મહારાષ્ટ્રના ખેડૂતો પર કમોસમી વરસાદનો વધુ એક માર, ડાંગર અને ડુંગળીના પાકને મોટું નુકસાન

ઓગસ્ટ અને સપ્ટેમ્બરના કમોસમી વરસાદમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન થયુ હતુ. ફરી કમોસમી વરસાદ થતા હવે ખેડૂતોને નુકસાનમાંથી બહાર આવવુ અઘરુ થઇ ગયુ છે.

મહારાષ્ટ્રના ખેડૂતો પર કમોસમી વરસાદનો વધુ એક માર, ડાંગર અને ડુંગળીના પાકને મોટું નુકસાન
Crop Damage Due To Rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 4:16 PM

અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે મહારાષ્ટ્ર (Maharashtra) સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Rain) વરસ્યો છે. કમોસમી વરસાદના કારણે ફરી એક વાર ખેડૂતો(Farmers)ની મહેનત પર પાણી ફરી વળ્યુ છે. નાશિક જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરો(Farm)માં પાણી ભરાઇ જતા ડાંગરનો પાક પલળી ગયો છે.

ડાંગર અને ડુંગળીની ખેતીને નુકસાન નાશિકના ઈંગતપુરીમાં શનિવારે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ડાંગરની ખેતી બરબાદ થઈ ગઈ છે. કેટલાક ખેડૂતોના ડાંગરના પાકની ગુણવત્તા પર અસર થઇ છે. છેલ્લા ચાર દિવસથી મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિને કારણે માત્ર ડાંગર જ નહીં પરંતુ ડુંગળીની ખેતીને પણ નુકસાન થયું છે. પ્રારંભિક ખરીફ માટે તૈયાર થયેલા પાકને પણ નુકસાન થયું છે.

ખેડૂતોનું કહેવું છે કે હવે પાકની ગુણવત્તા તો બગડશે જ, પરંતુ તેને ખેતરમાંથી કાઢવાનો ખર્ચ પણ વધશે. બીજી તરફ હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બે-ત્રણ દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને વરસાદની સંભાવના રહેશે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલા કમોસમી વરસાદથી પણ ખેડૂતોને ભારે નુકસાન થયુ હતુ. ખેડૂતો હજુ તે નુકસાની જેમ તેમ કરીને ભરી રહ્યા હતા ત્યાં મહારાષ્ટ્રમાં ફરી એકવાર કમોસમી વરસાદે દસ્તક આપી છે. ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. છેલ્લા બે વરસાદથી નાસિકમાં ખેડૂતોનો પાક બગડી રહ્યો છે.

ખેડૂતે સમસ્યા જણાવી નાશિકના સિન્નરના રહેવાસી અરુણ રાવનું કહેવું છે કે તેણે પોતાની 4 એકર જમીનમાં ડાંગરની ખેતી કરી હતી, પરંતુ શનિવારે રાત્રે ભારે વરસાદને કારણે આખો પાક બગડી ગયો છે. સમગ્ર ડાંગર પાણીમાં ગરકાવ છે. પાણીમાં ડૂબી જવાથી પાક સંપૂર્ણપણે બગડી ગયો હતો. ખેડૂતે કહ્યું કે મારી કિંમત પણ આ પાકમાંથી નીકળી શકશે નહીં. અંદાજે 3 થી 4 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

હવામાન વિભાગની માહિતી હવામાન નિષ્ણાત વિજય જયભાવેએ Tv9 Digital સાથેની વાતચીતમાં જણાવ્યું કે અરબી સમુદ્રમાં ઓછા દબાણને કારણે નાસિકના મોટા વિસ્તારમાં વરસાદ થયો છે. આગામી બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટોછવાયો વરસાદ પડશે.

આ પણ વાંચો: ફોન વગર પણ વાપરી શકાશે વોટ્સએપ, વોટ્સએપનું નવુ ફીચર લોન્ચ

આ પણ વાંચો: અઢી વર્ષની બાળકીની હત્યા!, સુરતના વડોદ ગામમાંથી ગુમ થયેલી અઢી વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો

Latest News Updates

ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">