શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ EDના સંકજામાં, પૂછપરછ દરમિયાન લથડી તબિયત !

શિવસેનાના નેતા આનંદરાવ અડસુલની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) તેના ઘરે દરોડા પાડ્યા હતા. ત્યારે પુછપરછ દરમિયાન તેમની તબિયત લથડી હતી.

શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ  EDના સંકજામાં, પૂછપરછ દરમિયાન લથડી તબિયત !
Anand Rao (File Photo)

Maharashtra: મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં સીટી કોઓપરેટિવ બેંક છેતરપિંડીના કેસમાં શિવસેના નેતાની મુશ્કેલીઓ વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) સોમવારે શિવસેનાના પૂર્વ સાંસદ આનંદરાવ અડસુલના ઘરે દરોડા પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે EDએ તાજેતરમાં શિવસેનાના નેતા આનંદરાવ અડસુલ અને તેમના પુત્ર અભિજીતને (Abhijeet) ઓફિસમાં પૂછપરછ માટે સમન્સ પણ મોકલ્યુ હતુ.

 

પુછપરછ દરમિયાન આનંદરાવની તબિયત લથડી

શિવસેનાના નેતા આનંદરાવ અડસુલ અને તેના પુત્ર અભિજીતને સમન્સ મોકલવા છતાં ED સમક્ષ હાજર થયા નહોતા. આ દરમિયાન EDના અધિકારીઓ આનંદરાવના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તેની પૂછપરછ શરૂ કરી હતી.

 

જો કે પુછપરછ દરમિયાન પૂર્વ સાંસદની તબિયત બગડતા તેને ગોરેગાંવની લાઈફ કેર હોસ્પિટલમાં (Life Care Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઈડીની ટીમે આનંદરાવની 3થી 4 કલાક સુધી પૂછપરછ કરી છે અને તેના ઘરેથી ઘણા દસ્તાવેજો, મોબાઈલ ફોન અને લેપટોપ પણ જપ્ત કરવામાં આવ્યા છે.

 

ધારાસભ્યની ફરિયાદ પર EDએ કાર્યવાહી કરી

ઉલ્લેખનીય છે કે બડનેરાના ભાજપના ધારાસભ્ય રવિ રાણાએ(Ravi Rana) સિટી બેંક કૌભાંડ કેસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ પર EDએ આનંદરાવ સામે કાર્યવાહી શરૂ કરી છે. શિવસેના નેતા આનંદરાવ (Anand Rao) પર સિટી બેંકમાંથી 900 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. ધારાસભ્ય રવિ રાણાએ જણાવ્યું હતુ કે આનંદરાવ અડસુલ સિટી બેંકના પ્રમુખ હતા, ત્યારે આ ભ્રષ્ટાચાર થયો હતો.

 

ખાતાધારકોના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો-ધારાસભ્ય

ધારાસભ્ય રવિ રાણાએ જણાવ્યું હતું કે સિટી કોઓપરેટિવ બેંકની (City Cooperative Bank) મુંબઈમાં 13-14 શાખાઓ છે. બેંકમાં 1000થી વધુ ખાતાધારકો છે. લોનના વિતરણમાં અનિયમિતતા અને એનપીએમાં ઘટાડો પણ બેંકના પતન માટે જવાબદાર છે. રવિ રાણાએ વધુમાં આરોપ લગાવતા જણાવ્યુ કે આનંદરાવ અડસુલે બેંકની સંપત્તિ ભાડે (Bank Property) આપી હતી. તેમજ તેણે ખાતાધારકોના પૈસાનો પોતાના કામ માટે ઉપયોગ કર્યો હતો.

 

દરેક તપાસ માટે તૈયાર- અભિજીત અડસુલ

તમને જણાવી દઈએ કે અડસુલના સંબંધીઓ આ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં હતા. આ સાથે લોનના વિતરણમાં અનિયમિતતા અને એનપીએમાં પણ ઘટાડો થયો હતો. છેલ્લા બે વર્ષથી મંદીના કારણે બેંકની સ્થિતિ (Bank Condition) ખરાબ છે. આ સાથે જ આનંદરાવના પુત્ર અભિજીત અડસુલે જણાવ્યુ હતુ કે તે તમામ તપાસ માટે તૈયાર છે. જોકે અભિજીતના જણવ્યા મુજબ આ કેસની વાજબી તપાસ થવી જોઈએ.

 

 

આ પણ વાંચો: ચક્રવાતી તોફાન ‘ગુલાબ’ ને કારણે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી, 11 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર

 

આ પણ વાંચો:  OMG : લોનાવાલા સ્ટેશન પર આ ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ! પછી જે થયુ તે જાણીને તમે પણ ચોંકી જશો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati