Corona cases Mumbai : મુંબઈમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, 24 કલાકમાં નોંધાયા નવા 3671 કેસ, એક દિવસમાં 46 ટકા વધ્યા

આજે મુંબઈમાં 3671 નવા કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જેના કારણે રાજ્યમાં કોરોનાની સંખ્યા પણ વધી રહી છે.

Corona cases Mumbai : મુંબઈમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, 24 કલાકમાં નોંધાયા નવા 3671 કેસ, એક દિવસમાં 46 ટકા વધ્યા
Corona's graph rises in Mumbai
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2021 | 8:02 PM

Mumbai: મુંબઈમાં કોરોનાના દર્દીઓની (Corona patient) સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે મુંબઈમાં 2510 નવા દર્દીઓ મળ્યા બાદ આજે મુંબઈમાં 3671 નવા કોરોના કેસ મળી આવ્યા છે. જેના કારણે રાજ્યમાં કોરોનાની સંખ્યા પણ વધી રહી છે. મહારાષ્ટ્રના કુલ દર્દીઓમાંથી અડધાથી વધુ દર્દીઓ એકલા મુંબઈમાં હોવાને કારણે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Mumbai Municipal Corporation)ની ચિંતા વધી ગઇ છે. હાલમાં મુંબઈમાં 11,360 સક્રિય કેસ છે. મુંબઈ વિશે એક આશ્વાસન આપનારી બાબત એ છે કે આજે મુંબઈમાં કોરોનાથી કોઈનું મૃત્યુ થયું નથી.

મુંબઈમાં દર્દીના વિગતવાર આંકડા

મુંબઈમાં નવા નિયમો લાગુ કરાયા

મુંબઈ પોલીસે ગુરુવારે મુંબઈમાં કોરોના (COVID-19)ના પુનઃ ઉદભવને ધ્યાનમાં રાખીને કલમ 144 લાગુ કરવાની જાહેરાત કરી હતી. મુંબઈમાં 30 ડિસેમ્બરથી આવતા શુક્રવાર (7 જાન્યુઆરી) સુધી કલમ 144 લાગુ રહેશે. આ મુજબ જાહેર સ્થળોએ પાંચથી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

પાર્ટી-ફેસ્ટિવલ પ્રતિબંધ

કોવિડના વધતા પ્રકોપને પગલે મુંબઈમાં નવા વર્ષની ઉજવણીની પાર્ટીઓ પહેલાથી જ બંધ થઈ ગઈ છે. 30 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી નવા વર્ષની ઉજવણી માટે રેસ્ટોરાં, હોટલ, બાર, પબ, રિસોર્ટ, ક્લબ જેવી ખુલ્લી અથવા બંધ જગ્યાઓને મંજૂરી આપવામાં આવશે નહીં. મહાનગરપાલિકા દ્વારા લોકોને નવા વર્ષનું સ્વાગત ઘરમાં જ કરવા અને બહાર ન જવા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.

ઓર્ડર શું છે?

આદેશમાં માહિતી અપાઇ છે કે”આ આદેશો 30મી ડિસેમ્બર, 2021ની મધ્યરાત્રિથી 7મી જાન્યુઆરી, 2021ની મધ્યરાત્રિ સુધી બૃહદમુંબઇ પોલીસ કમિશનરના અધિકારક્ષેત્ર હેઠળ આવતા તમામ સ્થળોએ લાગુ પડશે,”  આ આદેશનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતા, 1860ની કલમ 188 હેઠળ સજાને પાત્ર રહેશે. તેણે એમ પણ કહ્યું કે એપિડેમિક એક્ટ 1897 અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અને અન્ય કાયદાકીય જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Mumbai : કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે BMC એક્શનમાં, UAE થી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે નિયમો કડક કરવામાં આવ્યા

આ પણ વાંચોઃ Section 144 in Mumbai : મુંબઈમાં કોરોના અને ઓમિક્રોનના ખતરા વચ્ચે કલમ 144 આજથી લાગુ, નવા વર્ષની પાર્ટી પર પ્રતિબંધ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">