મુંબઈ એરપોર્ટ પર DRIએ જપ્ત કર્યું 3.7 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ, બે લોકોની ધરપકડ

જ્યારે ડીઆરઆઈએ તેમના સામાનની તપાસ કરી તો તેમની પાસેથી યુએસ ડોલર અને સાઉદી દિરહામના રૂપમાં વિદેશી ચલણ મળી આવ્યું. વિદેશી ચલણ સામાનમાં પોલાણ તરીકે છુપાવવામાં આવ્યું હતું, જેથી તેને સરળતાથી સ્કેન ન કરી શકાય.

મુંબઈ એરપોર્ટ પર DRIએ જપ્ત કર્યું 3.7 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ, બે લોકોની ધરપકડ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2021 | 11:01 PM

ઓપરેશન ચેક શર્ટ્સ હેઠળ ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરીને ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (Directorate of Revenue Intelligence – DRI)એ ગુપ્ત માહિતીના ઈનપુટ્સ પછી ભારતની બહાર વિદેશી ચલણની દાણચોરી કરતા બે પ્રવાસીઓની ધરપકડ કરી હતી. DRI અધિકારીઓએ 26 નવેમ્બરની સવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શારજાહ જવાના પ્રયત્નમાં લાગેલા બે મુસાફરોને રોક્યા હતા.

જ્યારે ડીઆરઆઈએ તેમના સામાનની તપાસ કરી તો તેમની પાસેથી યુએસ ડોલર અને સાઉદી દિરહામના રૂપમાં વિદેશી ચલણ મળી આવ્યું. વિદેશી ચલણ સામાનમાં પોલાણ તરીકે છુપાવવામાં આવ્યું હતું, જેથી તેને સરળતાથી સ્કેન ન કરી શકાય. આ મુસાફરો પાસેથી જે વિદેશી ચલણ મળી આવ્યું હતું. તેમાં તેમની સામે કસ્ટમ્સ એક્ટ, 1962ની કલમ 110 હેઠળ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ

ગયા અઠવાડિયે જ DRIએ 42 કરોડ રૂપિયાના સોનાની દાણચોરીનો પર્દાફાશ

આ પહેલા શુક્રવારે ડીઆરઆઈએ એર કાર્ગો દ્વારા તાઈવાન અને દક્ષિણ કોરિયા થઈને હોંગકોંગ થઈને 42 કરોડ રૂપિયાના સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો. ડીઆરઆઈને ગુપ્ત માહિતી મળી હતી કે આ સોનું મશીનરીના પાર્ટસના રૂપમાં લાવવામાં આવી રહ્યું છે. આ માહિતીના આધારે દિલ્હી એરપોર્ટ (Delhi Airport)  ના એર કાર્ગો કોમ્પ્લેક્સ (Air Cargo Complex)માં તપાસ શરૂ કરવામાં આવી હતી અને જાણવા મળ્યું હતું કે ટ્રાન્સફોર્મર સાથે ફીટ કરવામાં આવેલ ઈલેક્ટ્રો પ્લેટિંગ મશીન ઈ આકારમાં સોનું છુપાવવામાં આવ્યું હતું.

ડીઆરઆઈના જણાવ્યા અનુસાર એક મશીનમાં 1 કિલો સોનું રાખવામાં આવ્યું હતું. આ રીતે કુલ 80 મશીનમાંથી આ સોનું ઝડપાયું હતું. આશરે 42 કરોડની કિંમતનું 85 કિલો સોનું રિકવર કરવામાં આવ્યું છે. દાણચોરીની પદ્ધતિ અગાઉની ઘટના સાથે બરાબર મેળ ખાય છે, જેમાં દિલ્હીના એક ઝવેરીએ ઈલેક્ટ્રોનિક ઉપકરણમાં તેના ભાગોમાં છુપાવીને તે જ રીતે સોનાની દાણચોરી કરી હતી.

સાઉથ દિલ્હી અને ગુરુગ્રામમાં ભાડા પર લેવાયા હતા ફાર્મ હાઉસ

ડીઆરઆઈ દ્વારા પકડાયેલી ટોળકીએ આ ટ્રાન્સફોર્મરમાંથી સોનું કાઢવા માટે દક્ષિણ દિલ્હી અને ગુરુગ્રામમાં ફાર્મ હાઉસ ભાડે રાખ્યા હતા, જ્યાંથી ટ્રાન્સફોર્મરમાંથી સોનું અલગ કરીને આગળ સપ્લાય કરવામાં આવતું હતું. ભારતમાં સોનાની આ દાણચોરી 4 વિદેશી નાગરિકો દ્વારા કરવામાં આવી રહી હતી, જેમાં 2 દક્ષિણ કોરિયા, 1 ચીન અને એક તાઈવાન નાગરીકનો સમાવેશ થાય છે. આ ચારની ધરપકડ કર્યા બાદ હવે તપાસ એજન્સી સોનાની દાણચોરી કરતી આ આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ કરવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો :  1 Year of Farmers Protest: દિલ્હી ગાઝીપુર બોર્ડર પર રાષ્ટ્રગીત ગાઈને ખેડૂતોએ બંધારણ દિવસની ઉજવણી કરી, ટિકૈતે કહ્યું આંદોલનને સમાપ્ત કરવાની હજુ સુધી કોઈ યોજના નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">