ધીરૂભાઈ અંબાણીની આજે પૂણ્યતિથિ, જાણો કેટલા વર્ષ પહેલા તેમણે લોકલ ટુ વોકલ અને આત્મનિર્ભર ભારતની કરી હતી વાત

ધીરૂભાઈ અંબાણીની આજે પૂણ્યતિથિ, જાણો કેટલા વર્ષ પહેલા તેમણે લોકલ ટુ વોકલ અને આત્મનિર્ભર ભારતની કરી હતી વાત
http://tv9gujarati.in/dhiru-bhai-amban…r-bharat-ni-vaat/

 એક સવાયા ગુજરાતી અને દેશ દુનિયામાં સફળ ઉદ્યોગપતિ તરીકે નામના મેળવનારા ધીરૂભાઈ અંબાણીની આજે પૂણ્યતિથિ. ધીરૂભાઈએ કરેલી શરૂઆત અને બિઝનેશનાં પાયાથી લઈ સફળતાની ઈમારત સુધી અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા, ત્યાં સુધી કે આત્મનિર્ભરતા શબ્દ આજકાલ વધુ પ્રચલનમાં છે. કોવિડ-19ને લીધે અર્થવ્યવસ્થામાં પડેલા ગાબડામાંથી ઉગરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે સૌ ભારતીયોને […]

Pinak Shukla

|

Jul 06, 2020 | 11:24 AM

 એક સવાયા ગુજરાતી અને દેશ દુનિયામાં સફળ ઉદ્યોગપતિ તરીકે નામના મેળવનારા ધીરૂભાઈ અંબાણીની આજે પૂણ્યતિથિ. ધીરૂભાઈએ કરેલી શરૂઆત અને બિઝનેશનાં પાયાથી લઈ સફળતાની ઈમારત સુધી અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા, ત્યાં સુધી કે આત્મનિર્ભરતા શબ્દ આજકાલ વધુ પ્રચલનમાં છે. કોવિડ-19ને લીધે અર્થવ્યવસ્થામાં પડેલા ગાબડામાંથી ઉગરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારત માટે સૌ ભારતીયોને આહ્વાન આપ્યું. સ્વતંત્રતા આંદોલન દરમ્યાન પણ મહાત્મા ગાંધીએ સ્વાવલંબન કહેતાં આત્મનિર્ભરતાનો મંત્ર આપ્યો હતો. જો કે મહાત્માજી અને મોદીજી બન્નેએ અલગ અલગ સંદર્ભમાં આત્મનિર્ભરતાની મહત્તાની વાત કરી છે, પણ અહીં ધીરૂભાઇ અંબાણીની વાત કરવી છે જેમણે આત્મનિર્ભરતા પ્રતિપાદિત કરી દર્શાવી હતી; અને આજે તેમના વંશજો, ખાસ કરીને શ્રી મૂકેશ અંબાણી તથા તેમનાં બાળકો તેને આગળ ધપાવી રહ્યાં છે.આત્મનિર્ભર ભારતના ટીકાકારો જે માનતા હોય તેને દરકિનાર કરીને જોઇએ તો મહાત્માજી અને મોદીજી બન્નેની આત્મનિર્ભરતા એટલે બીજા ઉપર અવલંબન ઘટાડવું, વધુ મદાર ભારત અને ભારતીયતા પર જ રાખવો તેમજ ભારતની અંતર્નિહિત શક્તિ, ક્ષમતા તથા સામર્થ્ય ઉપર આધારિત રહેવું. કારણ કે આખરે ઉદ્દેશ્ય તો ભારતને વધુ શક્તિશાળી, વધુ સક્ષમ અને વધુ સામર્થ્યવાન બનાવવાનો છેઃ સાંસ્કૃતિક રીતે, સામાજિક રીતે અને આર્થિક રીતે!

