141મા સત્રને સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચાલીસ વર્ષ બાદ ભારતમાં IOC સત્રનું આયોજન કરવું અમારા માટે ગર્વની વાત છે. આ અવસર પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બેચે કહ્યું, 'મુંબઈમાં આયોજિત 141મા IOC સત્રમાં આપ સૌનું સ્વાગત કરવું એ ખૂબ જ સન્માનની વાત છે. અમે ભારતમાં આવીને ખૂબ જ ખુશ છીએ. 

PM Modi In IOC : '2036 ઓલિમ્પિક્સના આયોજનમાં ભારત કોઈ કસર છોડશે નહીં', વડાપ્રધાન મોદીએ IOCના 141મા સત્રમાં કહ્યું
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2023 | 11:04 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટર પહોંચ્યા હતા. અહીં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના 141મા સત્રને સંબોધતા તેમણે કહ્યું કે ચાલીસ વર્ષ પછી ભારતમાં IOC સત્રનું આયોજન કરવું અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે.

આ અવસર પર તેમણે કહ્યું કે ગત ઓલિમ્પિકમાં ઘણા ભારતીય ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં પૂર્ણ થયેલી એશિયન ગેમ્સમાં ભારતે ઐતિહાસિક પ્રદર્શન કર્યું હતું. તે પહેલા યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ આપણા યુવા ખેલાડીઓએ નવા રેકોર્ડ બનાવ્યા છે.

વડાપ્રધાને કહ્યું, ‘ભારત તેની ધરતી પર ઓલિમ્પિકનું આયોજન કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. વર્ષ 2036માં ભારતમાં ઓલિમ્પિકનું સફળતાપૂર્વક આયોજન કરવાના પ્રયાસોમાં ભારત કોઈ કસર છોડશે નહીં. આ 140 કરોડ ભારતીયોનું સપનું છે. અમે તમારા સહયોગથી આ સપનું પૂરું કરવા માંગીએ છીએ.

અમે 2029 યુથ ઓલિમ્પિકની યજમાની કરવા આતુર છીએ. PM એ કહ્યું મને ખાતરી છે કે ભારતને IOC તરફથી સતત સમર્થન મળશે. આ અવસર પર આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ થોમસ બેચે કહ્યું, ‘મુંબઈમાં આયોજિત 141મા IOC સત્રમાં આપ સૌનું સ્વાગત કરવું એ ખૂબ જ સન્માનની વાત છે. અમે ભારતમાં આવીને ખૂબ જ ખુશ છીએ – એક એવો દેશ જે ઓલિમ્પિક ગેમ્સ સહિત અનેક રીતે આગળ વધી રહ્યો છે. આજે અહીં તમારી (PM મોદી) હાજરી એ તમારા દેશમાં ઓલિમ્પિક ગેમ્સના વધતા મહત્વનો પુરાવો છે.

આ પણ વાંચો : World Cup 2023 Video : શ્રેયસ અય્યરના વિજયી ચોગ્ગા પર અમિત શાહે આપ્યુ આવું રિએક્શન

અમારું IOC સત્ર યોજવા માટે ભારત ખરેખર એક પ્રેરણાદાયી સ્થળ છે, બેચે કહ્યું. તેમણે કહ્યું કે આ એક એવો દેશ છે જે ભવિષ્યમાં આત્મવિશ્વાસ સાથે ગૌરવશાળી ઈતિહાસ અને ગતિશીલ વર્તમાનને જોડે છે. દરમિયાન, ઉદ્યોગસાહસિક નીતા અંબાણીએ કહ્યું, ‘આજે વિશ્વને પહેલા કરતા વધુ ભાઈચારા અને એકતાની જરૂર છે. આ યુદ્ધના મેદાનમાં થઈ શકતું નથી, તે ફક્ત રમતના મેદાનમાં જ થઈ શકે છે.

g clip-path="url(#clip0_868_265)">