મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડેને હાર્ટ એટેક, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા ધનંજય મુંડે (Dhananjay Munde) મંગળવાર સાંજે 5.30 વાગ્યે જનતા દરબારથી ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક તેમને છાતીમાં દુખાવો થયો હતો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્ર સરકારના મંત્રી ધનંજય મુંડેને હાર્ટ એટેક, મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ
Maharashtra Minister Dhananjay Munde (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 10:47 AM

મહારાષ્ટ્ર સરકારના (Maharashtra) મંત્રી અને NCP નેતા ધનંજય મુંડેને (NCP leader Dhananjay Munde) હાર્ટ એટેક આવ્યો છે. મળતી માહિતી મુજબ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મંગળવારે તેમનો જનતા દરબારનો કાર્યક્રમ હતો. તેઓ સાંજે 5.30 વાગ્યે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો શરૂ થયો હતો. આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલ(Mumbai Hospital)  લઈ જવામાં આવ્યા. હાલ તેમની હાલત સ્થિર છે.

રાજેશ ટોપે ખબર અંતર પુછવા હોસ્પિટલ પહોંચ્યા

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ પણ ફોન કરીને તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી. આ પછી તેઓ ખબર અંતર પુછવા હોસ્પિટલ પણ ગયા હતા. હોસ્પિટલમાં હાલ ડૉક્ટરોની એક ટીમ ધનંજય મુંડેના સ્વાસ્થ્ય (Dhananjay Munde Health) પર નજર રાખી રહી છે. આગામી સાત દિવસ સુધી તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ધનંજય મુંડે મહારાષ્ટ્ર સરકારમાં સામાજિક ન્યાય મંત્રી છે.

આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપે બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં મુંડેની તબિયત પૂછવા પહોંચ્યા હતા. હોસ્પિટલમાંથી (Breach Candy Hospital) બહાર નીકળ્યા પછી કહ્યું હતુ કે, મંત્રીની હાલત સ્થિર છે. વધુમાં તેણે કહ્યું કે મંત્રીઓનું કામ થોડું વધારે તણાવપૂર્ણ છે. મોડી રાત સુધી કામ કર્યા બાદ તેઓ મંગળવારે સવારથી જ જનતા દરબારમાં આવ્યા હતા. અત્યારે વધુ પડતા સ્ટ્રેસને કારણે હાર્ટ એટેક આવ્યો છે.

NCP નેતા ધનંજય મુંડે

ઉલ્લેખનીય છે કે, ધનંજય મુંડે ભાજપના દિવંગત નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા અને ધારાસભ્ય પંકજા મુંડે અને સાંસદ પ્રિતમ મુંડેના પિતરાઈ ભાઈ છે. ધનંજય મુંડેએ NCPની ટિકિટ પર ચૂંટણી લડીને પંકજા મુંડેને હરાવ્યા હતા. હાલમાં તેઓ મહારાષ્ટ્ર સરકારમાં સામાજિક ન્યાય મંત્રી છે. તેમને મહારાષ્ટ્રના ખૂબ જ કાર્યશીલ નેતા માનવામાં આવે છે અને સાથે જ તેમને નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નજીકના માનવામાં આવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો : Uniform Civil Code: દેશમાં તરત જ લાગુ કરો સમાન નાગરિકતા કાયદો, રાજ ઠાકરેએ PM મોદી પાસે કરી માગ

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">