     રાજયસભાનાં સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલ નથવાણીજીના શબ્દોમાં કહીએ તો, ધીરુભાઈ અંબાણીને તેમણે ખૂબ નિકટથી જોયા અને જાણ્યા છે તે કહે છે કે હું નિર્ભીક રીતે કહી શકું કે ધીરુભાઈ તેમનાં વ્યાવસાયિક સાહસોમાં આત્મનિર્ભરતાને પ્રાધાન્ય આપતા એટલું જ નહિ, તેને અમલમાં પણ મૂકતા. ભારતીય ઔદ્યોગિક અને કોર્પોરેટ પરિદ્રશ્યમાં ધીરુભાઈ અંબાણીનો નાટ્યાત્મક ઉદય જ એ વાતની પ્રતીતિ કરાવે છે કે ભારતીય સામર્થ્ય, ક્ષમતા અને સ્પર્ધાત્મકતાને ઉજાગર કરવા તે દ્રઢનિશ્ચયી અને કૃતસંકલ્પ હતા. પોતાની કંપનીનું નામ ‘રિલાયન્સ’ (અવલંબન/આધાર) રાખીને જ તેમણે ડંકો વગાડીને કહી દીધું હતું કે તેઓ ‘આત્મનિર્ભર’ (Self Reliant) છે અને બીજાઓ પણ તેમની ઉપર તથા તેમની કંપની ઉપર આધાર રાખી શકે છે; ‘આત્મનિર્ભર’ થઇ શકે છે! સાઇઠ અને સિત્તેરના દાયકામાં મને યાદ છે કે આપણા દેશમાં સુટિંગ-શર્ટિગના આયાતી કપડાંના શોખીનોમાં 80-20 (એઇટી-ટ્વેન્ટી) શબ્દ બહુ પ્રચલિત હતો. લોકો 80 ટકા પોલિયેસ્ટર અને 20 ટકા કોટનના મિશ્રણવાળા કાપડ માટે ગાંડા હતા. ધીરુભાઈ અંબાણી, કે જેમની પાસે બજારની નાડ પારખવાની જબર્દસ્ત કુનેહ હતી, તેમણે અમદાવાદમાં વિશ્વ કક્ષાની અદ્યતન કાપડ મિલ સ્થાપી. તે પણ એવા સમયે કે જ્યારે પરંપરાગત મિલમાલિકો આ વ્યવસાય છોડીને પોતાની સંપત્તિને રોકડી કરવાનાં આયોજનો કરતા હતા. પોલિયેસ્ટર અને ટેક્સટાઇલમાં ધીરુભાઈ દુનિયાનું મોટું નામ બની ગયા! કાપડ મિલ પછી તેમણે પોલિયેસ્ટર સહિત પેટ્રોરસાયણ ઉત્પાદનોની મોટી વણઝાર ઊભી કરી અને આ ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવ્યું. એટલું જ નહિ, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, રાંધણ ગેસ જેવાં બળતણો જે ભારતમાં વર્ષોથી આયાત કરવાં પડતાં હતાં તે તમામમાં પણ તેમણે ભારતને આત્મનિર્ભર બનાવ્યું. તે માટે તેમણે જામનગરમાં દુનિયાની સૌથી મોટી ક્રૂડ ઓઇલ રિફાઇનરી સ્થાપી અને વિશ્વમાં પેટ્રોલિયમ તથા પેટ્રોરસાયણ ઉત્પાદનોની સપ્લાય-શ્રૃંખલાની મુખ્ય કડી બન્યા.

             વડાપ્રધાન પણ જ્યારે આત્મનિર્ભર ભારતની વાત કરે છે ત્યારે તેમનું તાત્પર્ય પણ એ જ છેઃ ભારતીય ઇનોવેશનને પ્રોત્સાહન! ભારતીયો તથા ભારતીયતાને સામર્થ્યવાન બનાવવું! સ્થાનિક (લોકલ)ને વધુ વાચાળ (વોકલ) કરી અંતે તેને વૈશ્વિક (ગ્લોબલ) બનાવવું! આ જ આત્મનિર્ભરતા! જેમકે મહાત્મા ગાંધીજી કહેતા કેઃ ‘આત્મનિર્ભરતા એટલે સંકુચિતતા નહિ, કોઇ પણ સંજોગોમાં આપણે જોઇતી તમામ ચીજો તો આપણે ઉત્પાદિત કરી શકવાના નથી. તેથી આત્મિર્ભરતા આપણું લક્ષ્ય હોવા છતાં આપણે જે ઉત્પાદિત ન કરી શકીએ તે બહારથી લેવું જ પડે!’ એનો અર્થ એ થયો કે આપણે જે ઉત્પાદન કરી શકીએ તે તો કરવું જ! આપણે સૌ જે પણ કરીએ તે શ્રેષ્ઠ કરીએ. તેનું નામ આત્મનિર્ભરતા!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati