મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને જાનથી મારવાની ધમકી, પહેલા મળ્યો લેટર, હવે આવ્યો ફોન

મહારાષ્ટ્રના (Maharashtra) સીએમને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આત્મઘાતી હુમલો કરીને વિસ્ફોટકોથી મારી નાખવાની ધમકી આપતો ફોન આવ્યો છે. એક મહિના પહેલા ધમકીભર્યો પત્ર આવ્યો હતો.

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેને જાનથી મારવાની ધમકી, પહેલા મળ્યો લેટર, હવે આવ્યો ફોન
cm eknath shinde
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2022 | 4:24 PM

સીએમ એકનાથ શિંદેને (Eknath Shinde) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રીને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ જાણકારી ગુપ્તચર વિભાગને મળી છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા આ સમાચાર સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શિંદેને જાનથી મારી નાખવાની ધમકી આપતો પત્ર એક મહિના પહેલા આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સીએમ શિંદેને મારી નાખવામાં આવશે. હવે ધમકીભર્યા ફોન પણ આવ્યા છે. આ પહેલા પણ નક્સલવાદીઓ દ્વારા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી ચુકી છે.

મુખ્યમંત્રી બન્યા બાદ અત્યાર સુધી એકનાથ શિંદેને ત્રણ વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. એકવાર તેમની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું જ્યારે તે અષાઢી એકાદશી વખતે તેઓ પંઢરપુરના પ્રવાસે હતા. ગઢચિરોલીના સંરક્ષક મંત્રી હોવાના કારણે તે નક્સલવાદીઓના નિશાના પર પણ હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે રાજ્યની પોલીસને નક્સલવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન તેજ કરવા કહ્યું છે.

પીએફઆઈ પર શિંદેએ અપનાવ્યું કડક વલણ, શું આ આતંકવાદીઓને પસંદ નથી?

બીજી તરફ દેશભરમાં એનઆઈએ એ રાજ્યોની એટીએસ, પોલીસ, ઈડી જેવી એજન્સીઓની મદદથી પીએફઆઈ વિરુદ્ધ દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્રમાં પણ ઘણા સ્થળોએ પીએફઆઈની ઓફિસો સીલ કરવામાં આવી રહી છે અને આ સંગઠનની કમર તોડવામાં આવી રહી છે. આવી પરિસ્થિતિમાં કોણ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યું છે અને તેની પાછળ આવી કોઈ કટ્ટરપંથી સંગઠન છે કે પછી કોઈ એક અથવા અમુક વ્યક્તિઓના મનમાં કોઈ પ્લાન છે, એજન્સીઓ એ જાણવાની કોશિશ કરી રહી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

‘આતંક માટે છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રમાં કોઈ સ્થાન નથી’

પીએફઆઈ બેઝ પર એનઆઈએ અને રાજ્ય એટીએસની કાર્યવાહી બાદ, પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના કાર્યકરોએ પુણેમાં તેનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આ કાર્યકર્તા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવતા સાંભળવામાં આવ્યા હતા. આ પછી સીએમ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કડક વલણ અપનાવતા પીએફઆઈના કાર્યકરો સામે દેશદ્રોહનો કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. પરંતુ બાદમાં પુણે પોલીસે સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કરીને નોંધાયેલા કેસમાંથી રાજદ્રોહની કલમો હટાવી દીધી હતી.

નક્સલી અને રાજકીય પ્રતિસ્પર્ધીઓના ષડયંત્રને નકારી શકાય તેમ નથી

કટ્ટરતા અને આતંકવાદ સામે કડક વલણ અપનાવવાને કારણે સીએમ શિંદે પર હુમલાનું જોખમ વધી ગયું છે. આ સિવાય નકસલી બદલો લેવાના ઈરાદે પણ આવા ષડયંત્રો રચી શકે છે. હાલમાં નાલાસોપારામાંથી 15 લાખના ઈનામથી એક નક્સલવાદીની ધરપકડ કરવામાં આવી છે. તે પોતાની સારવાર માટે ઝારખંડથી મુંબઈ આવ્યો હતો. ત્રીજી આંશકા શિંદે જૂથના પ્રવક્તા ધારાસભ્ય કિરણ પાવસ્કરે ન્યૂઝ ચેનલ ટીવી 9 મરાઠી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ઝડપી નિર્ણયો લેવા અને જાહેર હિતમાં ઘણાં કામ કરવાને કારણે તેમનો લોકપ્રિયતાનો ગ્રાફ ખૂબ જ વધી ગયો છે. આવી પરિસ્થિતિમાં રાજકીય હરીફાઈના કારણે તેમની હત્યાનું ષડયંત્ર પણ થઈ શકે છે. તેમના મતે, આ કારણને પણ નકારી શકાય નહીં.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">