મુકેશ અંબાણીના પરિવારને મળી ઈન્કમટેક્ષ વિભાગની નોટિસ

ઈન્કમ ટેક્ષ વિભાગે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારના સભ્યોને 2015 બ્લેક મની એક્ટની જોગવાઈ હેઠળ નોટિસ મોકલી છે. ઈન્કમ ટેક્ષ વિભાગે આ કાર્યવાહી અલગ અલગ દેશની એજન્સીઓ તરફથી મળેલી સૂચનાઓના આધાર પર થયેલી તપાસ પછી કરી છે. IT વિભાગ તરફથી આ નોટિસ ખુબ જ ગુપ્ત રીતે 28 માર્ચ 2019એ મોકલવામાં આવી છે. મુકેશ અંબાણીના પત્ની નીતા […]

મુકેશ અંબાણીના પરિવારને મળી ઈન્કમટેક્ષ વિભાગની નોટિસ
Kunjan Shukal

|

Sep 14, 2019 | 5:48 AM

ઈન્કમ ટેક્ષ વિભાગે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પરિવારના સભ્યોને 2015 બ્લેક મની એક્ટની જોગવાઈ હેઠળ નોટિસ મોકલી છે. ઈન્કમ ટેક્ષ વિભાગે આ કાર્યવાહી અલગ અલગ દેશની એજન્સીઓ તરફથી મળેલી સૂચનાઓના આધાર પર થયેલી તપાસ પછી કરી છે. IT વિભાગ તરફથી આ નોટિસ ખુબ જ ગુપ્ત રીતે 28 માર્ચ 2019એ મોકલવામાં આવી છે. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી અને તેમના ત્રણ બાળકોને આ નોટિસ મોકલવામાં આવી છે.

IT વિભાગની નોટિસ મુજબ મુકેશ અંબાણીના પરિવાર પર કથિત રીતે વિદેશમાં અઘોષિત વિદેશી આવક અને સંપતિ રાખવાનો આરોપ છે. IT વિભાગની તપાસ તે સમયે શરૂ થઈ, જ્યારે સરકારને 2011માં જિનેવાની HSBC બૅન્કમાં ખાતા રાખનારા લગભગ 700 ભારતીય નાગરિકો અને કંપનીઓની જાણકારી મળી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ત્યારબાદ ફ્રેબુઆરી 2015માં એક મોટી તપાસ કરવામાં આવી હતી. આ તપાસને ‘સ્વિસ લીક્સ’ નામ આપવામાં આવ્યુ હતું. તપાસમાં HSBC બૅન્કમાં ખાતાધારકોની સંખ્યા વધીને 1195 થવાની વાત સામે આવી હતી. તપાસમાં ખુલાસો થયો હતો કે કેવી રીતે ‘ટેક્સ હેવન’ સમજવામાં આવતા દેશોમાં ખુલ્લી ઓફશોર કંપનીઓનું HSBC જિનેવા બૅન્કના 14 ખાતા સાથે સંબંધ હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બધી જ કંપનીઓની એક જટિલ વ્યવસ્થા દ્વારા રિલાયન્સ ગ્રુપ સાથે સંબંધ હોવાની વાત પણ સામે આવી હતી. આ 14 ખાતામાં 601 મિલિયન ડૉલરની રકમ જમા હતી. 4 ફ્રેબુઆરી 2019એ ઈન્કમ ટેક્ષ વિભાગના તપાસ રિપોર્ટ અને 28 માર્ચ 2019એ મોકલેલી નોટિસની ડિટેલથી આ વાતનો ખુલાસો થયો કે આ 14 કંપનીઓમાંથી એક કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટના લાભાર્થી તરીકે અંબાણી પરિવારના સભ્યોના નામ સામે આવ્યા.

ઈન્કમટેક્ષ વિભાગ તરફથી મોકલેલી નોટિસ અને આરોપો પર રિલાયન્સ પ્રવક્તાએ કહ્યું કે અમે તમારા ઈ-મેઈલમાં લખેલી દરેક વાતને રદ કરીએ છીએ. અમને આવી કોઈ નોટિસ પણ મળી નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મળતી માહિતી મુજબ સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસના અધિકારીઓ અને મુંબઈ યૂનિટના ઓફિસરોની વચ્ચે લાંબા વિચાર મંથન પછી નોટિસ મોકલવામાં આવી. નોટિસ મોકલવાના થોડા દિવસ પહેલા તેના માટે ફાઈનલ ક્લિયરન્સ આપવામાં આવ્યું. આ નોટિસ મુંબઈના એડિશનલ કમિશનર અને ઈન્કમ ટેક્ષ 3(3)ની ઓફિસ તરફથી મોકલવામાં આવી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati