મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર સંજય પાંડેને ઈડીએ પાઠવ્યું સમન્સ, મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા

મની લોન્ડરિંગના જૂના કેસમાં સંજય પાંડેની પૂછપરછ થવાની છે. મુંબઈ પોલીસ (Mumbai Police) કમિશ્નર તરીકેનો તેમનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો હતો. સંજય પાંડે (Sanjay Pandey) ત્રણ દિવસ પહેલા જ પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે.

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર સંજય પાંડેને ઈડીએ પાઠવ્યું સમન્સ, મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા
Former Mumbai Police Commissioner Sanjay Pandey (File photo)
TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Jul 03, 2022 | 8:07 PM

મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નરની મુશ્કેલીઓ વધી ગઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સંજય પાંડેને સમન્સ પાઠવ્યું છે. મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. પૂર્વ પોલીસ કમિશ્નરને (Former Mumbai Police Commissioner) 5 જુલાઈએ પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. મની લોન્ડરિંગના જૂના કેસમાં સંજય પાંડેની પૂછપરછ થવાની છે. મુંબઈ પોલીસ કમિશનર તરીકેનો તેમનો કાર્યકાળ વિવાદાસ્પદ રહ્યો હતો. સંજય પાંડે (Sanjay Pandey) ત્રણ દિવસ પહેલા જ પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા છે.

સંજય પાંડે 30 જૂને નિવૃત્ત થયા હતા અને ત્રણ દિવસ પછી ED દ્વારા તેમને સમન્સ મોકલવામાં આવ્યું છે. સંજય પાંડે જ્યારે રાજ્યના ડીજીપી હતા ત્યારે તેમણે મુંબઈના તત્કાલીન પોલીસ કમિશનર પરમબીર સિંહ પર પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામેના કેસને હળવો કરવા દબાણ કર્યું હતું. તેમને NSE સર્વર કોમ્પ્રોમાઈઝ કેસમાં સમન પાઠવવામાં આવ્યું છે. ચિત્રા રામકૃષ્ણ કેસમાં ઓડિટ કંપની બનાવવામાં આવી હતી. આ કંપની સંજય પાંડેની માલિકીની હતી. આ બંને કેસમાં સંજય પાંડેને EDએ નોટિસ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે.

પોલીસ સેવામાં સંજય પાંડેનો કાર્યકાળ હાલના સમયમાં આવો રહ્યો

IIT કાનપુરમાંથી કોમ્પ્યુટર સાયન્સના સ્નાતક સંજય પાંડેને 2015માં હોમગાર્ડના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેઓ તેમની નિમણૂકથી ખુશ ન હતા. જે બાદ તેઓ ડાયરેક્ટર જનરલ પણ બન્યા હતા. જે સમયે પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કાર મૂકવાનો મામલો સામે આવ્યો ત્યારે પરમબીર સિંહ મુંબઈના પોલીસ કમિશનર હતા. સંજય પાંડેને મહારાષ્ટ્ર રાજ્ય સુરક્ષા ટીમમાં મોકલવામાં આવ્યા હતા. પરંતુ સિનિયર હોવા છતાં વારંવાર સાઇડ પોસ્ટિંગના કારણે તેઓ અસંતુષ્ટ હતા.

9 એપ્રિલે તેમને મહારાષ્ટ્રના ડીજીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો. જ્યારે એન્ટિલિયા કેસને યોગ્ય રીતે ન સંભાળવા બદલ પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ દ્વારા પરમબીર સિંહને હટાવવામાં આવ્યા તો પરમબીર સિંહે અનિલ દેશમુખ પર 100 કરોડની વસૂલાતનો આરોપ લગાવ્યો હતો, જેની તપાસ હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈને સોંપવામાં આવી.

આ પછી હેમંત નાગરલેને મુંબઈ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. પરંતુ શિવસેનાના સાંસદ સંજય રાઉત હેમંત નાગરાલેથી નારાજ હતા. શિવસેનાને તેમની પાસેથી અપેક્ષા હતી કે જે રીતે કેન્દ્રીય તપાસ એજન્સીઓ એમવીએ સરકારના લોકો સામે કાર્યવાહી કરી રહી છે, તેવી જ રીતે નાગરાલેએ પણ ભાજપના નેતાઓ સામે પોલીસ કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ નાગરાલે આ કામમાં ઠાકરે સરકારને સાથ આપી શક્યા ન હતા.

આ પછી સંજય પાંડેને મુંબઈ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે તેમણે શિવસેનાના ટોચના નેતૃત્વને વચન આપ્યું હતું કે તેઓ તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. એવું થયું પણ ખરૂ. દેવેન્દ્ર ફડણવીસથી લઈને કિરીટ સોમૈયા સુધીના ભાજપના નેતાઓએ તેમના પર ઠાકરે સરકારના ઈશારે પોલીસ લાઠીનો ઉપયોગ કરીને પક્ષપાતી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati