છોટા શકીલે આતંકવાદી ઘટનાઓ માટે મોકલ્યા પૈસા, NIAની તપાસમાં દાઉદની D કંપની વિશે મોટો ખુલાસો

દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim) ખાસ વ્યક્તિ છોટા શકીલે (Shakeel) મુંબઈ સહિત દેશના વિવિધ શહેરોમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે નાણાં મોકલ્યા છે. NIAની તપાસમાં આ વાત સામે આવી છે.

છોટા શકીલે આતંકવાદી ઘટનાઓ માટે મોકલ્યા પૈસા, NIAની તપાસમાં દાઉદની D કંપની વિશે મોટો ખુલાસો
Chhota Shakeel (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 3:52 PM

પાકિસ્તાનમાં છુપાયેલા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના (Dawood Ibrahim) ખાસ વ્યક્તિ છોટા શકીલે (Shakeel) મુંબઈ સહિત દેશના વિવિધ શહેરોમાં આતંકવાદી કાર્યવાહી કરવા માટે નાણાં મોકલ્યા છે. આ ટેરર ​​ફંડિંગ (Terror Funding) હવાલા રેકેટ દ્વારા કરવામાં આવ્યું છે. નેશનલ ઈન્વેસ્ટમેન્ટ એજન્સી (NIA)ની તપાસમાં આ વાત સામે આવી છે. દાઉદ ઈબ્રાહિમની ટોળકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું ઘડી રહી હોવાની માહિતી મળ્યા બાદ ફેબ્રુઆરીમાં NIAએ દાઉદ ઈબ્રાહિમ અને તેના સાગરિતો સામે UAPA એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

આ સંબંધમાં દાઉદની બહેન હસીના પારકરના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં અનેક હવાલા ટ્રાન્ઝેક્શનનો મામલો સામે આવ્યો હતો. આ પછી NIAની તપાસની સાથે EDએ પણ તપાસ શરૂ કરી. NIAની કાર્યવાહીનો બીજો તબક્કો ગત સપ્તાહે શરૂ કરવામાં આવ્યો હતો.

NIAના સૂત્રોના હવાલાથી પ્રાપ્ત માહિતી અનુસાર, દાઉદ સાથે સંબંધિત લોકોએ મોટા પાયે હવાલા રેકેટ દ્વારા પૈસા જમા કર્યા છે. આ પૈસાનો ઉપયોગ દેશના મહત્વના સ્થળો પર બોમ્બ વિસ્ફોટ કરાવવામાં થવાનો હોવાનો છે. આ રીતે મહત્વના નેતાઓની હત્યા કરવા અને જનતામાં ભય ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ અંગેના ઈનપુટ મળ્યા બાદ ગત સપ્તાહે મુંબઈ અને થાણેમાં 29 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

આતંકવાદી ગતિવીધિનો હેતુ લોકોમાં ગભરાટ ફેલાવવાનો હતો

મુંબઈ અને થાણેમાં બાંદ્રા, નાગવાડા, મુંબ્રા, બોરીવલી, ગોરેગાંવ, સાંતાક્રુઝ, પરેલ, મીરા રોડ-ભાઈંદર જેવા સ્થળોએ NIAના દરોડામાં એવા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જેમના પર દાઉદ સાથે સંબંધિત હવાલા રેકેટ ચલાવવા, શાર્પ શૂટર તરીકે કામ કરવાનો, ડ્રગ્સનો ધંધો ચલાવવા અને વિસ્ફોટકો તૈયાર કરવાનો આરોપ છે. આ દરોડામાં NIAને છોટા શકીલ દ્વારા ફંડિંગની માહિતી મળી છે. આ દરોડા પછી NIA સહિતની તપાસ એજન્સીઓ દેશભરમાં હવાલા વેપારીઓ પર ચાંપતી નજર રાખી રહી છે.

દાઉદ ટોલીના છોટા શકીલ, જાવેદ ચિકના, ટાઈગર મેમણના ઈશારે મુંબઈમાં આતંકી ગેંગ રચાઈ છે. આ ગ્રૂપ વિશે માહિતી મળ્યા બાદ એન્ટી રાયોટ સ્ક્વોડ પણ સતર્ક થઈ ગઈ છે. NIAએ આ કેસમાં 21 લોકોને પોતાના રડારમાં રાખ્યા છે. આમાંના કેટલાક લોકો દાઉદ ઈબ્રાહિમના સંબંધીઓ અને તેના માટે કામ કરતા સાગરિતો છે. NIAને શંકા છે કે છોટા શકીલ હવાલા દ્વારા આ લોકોને પૈસા મોકલતો હતો. એવી પણ આશંકા છે કે, આમાંથી કેટલાક લોકો મુંબઈ, દિલ્હી અને અમદાવાદમાં રહીને રાજકીય નેતાઓ પર નજર રાખતા હતા.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">