મહારાષ્ટ્ર અને ગોવામાં સ્ટીલ બનાવતી કંપનીઓના 44 ઠેકાણા પર આવકવેરા વિભાગના દરોડા, ઘણા નકલી ઈ-વે બીલ જપ્ત

આવકવેરા વિભાગની તપાસમાં 3.5 કરોડ રૂપિયાના માલની અછત અને લગભગ 4 કરોડ રૂપિયાના વધારાના સ્ટોક વિશે માહિતી મળી છે. પ્રોપર્ટીમાં રોકાણની સાથે 3 કરોડની રોકડ, 5.20 કરોડ રૂપિયાના દાગીના પણ અલગ અલગ સ્થળોએથી જપ્ત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર અને ગોવામાં સ્ટીલ બનાવતી કંપનીઓના 44 ઠેકાણા પર આવકવેરા વિભાગના દરોડા, ઘણા નકલી ઈ-વે બીલ જપ્ત
આવકવેરા વિભાગ

આવકવેરા વિભાગે (Income Tax) મહારાષ્ટ્ર (Maharashtra) અને ગોવા (Goa)માં દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્ર અને ગોવા આધારિત એક ગ્રુપ છે જે સ્ટીલ ઉત્પાદક છે અને પુણે, નાસિક અહમદનગર અને ગોવાના ટ્રેડર છે.  તેના પર દરોડા પાડવામાં આવ્યા છે. 44થી વધુ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.

 

દરોડા દરમિયાન તમામ નકલી દસ્તાવેજો, બિલ, ઈલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. જીએસટી ઓથોરિટી પુણેના વ્હીકલ ટ્રેકિંગ એપ દ્વારા નકલી ઈ-વે બિલ જપ્ત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી આ જૂથ પાસેથી 160 કરોડ રૂપિયાની બોગસ ખરીદીના પુરાવા મળ્યા છે. તપાસમાં આ રકમ વધુ વધવાની શક્યતા છે. આવકવેરા અધિકારીઓ હજુ તપાસ કરી રહ્યા છે.

 

રોકડ રકમ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા

તપાસમાં 3.5 કરોડ રૂપિયાના માલની અછત અને લગભગ 4 કરોડ રૂપિયાના વધારાના સ્ટોક વિશે માહિતી મળી છે. પ્રોપર્ટીમાં રોકાણની સાથે 3 કરોડની રોકડ, 5.20 કરોડ રૂપિયાના દાગીના પણ અલગ અલગ સ્થળોએથી જપ્ત કરવામાં આવ્યા છે. 194 કિલો ચાંદી મળી આવી, જેની કિંમત 1.34 કરોડ આંકવામાં આવી રહી છે, અત્યાર સુધીની તપાસમાં 175.5 કરોડ રૂપિયાની આવકમાં દાગીના, રોકડનો પણ સમાવેશ થયો છે. આવકવેરાની રેડ અને તપાસ સતત ચાલી રહી છે.

 

રાજકોટમાં પણ ઘણી જગ્યાએ આવકવેરા વિભાગના દરોડા

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ આવકવેરા વિભાગની કાર્યવાહીઓ સખ્ત બની છે, ત્યારે રાજકોટમાં ઘણા બિલ્ડરો આવકવેરાની ઝપેટમાં આવી ચૂક્યા છે. રાજકોટના (Rajkot) નામાંકીત બિલ્ડર ગ્રુપ આર.કે અને ગંગદેવ ગ્રુપ પર સતત ચારથી પાંચ દિવસ સુધી ઈન્કમ ટેક્સ(Income Tax) વિભાગનો સર્વે ચાલ્યો.

 

 

ઈન્કમ ટેક્સ વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે ચાર દિવસની કાર્યવાહી દરમિયાન અંદાજિત 300 કરોડના બિનહિસાબી વ્યવહારો હાથ લાગ્યા છે. જેને લઈને તપાસ તેજ કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા ગત રાત્રીના કોથળાં ભરીને સાહિત્ય ઈન્કમ ટેક્સ કચેરીમાં ઠાલવવામાં આવ્યું છે. આ સાથે જ કેટલાક બેંક ખાતાઓ સીઝ કરવામાં આવ્યા છે અને સોનું તથા રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે.

 

 

ઈન્કમ ટેક્સ વિભાગની તપાસમાં મોટા પ્રમાણમાં સોનું કબ્જે કરવામાં આવ્યું છે, જ્યારે અનેક અંડર કન્સ્ટ્રકશન બિલ્ડીંગો પણ છે, જેને લઈને ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા વેલ્યુએશન નક્કી કરવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઈન્કમ ટેક્સ વિભાગની તપાસમાં કેટલીક મિલકતોની વેલ્યુએશનની આકારણી ઓછી કરવામાં આવી હતી. જેના કારણે ઈન્કમ ટેક્સ વિભાગે વેલ્યુઅરની મદદ લીધી છે અને તમામ મિલ્કતોની વેલ્યુએશન નક્કી કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે.

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati