સેન્ડલમાં છુપાવીને લવાઈ રહી હતી આ વિદેશી બ્રાન્ડની સિગારેટ, DRIએ કરી જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ

DRI એ વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી મામલે ઉદ્યોગપતિ હરપ્રીતસિંહ તલવારની ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની કિંમત 3 કરોડથી વધુ છે.

સેન્ડલમાં છુપાવીને લવાઈ રહી હતી આ વિદેશી બ્રાન્ડની સિગારેટ, DRIએ કરી જાણીતા ઉદ્યોગપતિની ધરપકડ
સિગારેટની દાણચોરી
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Mar 13, 2021 | 1:57 PM

મુંબઈ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ ક્લબિંગ બિઝનેસના સૌથી સફળ બિઝનેસમેન હરપ્રીત સિંહ તલવાર ઉર્ફે કબીરની મુંબઇ એરપોર્ટથી ધરપકડ કરી છે. વિદેશી સિગારેટના દાણચોરીના કેસમાં DRI એ તેની ધરપકડ કરી. DRI દ્વારા આ વર્ષે જાન્યુઆરીમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તલવાર તે કેસમાં વોન્ટેડ હતો.

DRI ના સુત્રોના જણાવ્યા અનુસાર તલવારને DRI દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

આખો મામલો શું હતો?

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

DRI ના એક અધિકારીએ જણાવ્યું કે, જાન્યુઆરીમાં DRI દ્વારા નવી મુંબઈના ન્હાવા શેવા બંદર પર એક જાણકારી મળ્યા બાદ એક કન્સાઇનમેન્ટ અટકાવવામાં આવ્યું હતું. જેમાંથી તેમને મહિલાઓનાં સેન્ડલ મળ્યાં હતાં. તપાસ કરતા તેમાંથી વિદેશી બ્રાન્ડની સિગારેટ મળી આવી હતી. આ સિગારેટ છુપાવીને ભારતમાં દાણચોરી કરવામાં આવી રહી હતી. DRI એ તપાસમાં શોધી કાઢ્યું હતું કે, ઝડપાયેલી સિગારેટની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 3 કરોડ 24 લાખ રૂપિયા છે.

મહિલાઓના સેન્ડલમાં છૂપાવીને લવાતી હતી સિગારેટ

DRI એ જણાવ્યું કે, લગભગ 18 લાખ ગુદાંગ ગરમ સિગારેટની દુબઈથી ભારતમાં દાણચોરી કરવામાં આવી રહી હતી. આ કન્ટેનર જે નહાવા શેવા બંદર પર દુબઇથી આયાત અને નિકાસ કોડ ડીજીએફટી એટલે કે ડિરેક્ટર જનરલ ફોરેન ટ્રેડનું છે. જ્યારે આ કન્ટેનર પહોંચ્યું ત્યારે જાણવા મળ્યું કે, તેમાં મહિલાઓ માટે સેન્ડલ છે, પરંતુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ સેન્ડલમાં વિદેશી બ્રાન્ડની સિગારેટ છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તલવાર પણ આમાં સામેલ છે, ત્યારબાદ એજન્સીએ તેની ધરપકડ કરવા તેની શોધ શરૂ કરી હતી અને ત્યારબાદ ગુરુવારે જ્યારે તલવાર દિલ્હીથી મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે એજન્સીએ તેને પકડી પાડ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">