મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહીના પગલે 3,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

મુંબઈ સહિત મહારાષ્ટ્ર (Maharashtra) ના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે વિવિધ સ્થળોએ પાણી ભરાઈ જવાની અને જામની સ્થિતિ છે. હવામાન વિભાગે માયાનગરીમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહીના પગલે 3,500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
Maharashtra Rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2022 | 12:49 PM

Maharashtra Rain: મુંબઈમાં સોમવાર રાતથી ભારે વરસાદનો ખતરો હજુ ટળ્યો નથી. હવામાન વિભાગ (IMD)એ આ અંગે એલર્ટ જાહેર કર્યું છે. વિભાગે આગામી 24 કલાકમાં મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરી છે.દરમિયાન, સમગ્ર મહારાષ્ટ્રમાં પૂરની સંભાવના અને સંવેદનશીલ સ્થળોએથી 3,500 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ અંગે માહિતી આપી અને અસરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા કરી. તેમજ રાજ્ય પ્રશાસનના અધિકારીઓને જરૂરી સાવચેતી રાખવા અને કોઈ જાન-માલનું નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.

રાજ્યમાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોને ટ્રાફિક અને જામની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે ભારે વરસાદને કારણે ટ્રેનોની અવરજવરને પણ અસર થઈ હતી. તેને ધ્યાનમાં રાખીને NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. ઘણી રાહત અને બચાવ ટીમોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.

IMDએ કહ્યું કે, આગામી સાત દિવસ સુધી વરસાદની સંભાવના છે. મુંબઈમાં આજે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં આગામી કેટલાક દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, વરસાદને કારણે મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનની ગતિ ધીમી થઈ ગઈ છે. રેલવે ટ્રેક સહિત અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ટ્રેનો અને વાહનોની અવરજવર ધીમી પડી ગઈ છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

પિકનિક માટે ગયેલો યુવક ડૂબી ગયો

દહિસર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, મંગળવારે સાંજે ભારે વરસાદ વચ્ચે મુંબઈના દહિસર પૂર્વ વિસ્તારના બોરીવલી ઉપનગરમાં ગોરાઈના સાત યુવકોનું એક જૂથ વૈશાલી નગરમાં પિકનિક માટે ગયું હતું. આ દરમિયાન ખાણમાં ભરાયેલા પાણીમાં બે યુવકો ડૂબી ગયા હતા. યુવકો ડૂબ્યાની માહિતી મળતાં ફાયર બ્રિગેડની ટીમે એક યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો, જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. ફાયર બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું કે, ખાણમાંથી જે યુવકનો મૃતદેહ મળી આવ્યો છે તેની ઓળખ શેખર પપ્પુ વિશ્વકર્મા (19) તરીકે થઈ છે. અધિકારીએ જણાવ્યું કે હોસ્પિટલમાં લઈ જવા પર તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

IMD એ 7-8 જુલાઈ માટે મુંબઈ અને થાણે માટે ઓરેન્જ ચેતવણી જાહેર કરી છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે પાલઘર (8 જુલાઈ) અને રાયગઢ અને રત્નાગિરી માટે 8 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

પવઈ તળાવ છલકાયું

સ્થાનિક નાગરિક સંસ્થાના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદ વચ્ચે મંગળવાર સાંજથી મુંબઈમાં પવઈ સરોવર ઉભરાવા લાગ્યું છે. તેમણે કહ્યું કે તળાવની સંગ્રહ ક્ષમતા 545 કરોડ લિટર છે અને સાંજે 6:15 વાગ્યે ઓવરફ્લો થવાનું શરૂ થયું. જોકે, તળાવનું પાણી પીવાલાયક નથી. તેનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે થાય છે. ગયા વર્ષે 12 જૂને તે ઓવરફ્લો થઈ ગયું હતું. જ્યારે તળાવ ભરાઈ જાય છે, ત્યારે પાણીનો વિસ્તાર લગભગ 2.23 ચોરસ કિલોમીટર છે, જ્યારે કેચમેન્ટ વિસ્તાર 6.61 ચોરસ કિલોમીટર છે. BMC હેડક્વાર્ટરથી લગભગ 27 કિમી દૂર સ્થિત પવઈ તળાવ 1890માં 40 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું.

NDRFની ટીમ તહેનાત

પિંગલાઈ નદીમાં આવેલા પૂરથી અમરાવતી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં તબાહી મચી ગઈ છે. નદીના જળસ્તરમાં વધારો થતાં અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. નંદગાંવમાં કમર પાણી દેખાઈ રહ્યું છે. બીજી તરફ સિંધુદુર્ગ જિલ્લામાં નિર્મલા નદીમાં આવેલા પૂરના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નિર્મલા નદીમાં પૂરના કારણે 27 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. કોલ્હાપુરમાં ભોગવતી નદી રોડ પરના પુલ પરથી વહી રહી છે. એનડીઆરએફની ટીમો ત્યાં તૈનાત કરવામાં આવી છે. આ સાથે રત્નાગીરી, પાલઘર અને પનવેલમાં પણ ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">