Dahi Handi: મહારાષ્ટ્રમાં આ વખતે પણ નહીં યોજાય દહીં હાંડી, ઠાકરે સરકારે કહ્યું ઉત્સવ સાથે જીવન મહત્વનું

સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અત્યારે લોકોનો જીવ બચાવવો જરૂરી છે, તેથી તહેવારો (દહી હાંડી, ગોકુલ અષ્ટમી, જન્માષ્ટમી) ને થોડા સમય માટે બાજુ પર રાખવા પડશે.

Dahi Handi: મહારાષ્ટ્રમાં આ વખતે પણ નહીં યોજાય દહીં હાંડી, ઠાકરે સરકારે કહ્યું ઉત્સવ સાથે જીવન મહત્વનું
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 11:30 PM

આ વખતે પણ દહી હાંડીનો (Dahi Handi) તહેવાર મહારાષ્ટ્રમાં ઉજવાશે નહીં. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) સાર્વજનિક રીતે દહી હાંડી ઉજવવાની મંજૂરી આપી ન હતી. રાજ્યના ગોવિંદાઓના પ્રતિનિધિઓ સાથે આજે (23 ઓગસ્ટ, સોમવારે) સરકારની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અત્યારે લોકોનો જીવ બચાવવો જરૂરી છે, તેથી તહેવારો (દહી હાંડી, ગોકુલ અષ્ટમી, જન્માષ્ટમી)ને થોડા સમય માટે બાજુ પર રાખવા પડશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મુખ્યમંત્રીએ બેઠકમાં કહ્યું કે કોરોનાની બીજી લહેર (Corona in Maharashtra) નિયંત્રણમાં આવી ગઈ છે. પરંતુ કોરોનાની ત્રીજી લહેરનો (Third Wave of Corona) ભય પણ છે. આવી પરીસ્થિતિમાં રાજ્ય સરકાર દરેક બાબતમાં સંપૂર્ણ છૂટ આપી શકે તેમ નથી. વિપક્ષ સતત માગણી કરી રહ્યા છે કે તહેવારો પરના નિયંત્રણો હળવા કરવા જોઈએ.

ગોવિંદાઓની પણ એવી માંગણી હતી કે ભીડ વધાર્યા વગર અને કોરોના નિયમોના પાલન સાથે દહી હાંડી ઉજવવાની મંજૂરી આપવી જોઈએ. એવું પણ કહેવામાં આવ્યું હતું કે જે ગોવિંદાઓએ, કોરોના રસીના બંને ડોઝ લીધા છે, તેને જ દહીં હાંડી તોડવામાં સામેલ કરવામાં આવશે. આ માંગણીઓ પર વિચાર કરવા માટે ગોવિંદાઓના (કૃષ્ણ ભક્તો જે દહી હાંડી તોડે છે) પ્રતિનિધિઓની મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે એક બેઠક થઈ હતી.

આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી અજીત પવાર(DY CM Ajit Pawar), મહેસૂલ મંત્રી બાલાસાહેબ થોરાટ (Balasaheb Thorat, Cabinet Minister), ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ (Dilip Walse Patil, Home Minister) પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ ગોવિંદાઓને થોડો સમય સંયમ રાખવાની વિનંતી કરી હતી.

‘જાહેર તહેવારોને બદલે આરોગ્ય સંબંધિત કાર્યક્રમોમાં ભાગ લો’

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું “આ સમયે લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રાથમિકતા આપવી જરૂરી છે. તેમનો જીવ બચાવવો જરૂરી છે. તેથી તહેવારોને થોડા સમય માટે સાઈડમાં રાખો. માનવતા બતાવો અને વિશ્વને આ સંદેશ આપો કે આપણે કોરોનાને નાબૂદ કરીને જ રહીશું, ત્યારપછી જ આપણે શાંતિથી બેસીશું. મુખ્યમંત્રીએ ગોવિંદાઓને કોરોનાના સમયગાળા દરમિયાન દહી હાંડીના બદલે આરોગ્ય સંબંધિત કાર્યક્રમો યોજવા અપીલ કરી હતી.

મહારાષ્ટ્રમાં અનલોક (Unlock in Maharashtra) શરૂ થયા પછી સરકાર તબક્કાવાર રીતે લોકડાઉન સંબંધિત પ્રતિબંધો (Relaxations in Restrictions)માં છૂટછાટ આપી રહી છે. પરંતુ હજુ પણ મંદિરો સહિત ધાર્મિક સ્થળો બંધ છે. તેના કારણે ભાજપ (BJP) અને મનસે (MNS) જેવા મુખ્ય વિપક્ષી પક્ષો આક્રમક બની રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે રાજ્ય સરકારના આ પગલા પર વિપક્ષની શું ભૂમિકા રહેશે.

આ પણ વાંચો : Mumbai: BMCએ કોરોના સામે લડવા માટે કર્યો 2000 કરોડનો અધધધ ખર્ચ, દર મહિને 200 કરોડથી વધારેનો ખર્ચ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">