મારે નિવૃત્ત થવું છે, PM મોદીએ આ વ્યક્તિને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવા જોઈએ, કોશ્યારીનું નિવેદન

કોશ્યારીએ કહ્યું, મારે નિવૃત્ત થવું છે, તેમ છતાં હું રાજ્યપાલ તરીકે કામ કરી રહ્યો છું. પીએમ મોદીએ (PM Modi) એવા વ્યક્તિને રાજ્યપાલ બનાવવા જોઈએ, જેનું સમાજમાં કોઈ યોગદાન હોય.

મારે નિવૃત્ત થવું છે, PM મોદીએ આ વ્યક્તિને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવવા જોઈએ, કોશ્યારીનું નિવેદન
Bhagat Singh Koshyari (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2022 | 8:37 PM

મહારાષ્ટ્રના (Maharashtra) રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દરરોજ પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હવે તેમનું વધુ એક નિવેદન આવ્યું છે જે ચર્ચામાં આવી શકે છે. રાજ્યપાલે પોતાના નવા નિવેદનમાં કહ્યું છે કે તેઓ હવે નિવૃત્ત થવા માંગે છે. તેમણે નિવૃત્તિ લેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે ફક્ત નિવૃતિને લઈને જ નિવેદન નથી આપ્યુ, પરંતુ તેમણે એમ પણ કહ્યુ કે, પીએમ નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કેવા વ્યક્તિને રાજ્યપાલ બનાવવા જોઈએ? તેમણે કહ્યું કે આ માટે સેવા ભાવના ધરાવતી વ્યક્તિની જરૂર છે. મહારાષ્ટ્રના અહેમદનગરમાં ‘સ્નેહાલય’ સંસ્થા દ્વારા યુવા પ્રેરણા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું ઉદ્ઘાટન રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ કર્યું હતું. તેમણે આ જ ઉદ્ઘાટન ભાષણમાં આ નિવેદન આપ્યું હતું.

સમાજ માટે જે યોગદાન આપે, રાજ્યપાલનું પદ તેમના નામ

રાજ્યપાલ કોશ્યારીએ કહ્યું કે સમાજને સુધારવાનું કામ યુવાનોએ કરવાનું રહેશે. મારે નિવૃત્ત થવું છે, તેમ છતાં હું રાજ્યપાલના પદ પર કામ કરી રહ્યો છું. સાચું કહું તો, પીએમ મોદીએ મને રાજ્યપાલ તરીકે રાખવાને બદલે સ્નેહાલય સંસ્થાના ગિરીશ કુલકર્ણી જેવા વ્યક્તિને રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવા જોઈએ. તેમણે સમાજમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે.

આ પછી રાજ્યપાલે છેલ્લા સાત-આઠ વર્ષમાં દેશે કરેલી પ્રગતિ અંગે પોતાના મંતવ્યો આપ્યા હતા. તેમણે કહ્યું કે 33 કરોડ લોકોના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. જ્યાં શૌચાલય ન હતા ત્યાં શૌચાલય બનાવવામાં આવ્યા હતા. જ્યાં વીજળી ન હતી ત્યાં વીજળીની ઘણી વ્યવસ્થા કરવામાં આવી હતી. દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં આપણા દેશની સાથે સાથે પડોશી દેશોએ પણ પ્રગતિ કરવી જોઈએ. જો પડોશીઓ પ્રગતિ નહીં કરે તો તેની અસર આપણા જ દેશ પર થવાની છે. તેથી જ દરેક વ્યક્તિ માટે પ્રગતિ કરવી મહત્વપૂર્ણ છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

થોડા દિવસો પહેલા કહ્યું હતું – મને મીડિયા સાથે વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી

‘ગુજરાતીઓ અને રાજસ્થાનીઓ મુંબઈથી હિજરત કરશે તો પૈસા ક્યાં રહેશે? તો મહારાષ્ટ્રમાં શું બચશે?’, આ નિવેદન આપ્યા બાદ હંગામો વધ્યો ત્યારે રાજ્યપાલ કોશ્યારીએ આ નિવેદન બદલ માફી માંગવી પડી. બાદમાં તેમણે કહ્યું કે મહારાષ્ટ્રને આગળ લઈ જવામાં દરેકનો ફાળો છે. તેમણે કહ્યું હતું કે એક ખાસ સામાજિક વર્ગના લોકોએ તેમને તેમના કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું હતું. તેથી, સંબંધિત કાર્યક્રમમાં તેમના વખાણમાં કંઈક કહેવાનું હતું, તેનો અર્થ અન્ય સમાજનુ કોઈ ખરાબ દર્શાવવાનો નહોતો.

આ પછી રાજ્યપાલે થોડા સમય માટે મીડિયાથી અંતર વધારી દીધું હતું. જ્યારે TV9એ તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેણે કહ્યું કે તેને મીડિયા સાથે વાત કરવાની મનાઈ કરવામાં આવી છે. લાંબા સમય બાદ ફરી એકવાર રાજ્યપાલનું આ નવું નિવેદન આવ્યું છે. હવે જ્યારે રાજ્યપાલનું કોઈ પણ નિવેદન આવે છે ત્યારે તે આપોઆપ ચર્ચાનો વિષય બની જાય છે કારણ કે મહારાષ્ટ્રના રાજ્યપાલ રાજ્યમાં થોડા વધુ ચર્ચામાં આવી ગયા છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">