પાલઘરમાં કેમિકલ કંપનીમાં ફાટ્યું બોઇલર, બે લોકોના મોત, 13 લોકો ઘાયલ

પાલઘર જિલ્લાના બોઈસર MIDC વિસ્તારમાં એક કેમિકલ કંપનીમાં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને 13 ઘાયલ લોકોને શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પાલઘરમાં કેમિકલ કંપનીમાં ફાટ્યું બોઇલર, બે લોકોના મોત, 13 લોકો ઘાયલ
chemical company blastImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2022 | 7:23 PM

મહારાષ્ટના (Maharashtra )ના પાલઘર જિલ્લાના બોઈસર MIDC વિસ્તારમાં એક કેમિકલ કંપની(Chemical Company Blast)માં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી. પાલઘર પોલીસના જણાવ્યા મુજબ આ દુર્ઘટનામાં બે લોકોએ જીવ ગુમાવ્યા છે અને 13 ઘાયલ લોકોને શિંદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ લાગવાની જાણ થતાં ફાયર કર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બુધવારે સાંજે ગોવર્ધન પૂજાના અવસર પર એક મોટી દુર્ઘટના બની હતી. કેમિકલ કંપનીના બોઈલરમાં સાંજે અચાનક વિસ્ફોટ થતાં 13 કામદારોને ઈજા થઈ હતી. ઘાયલોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા, જ્યાં બે કર્મચારીઓને મૃત જાહેર કરવામાં આવ્યા. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ છે. હજુ પણ કેટલાય કર્મચારીઓ આગની અંદર ફસાયા હોવાની આશંકા છે.

ઘટના બોયસર વિસ્તારમાં છે

ANI અનુસાર, પાલઘર જિલ્લાના બોઈસરના MIDC વિસ્તારમાં હાજર એક કેમિકલ કંપનીના બોઈલરમાં વિસ્ફોટ થયો છે. બોઈસર ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે ફાયર ટીમ ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવા અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તપાસમાં બ્લાસ્ટનું કારણ જાણી શકાયું નથી. બોઈલરમાં કોઈ કેમિકલ લીક થવાના કારણે આગ લાગવાની આશંકા હોવાનું માનવામાં આવે છે.

ઘાયલોને શિંદે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે

પાલઘર જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર વિસ્ફોટ બાદ તરત જ ઘાયલોને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 13 ઘાયલોને બોઈસરની શિંદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બે લોકોના મોત થયા હતા. કંપનીમાં ફસાયેલા અન્ય લોકોને પણ બહાર કાઢવામાં આવી રહ્યા છે. જો કે અંદર કેટલા લોકો ફસાયા છે તેની માહિતી હજુ સુધી અધિકારીઓ પાસે નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">