વર્ષા રાઉતની 9 કલાક પૂછપરછ, EDએ પત્રા ચૉલ કૌભાંડ કેસમાં સવાલોનો વરસાદ કર્યો

વર્ષા રાઉતે EDની પૂછપરછ બાદ કહ્યું, 'મને જે ખબર હતી તે બધું કહ્યું. મેં મારા તરફથી સંપૂર્ણ સહકાર આપ્યો. ગમે તે થાય અમે ઉદ્ધવ સાહેબને છોડીશું નહીં.

વર્ષા રાઉતની 9 કલાક પૂછપરછ, EDએ પત્રા ચૉલ કૌભાંડ કેસમાં સવાલોનો વરસાદ કર્યો
Varsha Raut Ed
Image Credit source: ANI
TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Aug 06, 2022 | 10:48 PM

શિવસેના (Shiv sena) સાંસદ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતની EDની પૂછપરછ શનિવારે સમાપ્ત થઈ ગઈ છે. સવારે અગિયાર વાગ્યાથી લગભગ 9 કલાક સુધી આ પૂછપરછ ચાલી હતી. 1034 કરોડના પત્રા ચૉલ કૌભાંડના કેસમાં EDએ તેમને શનિવારે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. વર્ષા રાઉત સવા અગિયાર વાગ્યે જ EDની ઓફિસે પહોંચી હતી. વર્ષા રાઉત સાથે તેની પુત્રી ઉર્વશી રાઉત પણ હાજર હતી. સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉત પણ તેમની સાથે ED ઓફિસ ગયા હતા. વર્ષા રાઉતે પૂછપરછ બાદ બહુ ઓછા શબ્દોમાં મીડિયા સાથે વાત કરી હતી.

વર્ષા રાઉત રાત્રે 8 વાગે ઈડીના ફોર્ટમાં બેલાર્ડ પિયરની ઓફિસમાંથી બહાર આવી હતી. EDની મેરેથોન પૂછપરછ બાદ તેણે મીડિયાને કહ્યું, ‘મને જેટલું ખબર હતું એટલું કહ્યું. મેં મારા તરફથી સંપૂર્ણ સહકાર આપ્યો. ગમે તે થાય અમે ઉદ્ધવ સાહેબને છોડીશું નહીં. જો ફરીથી બોલાવવામાં આવશે, તો અમે ચોક્કસપણે પૂછપરછ માટે હાજર રહીશું.

સુનીલ રાઉતે આ વાત પત્રા ચૉલ કૌભાંડ અંગે કહી હતી

પૂછપરછ બાદ વર્ષા રાઉતે મીડિયા સાથે વધુ વાત કરી ન હતી, પરંતુ સંજય રાઉતનો ભાઈ સુનીલ રાઉત પૂછપરછ દરમિયાન ED ઓફિસની બહાર મીડિયાને પોતાની બાઈટ આપતો રહ્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે ખાતામાં આવેલા એક કરોડ છ લાખ રૂપિયા પર સવાલો ઉભા થઈ રહ્યા છે. પરંતુ હજારો કરોડ લઈને ભાગી ગયેલા નીરવ મોદી, લલિત મોદી જેવા લોકો સામે કાર્યવાહી કરવાની ભાજપ સરકારમાં હિંમત નથી.

‘ભાજપના નેતાનો પત્ર ચાલ સાથે સંબંધ, ક્યારે પૂછપરછ થઈ?’

સુનીલ રાઉતે જણાવ્યું હતું કે, પત્રા ચૉલ કૌભાંડમાં, જેમાં તેની ભાભીની પૂછપરછ કરવામાં આવી રહી છે, તે પત્રચાલનો કોન્ટ્રાક્ટ કુલ 9 લોકોને આપવામાં આવ્યો હતો. તેમાંથી એક ભાજપના નેતા મોહિત કંબોજ છે. શું ભાજપના લોકો તેમની પૂછપરછ કરશે? તેમણે કહ્યું કે મોહિત કંબોજ અને કિરીટ સોમૈયા, આ લોકો જે બિન-મરાઠી છે, તેઓ પોતે ચોર છે અને અમારા પર સવાલો ઉભા કરે છે અને ED તેમના પર કાર્યવાહી કરે છે.

તેમણે કહ્યું હતું કે શિંદે જૂથમાં જોડાતા પહેલા જેમના પર કાર્યવાહી કરતા હતા તેમની સામે ED હવે કેમ કાર્યવાહી કરતું નથી. સુનીલ રાઉતે કહ્યું કે પ્રતાપ સરનાઈક, ભાવના ગવલી અને ગુલાબ રાવ પાટીલ સામે ઈડી અત્યારે કેમ કાર્યવાહી નથી કરી રહી? આ લોકો શિંદે જૂથમાં ગયા, ભાજપ સાથે ગયા તો શું તેમના પાપ ધોવાઈ ગયા? ભાજપના નેતા કિરીટ સોમૈયા હવે આના પર સવાલ કેમ ઉઠાવતા નથી? સુનીલ રાઉતે કહ્યું કે સંજય રાઉત અને તેની ભાભી વર્ષા રાઉતે બાળાસાહેબ ઠાકરે સાથે કામ કર્યું છે. તે ક્યારેય ઉદ્ધવ ઠાકરેનો સાથ નહીં છોડે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati