Cyclone Jowad: ચક્રવાત ‘જોવાડ’ના ભણકારા! મુંબઈમાં મુશળધાર વરસાદ, હવે નવી એક આકાશી આફતને લઈને સાવચેત થયુ મહારાષ્ટ્ર

ગુરુવારે ગુજરાતના બરોડા, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, અમરેલી, અરવલ્લી, દાહોદ, મહિસાગર અને ભાવનગર જિલ્લાના અનેક સ્થળોએ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

Cyclone Jowad: ચક્રવાત 'જોવાડ'ના ભણકારા! મુંબઈમાં મુશળધાર વરસાદ, હવે નવી એક આકાશી આફતને લઈને સાવચેત થયુ મહારાષ્ટ્ર
Cyclonic Storm (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 10:52 PM

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ (Heavy Rain in Mumbai) શરૂ થઈ ગયો છે. મંગળવાર-બુધવારની મધ્ય રાત્રિથી આ કમોસમી વરસાદ શરૂ થયો છે. રાત્રિના વરસાદ બાદ આ વચ્ચે થંભી ગયો હતો. પરંતુ બુધવાર સવારથી જ જાણે ચોમાસું હજુ ગયું ન હોય તેમ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે (Meteorological Department) મહારાષ્ટ્રના મુંબઈ, પૂણે અને કોંકણ વિસ્તારોમાં 3 ડિસેમ્બર સુધી મુશળધાર વરસાદની આગાહી કરી છે.

ડિસેમ્બર મહિનામાં આ અચાનક વરસાદનું કારણ શું છે? આ પ્રશ્ન ઉઠી રહ્યો છે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશરનો વિસ્તાર તૈયાર થયો છે. જેના કારણે દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, માલદીવ, લક્ષદ્વીપ પર ચક્રવાતની સ્થિતિ સર્જાઈ છે. તે પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાંથી ફૂંકાતા પવનો સાથે સંપર્ક કરી રહ્યું છે. જેના કારણે આગામી 24 કલાક સુધી મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ વરસાદ સાથે હવે આવશે તોફાની ‘જોવાડ’ ચક્રવાત!

આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે ઓછા દબાણના વિસ્તારની રચનાને કારણે આ તોફાની ચક્રવાતની સ્થિતિ તૈયાર થઈ છે. આવી સ્થિતિમાં હવે હવામાન વિભાગે ‘જોવાડ’ ચક્રવાતી તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તૈયારી થઈ છે. જેના કારણે હવામાનમાં પલટો આવ્યો છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે 2 ડિસેમ્બર સુધી દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડશે. 3 ડિસેમ્બરે વરસાદની તીવ્રતા વધુ વધશે અને તે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.

‘જોવાડ’ 4 ડિસેમ્બરે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે!

મહારાષ્ટ્રમાં ચાલુ વરસાદનું કારણ વર્ણવતા હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી હતી કે આંદામાન સમુદ્રની મધ્યમાં નીચા દબાણનો વિસ્તાર બુધવાર સુધી પશ્ચિમ-ઉત્તર અને પશ્ચિમ તરફ આગળ વધશે. આ કારણોસર બુધવારે મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ પછી તે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે.

અત્યાર સુધી હવામાન ખાતાના કહેવા પ્રમાણે બરાબર થયું છે. હવે આ વાવાઝોડું 4 ડિસેમ્બરે આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ટકરાશે. જેના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડશે. તેના કારણે ઉત્તર-પૂર્વના રાજ્યોમાં પણ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મુશળધાર વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં પણ ભારે વરસાદનું એલર્ટ

અરબી સમુદ્રમાં આ તોફાની ચક્રવાતની તૈયાર થવાને કારણે અને અરબી સમુદ્રમાં લો પ્રેશર એરિયાની તૈયારી થવાને કારણે ગુજરાતમાં પણ આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદ થવાની સંભાવના છે. જેના કારણે હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપી છે. ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત સ્થળોએ લઈ જવાની પણ સલાહ આપવામાં આવી છે.

ખાસ કરીને ગુરુવારે (2 ડિસેમ્બર) ગુજરાતના બરોડા, નર્મદા, બનાસકાંઠા, સાબરકાંઠા, છોટા ઉદેપુર, ભરૂચ, તાપી, અમરેલી, અરવલ્લી, દાહોદ, મહિસાગર અને ભાવનગર જિલ્લાના અનેક સ્થળોએ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ ઝરમર વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો :  Mumbai Rain: મુંબઈમાં શરૂ થયો વરસાદ, IMDએ જાહેર કર્યું યલો એલર્ટ, મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">