Tv9 Exclusive : ગુજરાત ATS ની ટીમે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની મુંબઈથી અટકાયત કરી

ગુજરાત ATSની ટીમ તિસ્તા સેતલવાડને પકડવા મુંબઈ પહોંચી હતી અને તેની અટકાયત કરી છે. જેમાં 2002 ના ગોધરાકાંડ પછીના રમખાણોમાં ગુજરાતની છબી ખરડી હોવાના પણ તેમના પર આક્ષેપ હતા.

Tv9 Exclusive : ગુજરાત ATS ની ટીમે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની મુંબઈથી અટકાયત કરી
Teesta Setlvad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 8:38 PM

ગુજરાત (Gujarat)  ATSની ટીમ તિસ્તા સેતલવાડને( Teesta Setalvad) પકડવા મુંબઈ પહોંચી હતી અને તેની અટકાયત કરી છે. જેમાં 2002 ના ગોધરાકાંડ(Godhrakand 2002)  પછીના રમખાણોમાં ગુજરાતની છબી ખરડી હોવાના પણ તેમના પર આક્ષેપ હતા. આ ઉપરાંત તેમની NGO ને મળેલા વિદેશી ફંડ અંગે પણ અગાઉ તપાસ થઇ હતી. ગુજરાત ATSએ નવો કેસ દાખલ ફરી તપાસ શરૂ કરી છે. ગુજરાત ATSએ તિસ્તાની કસ્ટડી મેળવી છે. જેમાં તિસ્તાને લઈને ગુજરાત ATS સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશન પહોંચી છે. તિસ્તાની NGO CJPની વિરુદ્ધમાં ગઈકાલે જ અમિત શાહે કરી ટિપ્પણી કરી હતી. જેમાં તિસ્તાએ ઝાકિયા જાફરીની લાગણીઓ સાથે રમત કરી હોવાની સુપ્રીમે કોર્ટે ટિપ્પણી કરી હતી.સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તિસ્તા સેતલવાડ પર ગાળિયો કસાયો છે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમા તિસ્તા સામે નવી FIR દાખલ

જેમાં ગુજરાત ATSની બે ટીમો તપાસ માટે પહોંચી છે. જેમાં એક ટીમ પોલીસ સ્ટેશનમાં હતી અને બીજી ટીમ જુહુમાં તિસ્તાના ઘરે મુંબઈ પોલીસ અધિકારીઓ સાથે પહોંચી હતી. જેમાં તિસ્તાની અટકાયત બાદ તેની ઓફિસ અને ઘરે પણ તપાસ કરશે.ગુજરાત પોલીસ તિસ્તા સેતલવાડને અમદાવાદની મુખ્ય ઓફિસ લઈને આવશે. તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તિસ્તા સામે નવી FIR દાખલ થશે.

તિસ્તા સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

જેમાં 2002ના રમખાણોમાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ગેરમાર્ગે દોરવા બાબતે ફરિયાદ નોંધી છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તિસ્તા સામે ફરિયાદ નોંધી છે. જેમાં તિસ્તા સહિત 3 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. જેમાં આર. બી. શ્રીકુમાર અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. જેમાં ત્રણેયને પકડવા ગુજરાત ATS અને ક્રાઈમ બ્રાન્ચનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ક્રાઈમ બ્રાન્ચના PI ડી. બી. બારડ ફરિયાદી બન્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણ મુદ્દે SITએ આપેલી ક્લિનચીટ મુદ્દે કહ્યું હતું કે, સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડે અરજીકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનું ખોટા હેતુ માટે શોષણ કર્યું.. સુપ્રીમ કોર્ટે SIT તપાસના વખાણ કરતા કહ્યું હતું કે, કડક ટીપ્પણી કરતાં કહ્યું કે, જેટલા લોકો કાયદા સાથે રમત રમે છે તેના વિરૂદ્ધ એક્શન લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડનું નામ લઈને કહ્યું કે, તેના વિરૂદ્ધ તપાસની જરૂર છે.

મહત્વનું છે કે, 2002ના ગુજરાત રમખાણોમાં કથિત સંડોવણી બદલ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય રાજકીય નેતાઓ તેમજ સરકારી અધિકારી સામે ફોજદારી ટ્રાયલની માંગ કરતી અરજી કરી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">