Maharashtra political Crisis: રાજ્યપાલ કોશ્યારીએ CM ઉદ્ધવ ઠાકરે પાસે 3 દિવસમાં લીધેલા નિર્ણય અંગે માગ્યો રિપોર્ટ

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવ સરકાર પાસેથી 22 થી 24 જૂન સુધીનો સરકારે લીધેલા નિર્ણયો અંગેનો રિપોર્ટ માંગ્યો છે. રાજભવન દ્વારા જાહેર કરાયેલા પત્રમાં પૂછવામાં આવ્યું છે કે સીએમ ઉદ્ધવે ત્રણ દિવસમાં કયા કયા નિર્ણયો લીધા.

Maharashtra political Crisis: રાજ્યપાલ કોશ્યારીએ CM ઉદ્ધવ ઠાકરે પાસે 3 દિવસમાં લીધેલા નિર્ણય અંગે માગ્યો રિપોર્ટ
Bhagatsingh Koshyari and letter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 10:47 AM

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ (Bhagat Singh Koshyari) રાજ્ય સરકાર પાસેથી નિર્ણયો અંગે જવાબ માંગતા, મહારાષ્ટ્રના (Maharashtra) ગરમાયેલા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. શિવસેનાના (Shiv Sena) બળવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. શિવસેના વિવાદ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરાયેલ સુનાવણીમાં શિંદે જૂથને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના કેસની કાર્યવાહી પર 11 જુલાઈ સુધી રોક લગાવી દીધી છે. આવી સ્થિતિમાં બળવાખોર ધારાસભ્યોનું સભ્યપદ ગુમાવવાનો ખતરો હાલ પૂરતો છે. હવે બધાની નજર એકનાથ શિંદેના (Eknath Shinde) આગામી પગલા પર છે. સૂત્રોનું કહેવું છે કે 11 જુલાઈ આવવામાં હજુ સમય છે. આવી સ્થિતિમાં એકનાથ શિંદે ફ્લોર ટેસ્ટની (Floor test) માંગ કરી શકે છે. તેઓ રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ મળે તેવી શક્યતા છે.

રાજ્યપાલે ઉદ્ધવ સરકાર પાસેથી નિર્ણયો પર રિપોર્ટ માંગ્યો

રાજકીય વિશ્લેષકો માને છે કે એકનાથ શિંદે માટે અત્યારે સૌથી મજબૂત અને સૌથી અસરકારક વિકલ્પ ફ્લોર ટેસ્ટની માંગ હોઈ શકે છે. કારણ કે શિંદે જાણે છે કે તેમની પાસે શિવસેનાના બે તૃતિયાંશથી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. તેથી, તેઓ ફ્લોર ટેસ્ટ દ્વારા ઉદ્ધવ સરકારને સત્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરી શકે છે. કોર્ટના નિર્ણય બાદ ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે. સોમવારે પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે ભાજપના ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં હાજર રહેલા એક ધારાસભ્યે કહ્યું કે પાર્ટી હાલમાં ‘રાહ જુઓ’ની રણનીતિ પર કામ કરી રહી છે. દરમિયાન, રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ઉદ્ધવ સરકાર પાસેથી 22 થી 24 જૂન સુધીનો રિપોર્ટ માંગ્યો છે. રાજભવન દ્વારા જાહેર કરાયેલા પત્રમાં પૂછવામાં આવ્યું છે કે સીએમ ઉદ્ધવ ઠાકરેએ 22થી 24 જૂન સુધીના ત્રણ દિવસમાં કયા નિર્ણયો લીધા છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

5 દિવસમાં 280 જીઆર બહાર પાડવામાં આવ્યા છે, જાણો કયા દિવસે કેટલા જીઆર બહાર પાડ્યા ?

  • જૂન 24 – 58 જી.આર
  • જૂન 23 – 57 જી.આર
  • જૂન 22 – 54 જી.આર
  • જૂન 21 – 81 જી.આર
  • જૂન 20 – 30 જી.આર

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">